ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / Follow these tips for staying health during Diwali

ટિપ્સ / દિવાળીના તહેવાર દરમ્યિાન ફિટ રહેવા માટે ફૉલો કરો આ ટિપ્સ

Published By: Juhi

Last Updated: 04:23 PM, 27 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીનો તહેવાર છે અને આખુ વર્ષ લોકો આ તહેવારની રાહ જુએ છે. આ તહેવારની સિઝનને પૂર્ણ રૂપે ધમાકેદાર બનાવવા માટે જરૂરી છે કે, તમારૂ સ્વાસ્થ્ય સારૂ રહે. કારણકે, દિવાળીના તહેવારમા પાંચ દિવસ દરમ્યાન લોકો બહુ મોજથી મિઠાઇઓ ખાય છે અને ખૂબ તળેલું ભોજન કરે છે ને એવામા બીમાર થવાની શક્યતા રહે છે.

ADVERTISEMENT

આ સિઝન દરમ્યાન વાતાવરણ બદલાતુ રહે છે અને શિયાળાની શરૂઆત થઈ જાય છે. જો કે તમારે બધાએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઠંડુ પાણી પીવાનું બંધ કરી દેવું જોઈએ અને આઈસ્ક્રિમ-કોલા જેવા પ્રોડક્ટનું સેવન બંધ કરી દેવું જોઈએ. ઠંડી મુજબ કપડાની પસંદગી કરવી જોઇએ અને તહેવારનો પૂરો આનંદ લેતા પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ.

જો તમે રાત્રીના સમયે તળેલું ખાવા માગો છો તો, દિવસના સમયે હળવું ભોજન કરો. જો તમે દિવસ દરમ્યાન ભારે ભોજન લેવા માંગતો હોય તો, રાત્રીના સમયે હળવું ભોજન લેવાનું ફિક્સ કરો. આ રીતે તમે તમારી ડાઇટ પર બેલેન્સ રાખી શકો છો.

ઓક્ટોબર અને નવેમ્બરનો સમય ફળો માટે ઘણો સારો માનવામા આવે છે કારણ કે આ સમયે ઉનાળાના ફળ પણ આવતા હોય છે અને શિયાળાના ફળ પણ આવવાના શરૂ થઈગયા હોય છે. તમે તમારા દિવસ દરમ્યાનના રૂટીનમા ફળોનું ભરપૂર સેવન કરી શકો છો. આની સાથે-સાથે પાણી પીવા બાબતે પણ સજાગ રહેવું જોઈએ કારણકે, મોસમ બદલવાની સાથે પાણીની તરસ લાગવાની ઓછી થઈ જાય છે, પરંતુ શરીરમા પાણીની જરૂર તો એટલી જ રહે છે, તો તમે પાણી પણ પીતા રહેવું જોઇએ. એવું ના કરો કે, જ્યારે વધારે તરસ લાગે ત્યારે જ પાણી પીઓ.  

તમને સૂચન કરવામા આવે છે કે, તમે તળેલા ખાદ્યપદાર્થો ખાવાનું છોડી દો અને એની જગ્યાએ બાફેલા ખાદ્યપદાર્થોનું સેવન કરો. જેવા કે પકોડા, કટલેટ્સ, બ્રેડ પકોડાની જગ્યાએ એર ફ્રાયરમા બાફેલા બટેકાની ચીપ્સ લઇ શકો છો. એના સિવાય હળવા ભોજનને પોતોના ડાયટમા સામેલ કરી શકો છો. 

તહેવારના સમયે મિઠાઇ તો ઘરે આવશે જ પરંતુ એનો મતલબ એવો નથી કે પોતાની ક્ષમતા કરતા વધારે મિઠાઇ ખાવામા આવે. આ શરીરમા સુગરનું લેવલ તો વધારે છે, પરંતુ એના કારણે વજન પણ વધારે છે. તો તમારે મિઠાઈનું સેવન માપમા કરવું અને એક દિવસમા બે વારથી વધારે મીઠાઇ ના ખાવી જ ફાયદાકારક રહેશે.  

તહેવાર છે તો ઘરમા મહેમાન હશે, ઘરની સજાવટ અને તમામ પ્રકારના બીજા કામ પણ વધી જશે. તો આ બધી દોડધામમા તમે તમારા રૂટીન વર્કઆઉટને ના ભૂલી જતા કારણકે તહેવારો દરમ્યાન પણ તમારૂ ભોજન સામાન્ય દિવસો કરતા અલગ હોય છે, તો વર્કઆઉટ ના કરવાથી પણ આ એક મુસીબતનું કારણ બની શકે છે. તેથી જ તમારા રૂટીનમા વર્કઆઉટને જરૂર સામેલ કરજો. 

સંકળાયેલા મુદ્દાઓ

DIwali 2019 Diet Healthy lifestyle tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ