બ્રેકિંગ ન્યુઝ
VTV / Fashion & Beauty / For Healthy hair make hair oil at home,With the help of Coconut oil and curry leaves
ફાયદો
ADVERTISEMENT
લીમડો વાળને કાળા, મજબૂત અને ભરાવદાર બનાવે છે. લીમડામાં એન્ટી ઓક્સીડેન્ટ અને એમિનો એસિડ હોય છે. જે તમારા વાળને મજબૂત કરવાની સાથે સાથે તેને ખરતા રોકે છે. તેમાં કેરોટીન અને પ્રોટીન ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે. નારિયેળ તેલ હેર ટોનિકનું કામ કરવાની સાથેકુદરતી પિગ્મેન્ટેશનનું કામ પણ કરે છે.
જાણી લો વાળને માટે હેલ્ધી તેલ કઈ રીતે બનાવશો?
ADVERTISEMENT
જરૂરી સામગ્રી
તાજો મીઠો લીમડો
નારિયેળ તેલ
સુતરાઉ કાપડ
એક તપેલી
કાચની બોટલ
ADVERTISEMENT
(નોંધ- તેલમાં ડૂબે તેટલા લીમડાના પાન લેવા.)
બનાવવાની રીત
ADVERTISEMENT
લીમડાને ડાળીઓની સાથે જ બરોબર ધોઈ લો. એક વાસણમાં જરૂરિયાત મુજબ તેલ લો અને તેને ગરમ કરો. તેમાં લીમડાને ધીમે ધીમે ઉમેરો. ધીમા ગેસે તેલને ઉકળવા દો. જ્યાં સુધી તેલ કાળા રંગનું ન થાય ત્યાં સુધી તેને ઉકાળતા રહો. હવે ગેસ બંધ કરી દો. હવે મિશ્રણને ઠંડુ થવા દો. હવે આ તેલને સુતરાઉ કાપડથી ગાળી લો. તેને એક કાચની બોટલમાં ભરી લો. રોજ આ તેલને એક સ્કેલ્પ પર લગાવો. જેથી વાળને લગતી તમામ સમસ્યાઓ દૂર થશે અને તમારા વાળ ખૂબ જ ઝડપથી વધશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.