બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / મિનિટોમાં જ મળશે કન્ફર્મ સીટ! ટ્રેનની તત્કાલ ટિકિટ બૂકિંગ વખતે રાખો આ ધ્યાન

તમારા કામનું / મિનિટોમાં જ મળશે કન્ફર્મ સીટ! ટ્રેનની તત્કાલ ટિકિટ બૂકિંગ વખતે રાખો આ ધ્યાન

Last Updated: 11:40 PM, 27 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય રેલવે યાત્રીઓને તત્કાળ ટિકિટ બુકિંગની સુવિધા આપે છે, જેથી યાત્રીઓને વધુ સુવિધા મળી શકે.  જેને તમે ઓનલાઈન IRCTCની વેબસાઇટ પરથી કે એપ દ્વારા બુક કરી શકો છો અને ઈચ્છો તો રેલવે સ્ટેશન પર જઈને પણ બુકિંગ કરાવી શકો છો. જાણો સંપૂર્ણ માહિતી..

રેલવેમાં પ્રવાસ કરતા યાત્રીઓ માટે ભારતીય રેલવે તત્કાળ ટિકિટ બુકિંગની સુવિધા આપે છે, જેથી યાત્રીઓને વધુ સુવિધા મળી શકે. તત્કાળ ટિકિટ ખાસ તે યાત્રીઓ માટે છે, જે અચાનક પ્રવાસ નક્કી કરતાં હોય છે અને તરત ટિકિટની જરૂર હોય છે. આ હેઠળ, યાત્રી પોતાની યાત્રાની તારીખના એક દિવસ પહેલા જ ટિકિટ બુક કરવી શકે છે, પરંતુ તેના માટે થોડી વધારે ફી ચૂકવવી પડે છે. તો ચાલો જાણીએ તત્કાળ ટિકિટ બુકિંગ શું છે અને કેવી રીતે કામ કરે છે.

train_82_0

શું છે તત્કાળ ટિકિટ અને કોની માટે ફાયદાકારક છે?

તત્કાળ ટિકિટ એક એવી સુવિધા છે, જે તેવા લોકો માટે ખાસ ફાયદાકારક છે, જેમને અચાનક પ્રવાસ નક્કી કરતાં હોય છે અને તરત ટિકિટની જરૂર હોય છે કે પછી સામાન્ય બુકિંગમાં ટિકિટ નથી મળી શકતી. આ ટિકિટ તમે ઓનલાઈન IRCTCની વેબસાઇટ પરથી કે એપ દ્વારા બુક કરી શકો છો અને ઈચ્છો તો રેલવે સ્ટેશન પર જઈને પણ બુકિંગ કરાવી શકો છો.

તત્કાળ ટિકિટ બુકિંગ નિયમ

રેલવેએ તત્કાળ ટિકિટ બુકિંગને સરળ અને ઝડપી બનાવવા માટે નિયમો લાગુ કર્યા છે. જે હેઠળ, AC ક્લાસની ટિકિટ બુકિંગ સવારે 10 વાગે અને સ્લીપર ક્લાસની ટિકિટ બુકિંગ સવારે 11 વાગ્યાથી શરૂ થાય છે. આ સિવાય, એક જ IRCTC યુઝર IDથી એક મહિનામાં 6 ટિકિટ જ બુક કરી શકે છે, પરંતુ જો તમારું એકાઉન્ટ આધાર કાર્ડથી લિન્ક છે, તો તમે 12 ટિકિટ બુક કરી શકો છો.  

PROMOTIONAL 12

તત્કાળ ટિકિટનું ભાડું

તત્કાળ ટિકિટનું ભાડું ક્લાસ અનુસાર અલગ-અલગ હોય છે. સેકન્ડ સિટિંગ માટે મિનિમમ ₹10 અને મેક્સિમમ ₹15 ચાર્જ લેવામાં આવે છે, જ્યારે  સ્લીપર ક્લાસ માટે આ ₹100 થી લઈને ₹200 સુધી હોઈ શકે છે. AC ચેયર કાર માટે ચાર્જ ₹125 થી ₹225, AC 3 ટિયર માટે ₹300 થી ₹400 અને AC 2 ટિયર માટે ₹400 થી ₹500 વચ્ચે હોઈ શકે છે. એકઝીકયુટીવ ક્લાસમાં સફર કરવા માટે પણ ચાર્જ ₹400 થી ₹500 સુધી હોઈ શકે છે.

વધુ વાંચો : સરકાર બહાર પાડશે QR કોડ સાથેનું નવું PANCARD, તો જૂનાનું શું થશે? જાણો ખાસિયત

રિફંડ અને કેન્સલેશન નિયમ

તત્કાળ ટિકિટ કેન્સલ કરવા પર રિફંડ નથી મળતું, પણ અમુક ખાસ સ્થિતિમાં રિફંડનું પ્રાવધાન છે. જેમ કે:

જો ટ્રેન ત્રણ કલાક કરતા વધારે લેટ છે.

જો ટ્રેન નો રુટ બદલી જાય છે અને યાત્રી યાત્રા નથી કરવા ઈચ્છતો.

જો યાત્રીને તેના ક્લાસ કરતાં નીચેના કલાસમાં સીટ આપવામાં આવે છે અને યાત્રી તે ક્લાસમાં સફર કરવા નથી ઈચ્છતો. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

lifestyle news IRCTC tatkal ticket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ