બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આટલી ટિપ્સ અવશ્ય નોટ કરી લેજો, તો ઇન્ટર્નશિપ બાદ બૉસ સામેથી કરશે જૉબની ઑફર
Last Updated: 08:01 AM, 28 November 2024
હવે તો દરેક સ્ટુડન્ટ કરિયર બનાવવા માટે કોલેજની સાથે સાથે જ વધુ અનુભવ મેળવવા માટે ઇન્ટર્નશિપ કરવાનું પણ પસંદ કરે છે. જો કે ઇન્ટર્નશિપ દરમિયાન કોઈ આર્થિક વળતર મળતું નથી પરંતુ જે અનુભવ મળે છે તે આગળ જઈને નોકરી મેળવવા માટે કામ લાગે છે ત્યારે ચાલો જાણીએ કે તમે કઈ રીતે ઇન્ટર્નશિપ પછી તે જ ઓફિસમાં કઈ રીતે નોકરી મેળવી શકાય.
ADVERTISEMENT
હંમેશા સક્રિય રહો
ADVERTISEMENT
ઇન્ટર્નશિપ દરમિયાન સક્રિય રહો. તમને જે પણ કામ આપવામાં આવે તેને પૂરી નિષ્ઠાથી કરો. નવી નવી વસ્તુઓ શીખો. કોઈ કામમાં ના ન કહો. દરેક ઓફિસમાં એવા વ્યક્તિને પસંદ કરવામાં આવે છે જે પોઝિટિવ અપ્રોચ સાથે ઓફિસમાં દરેક કામ કરે.
ઓફિસમાં દરેક સાથે વાતચીત કરતાં રહો
એક ઇન્ટર્ન તરીકે એ ખૂબ જરૂરી છે કે તમે એક મિલનસાર,કોન્ફિડન્ટ અને પ્રેક્ટિકલ અપ્રોચ સાથે કામ કરો. ઓફિસમાં તમારા સહ-કર્મચારીઓ સાથે વાતચીત કરતાં રહો. લોકો પાસેથી નવી વસ્તુઓ શિખવાની તૈયારી રાખો. કોઈપણ વસ્તુ શીખવામાં શરમ ના રાખો. કોઈ કાબિલ વ્યક્તિને મેન્ટર બનાવો જે તમને કામમાં ગાઈડ કરશે.
કામનો ફિડબેક જરૂર લો
એક ઇન્ટર્ન તરીકે સૌથી જરૂરી છે કે તમે દરેક કામને ખચકાયા વિના કરો. જો તમને એ કામ કરવામાં કોઈ મુશ્કેલી આવે તો તમારા સિનિયરની મદદ લઈને એ કામને સીખી લો. તઅને જે કામ આપવામાં આવે તે કામ ખંત થી કરો અને કામ પૂરું કર્યા પછી તે કામ માટે ફિડબેક અવશ્ય લો. જેથી તમને તમારા પરફોર્મન્સ વિશે ખબર પડે અને તમે તે કામમાં સુધારો કરી શકો અને તેને વધુ સારી રીતે કરી શકો.
વધુ વાંચો: મિનિટોમાં જ મળશે કન્ફર્મ સીટ! ટ્રેનની તત્કાલ ટિકિટ બૂકિંગ વખતે રાખો આ ધ્યાન
નોકરીની ઇચ્છા વ્યકત કરો
જો તમે ત્યાં ફૂલ ટાઈમ નોકરી કરવા માંગતા હોય તો ત્યાં HR સાથે વાત કરો. કંપનીના કામના કલ્ચરને સમજવાનો પ્રયત્ન કરો. જો તમારી કામ કરવાની નિષ્ઠા, કામમાં રસ અને ડેડિકેશન જોઈને તમને ત્યાં ફૂલ ટાઈમ નોકરી મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.