ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
મોટાભાગે માથાના દુખાવાની સમસ્યાનો ઘણા લોકો સામનો કરે છે. મોટાભાગે કામકાજનું પ્રેશર રહેવાથી માથાના દુખાવા જેવી પરેશાનીઓ થાય છે. તણાવ, પૂરતી ઊંઘ ના લેવી, વધારે અવાજ, ફોન પર વધારે સુધી વાત કરવી, વધારે વિચારવું, થાક, માથામાં લોહીનો પ્રવાહ ઓછા હોવા જેવા ઘણા કારણોથી આપણે માથાના દુખાવા જેવી પરેશાનીનો સામનો કરે છે.
માથાના દુખાવામાં વારંવાર દવા ખાવાથી પણ શરીરને નુકસાન થઈ શકે છે. તેથી જરૂરી છે કે દવા લીધા વિના જ માથાના દુખાવાનો કાયમી ઈલાજ કરવામાં આવે. કેવી રીતે દૂર કરી શકાય માથાનો દુખાવો એ પ્રશ્ન તમારા મનમાં થતો હોય તો આ રહ્યો તેનો જવાબ. આ સામાન્ય કસરત અને ઘરેલું ઈલાજ કરવાથી માથાનો દુખાવો દુર થઈ શકે છે.
ADVERTISEMENT
જણાવી દઇએ કે નિયમિત બે વખત 10-20 મીનિટ ધ્યાન કરવાથી શરીર અને મન બંનેને આરામ મળે છે. માથામાં લોહીનો પ્રવાહ વધે છે. જેના કારણે તમને માથાના દુખાવાની પરેશાનીથી રાહત મળે છે.
માથાના દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે સારું એ રહેશે કે તમે શરીરને ડિહાઇડ્રેટ થતા બચાવો જેના માટે તમે પૂરતા પ્રમાણમાં પાણી પીવો જેનાથી માથાના દુખાવાથી બચી શકો છો.
ADVERTISEMENT
મસલ્સ અને શરીરમાં ખેંચાણ રહેવાથી પણ માથાનો દુખાવો થાય છે એવામા સારું રહેશે કે તમે થોડા થોડા સમયે સ્ટ્રેચિંગ કરો આવું કરવું સારું રહેશે. આ ઉપાયોને કરવાથી તમે માથાના દુખાવાથી રાહત મેળવી શકો છો.
આ ઉપરાંત તરત રાહત મેળવવા માટે યોગ કારગાર ઉપાય છે. શરીરમાં ઑક્સીજનની કમીથી પણ માથાના દુખાવાની સમસ્યાથી આરામ મેળવી શકો છો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો