બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Forecasting another good monsoon the IMD said the country will receive above average rainfall

મોનસૂન / ગુજરાત સહિત દેશમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું રહેશે? હવામાન વિભાગે જાહેર કર્યું વરસાદનું પુર્વાનુમાન

Vishal Dave

Last Updated: 05:26 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસું સામાન્ય રીતે 1 જૂનની આસપાસ દેશના દક્ષિણ છેડે કેરળમાં આવે છે, આ વર્ષે ચોમાસું લાંબા ગાળાની સરેરાશ (LPA) ના 106% રહેવાની ધારણા છે.

ભારતમાં વર્ષ 2024માં સરેરાશ કરતાં વધુ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આ અંદાજ લગાવ્યો છે. ભારત તેની ખેતી માટે ચોમાસાના વરસાદ પર ખૂબ નિર્ભર છે અને આ સમાચાર દેશના ઉત્પાદન અને વૃદ્ધિ માટે ખૂબ સારા છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રવિચંદ્રને જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસું લાંબા ગાળાની સરેરાશ (LPA) ના 106% રહેવાની ધારણા છે. ચોમાસું સામાન્ય રીતે 1 જૂનની આસપાસ દેશના દક્ષિણ છેડે કેરળમાં આવે છે અને સપ્ટેમ્બરના મધ્યમાં પીછેહઠ કરે છે.

IMD પ્રમાણે સામાન્ય વરસાદ એટલે કેટલો વરસાદ 

IMD પ્રમાણે સામાન્ય વરસાદ એટલે ચોમાસાની ચાર મહિનાની સિઝન માટે છેલ્લા  50-વર્ષની સરેરાશ કે જે 87 સેમી (35 ઇંચ) છે, તેના  96% અને 104% વચ્ચે વરસાદ . IMDના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે સારા ચોમાસા સાથે સંકળાયેલ લા નીનોની સ્થિતિ ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં પ્રવર્તે તેવી શક્યતા છે. 1951 થી 2023 સુધીના ડેટા દર્શાવે છે કે ભારતમાં નવ પ્રસંગોએ સામાન્ય કરતાં વધુ ચોમાસાનો વરસાદ થયો હતો જ્યારે લા નીના પછી અલ નીનો ઘટના બની હતી.

દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ

IMDએ જણાવ્યું હતું કે ઉત્તર-પશ્ચિમ, પૂર્વ અને ઉત્તર-પૂર્વ રાજ્યોના કેટલાક વિસ્તારોને બાદ કરતાં દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા છે. મહાપાત્રાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ચોમાસાના વરસાદનું એલપીએ 87 સે.મી. છે. તેમણે કહ્યું કે ભારતમાં ચાર મહિનાની ચોમાસાની ઋતુ (જૂનથી સપ્ટેમ્બર) દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે, જેમાં કુલ વરસાદ LPA (87 સેમી) ના 106 ટકા રહેવાનો અંદાજ છે.

આ પણ વાંચોઃ  શું તમે Ayushman Card નો લાભ મેળવી શકશો? આ રીતે ચેક કરો તમારી યોગ્યતા
 

ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધીમાં લા-નીનોની સ્થિતિ બની શકે છે.

મહાપાત્રાએ કહ્યું કે, આ સમયે મધ્યમ અલ નીનો સ્થિતિ પ્રવર્તી રહી છે. એવો અંદાજ છે કે ચોમાસાની સિઝન શરૂ થાય ત્યાં સુધીમાં તે તટસ્થ થઈ જશે. ત્યારબાદ, મોડેલો સૂચવે છે કે ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધીમાં લા નીનોની સ્થિતિ બની શકે છે.

2023 માં, એક અલ નીનો વર્ષમાં, ભારતમાં "સરેરાશથી ઓછો" સંચિત વરસાદ થયો - 868.6 મીમીના એલપીએની તુલનામાં 820 મીમી. 2023 પહેલા, ભારતમાં સતત ચાર વર્ષ સુધી ચોમાસાની સિઝનમાં "સામાન્ય" અને "સામાન્યથી વધુ" વરસાદ નોંધાયો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ