ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / Formula ready for Gujarat Congress: Appointment will be based on old theory on the basis of caste

BIG NEWS / ગુજરાત કોંગ્રેસ માટેની ફોર્મ્યુલા તૈયાર: જાતિ આધારે જૂની થીયરી પર થશે નિયુક્તિ, ત્રણ નેતાઓને મળશે હાર્દિક પટેલ જેટલું કદ

Published By: Ronak

Last Updated: 12:46 PM, 26 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીઓને લઈને આજે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમા ગુજરાત માટે પણ કોંગ્રેસે રણનીતી ઘડી લીધી છે. ગુજરાતમાં કોંગ્રેસ જાતિ આધારે જૂની થિયરી પર નિમણૂક કરશે. જેમા ત્રણ નેતાઓને હાર્દિક જેટલું કદ મળશે.

ADVERTISEMENT

  • દિલ્હીમાં કોંગ્રેસની મહત્વની બેઠક યોજાઈ 
  • ટૂંક ગુજરાત કોંગ્રેસના નેતાઓની પસંદગી થશે
  • અમિત ચાવડાએ સોનિયા ગાંધી સાથે કરી વન ટુ વન બેઠક 

આગામી વિધાનસભા ચૂંટણીઓને લઈને આજે દિલ્હીમાં કોંગ્રેસની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમા સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ અને આ બેઠકમાં PCC પ્રમુખો પણ હાજર રહ્યા હતા. તમામ રાજ્યોના પ્રમુખ પ્રભારીઓ સાથે સોનિયા ગાંધીએ બેઠક કરી હતી. જેમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા પણ હાજર રહ્યા હતા. 

ટૂંક સમયમાં પ્રમુખ અને વિપક્ષ નેતાની પસંદગી થશે 

ત્યારે આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓની પસંદગીને લઈને પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટૂંક સમયમાં પ્રમુખ અને વિપક્ષ નેતાની પસંદગી કરવામાં આવશે. એવી માહિતી સામે આવી છે કે જૂની થીયરી પરજ કોંગ્રેસ કામ કરવાની છે. જેમા ઓબીસી પ્રમુખ અને પાટીદાર વિપક્ષ નેતાની થીયરી પર કોંગ્રેસ કામ કરવાની છે.

હાર્દિક સાથે વધુ ત્રણ કાર્યકારી પ્રમુખી થશે વરણી 

હાર્દિક પટેલ સાથે વધુ ત્રણ કાર્યકારી પ્રમુખની પણ વરણી કરવામાં આવશે. જેમા દલિત આદિવાસી અને કોળી નેતાની કાર્યકારી પ્રમુખ તરીકે વરણી કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. બેઠકમાં લેવાયેલા નિર્ણયોને જોતા એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ હવે નવા ચહેરાઓને સ્થાન આપી શકે છે. 

દિવાળી સુધીમાં ગુજરાત કોંગ્રેસને મળશે નવા અધ્યક્ષ 

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં જે બેઠક થઈ તેમા કોંગ્રેસના મહામંત્રી પણ હાજર રહ્યા હતા. જેમા પ્રદેશ કોંગ્રેસના આગામી કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અમીતા ચાવડાની સોનિયા ગાંધી સાથે વન ટું વન બેઠક તઈ હતી જેમા ગુજરાત પ્રદેશ અધ્યક્ષના નામ અંગે ચર્ચા કરવામાં આવી હતી. મહત્વનું છે કે દિવાળી સુધીમાં ગુજરાત કોંગ્રેસને નવા અધ્યક્ષ મળી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

congress gujarat politics કોંગ્રેસ ગુજરાત રાજકારણ politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ