બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / For the first time in 20 years, BJP fielded a Christian candidate, a special strategy to make a hole in the stronghold of Congress.

રાજકારણ / 20 વર્ષમાં પહેલીવાર ભાજપે ઉતાર્યો ઈસાઈ ઉમેદવાર, કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા ખાસ સ્ટ્રેટેજી

Megha

Last Updated: 10:44 AM, 18 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના પુનાજી ગામીત જે આ બેઠક પરથી ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે તેની સામે ભાજપે આ વખતે ખ્રિસ્તી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.

  • BJPએ 20 વર્ષમાં પહેલી વખત એક ખ્રિસ્તીને તેનો ઉમેદવાર બનાવ્યો
  • વ્યારા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે
  • ભાજપ આ વખતે કોંગ્રેસ પાસેથી આ સીટ છીનવી લેવા માંગે છે

ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુજરાતમાં 20 વર્ષમાં પહેલી વખત એક ખ્રિસ્તીને તેનો ઉમેદવાર બનાવ્યો છે. પાર્ટીએ વ્યારા બેઠક પરથી લઘુમતી ચહેરા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ભાજપે મોહન કોકાણીને આ સીટ પર કોંગ્રેસના પુનાજી ગામીત જે આ બેઠક પરથી ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે તેની સામે મેદાનમાં ઉતાર્યા છે. 

જણાવી દઈએ કે 48 વર્ષીય કોકાણી તાપી જિલ્લાની વ્યારા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બન્યા છે અને આ બેઠક પર આદિવાસીઓ અને ખ્રિસ્તીઓની ઘણી વધુ વસ્તી છે. ડોલવણ તાલુકાના હરીપુરા ગામમાં રહેવાવાળા કોકાણીની મદદથી ભાજપ આ વખતે કોંગ્રેસ પાસેથી એમની આ સીટ છીનવી લેવા માંગે છે. જો કે વ્યારા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે પણ જાણવા જેવુ રહ્યું કે ત્યાં 2.23 લાખ એટલે કે 45 ટકા મતદારો ખ્રિસ્તી છે. 

ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવનાર 64 વર્ષીય ગામિત વર્ષ 2007થી જ કોંગ્રેસના ધારાસભ્ય છે અને તેની સામે ઊભા રહેલ ભાજપના ઉમેદવાર કોકણી એક સામાજિક કાર્યકર અને ખેડૂત છે. જો કે તેઓ 1995થી ભાજપના સક્રિય સભ્ય છે અને 2015માં એમને તાપી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના સહકારી નેતા માવજી ચૌધરીને હરાવ્યા હતા અને હાલ તાપી જિલ્લા પંચાયત પ્રમુખ છે.

મોહન કોકાણી એ તેમનામાં વિશ્વાસ રાખવા બદલ પાર્ટી નેતૃત્વનો આભાર માનતા કહ્યું હતું કે, “1 ડિસેમ્બરે હું વ્યારા બેઠક પર ઈતિહાસ રચીશ એવો મને વિશ્વાસ છે. અને આમ પણ વ્યારાનું રાજકીય વાતાવરણ બદલાઈ ગયું છે અને મને વિધાનસભાના મારા 72,000 ખ્રિસ્તી મતદારો પર વિશ્વાસ છે.  વ્યારામાં અલ્પસંખ્યાની દાવેદારીને લઈને પૂછવામાં આવેલ સવાલમાં પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, 'સબકા સાથ સબક વિકાસ' નો સમય આવી ગયો છે.  182 સભ્યોની વિધાનસભામાં 27 બેઠકો આદિવાસી પ્રભુત્વ ધરાવે છે.આમાંથી ઓછામાં ઓછી 8 બેઠકો પર ખ્રિસ્તીઓની નોંધપાત્ર વસ્તી છે. જો કે આ સામે કોંગ્રેસે પણ એક જ ખ્રિસ્તી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ