બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / Five state election results a 'trailer', 2024 'picture' still pending, four states win tremendous confidence
ADVERTISEMENT
દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ આવી ગયા છે.જેમાં ભાજપ શાસિત ચાર રાજ્યોમાં ભાજપે સત્તા જાળવી રાખી છે..તો પંજાબમાં કોંગ્રેસના સુપડા સાફ કરી આમ આદમી પાર્ટી સત્તામાં આવી છે.2024ની લોકસભા ચૂંટણીને જોતા 2022ની ચૂંટણી સેમિફાઈનલ માનવામાં આવી હતી. અને તેમાં પ્રચંડ જીત સાથે બતાવી દીધું છે કે ભાજપની સરખામણીએ કોઈ પાર્ટી તેની બરાબરી કરી શકે તેમ નથી. ત્યારે આ પાંચ રાજ્યોના પરિણામ 2024 માટે કેટલા મહત્વના ?
2024 માટે ઉત્તરપ્રદેશનો રસ્તો સરળ
ADVERTISEMENT
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે.જેમાં ભાજપે કોંગ્રેસ સહિત વિપક્ષના સુપડા સાફ થઈ ગયા છે.મોદીની આંધીમાં વિપક્ષ સાફ થઈ ગયો છે. આ પરિણામોએ સાબિત કરી દીધું છે કે દેશમાં ભાજપની લહેર ચાલી રહી છે..યુપી, ઉત્તરાખંડ, મણિપુરમાં ભાજપને સ્પષ્ટ બહૂમતિ મળી છે...તો ગોવામાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે...આ પરિણામ ન માત્ર ભાજપ પરંતુ નરેન્દ્ર મોદી માટે પણ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને યુપીના પરિણામની દેશની રાજનીતિ પર મોટી અસર પડવાની છે. રાજકારણના જાણકારો એવો દાવો કરી રહ્યા છે કે આ સત્તાની સેમિફાઈનલ હતી. જે ભાજપે જીતી લીધી અને તેની સાથે જ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને મોદીનો રસ્તો સરળ થવા જઈ રહ્યો છે...આ જીત પછી ભાજપ વધેલા આત્મવિશ્વાસ સાથે 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગી જશે.નરેન્દ્ર મોદીને ખબર છે કે તેમની યોજનાઓનો સામાન્ય જનતાને લાભ મળી રહ્યો છે અને લોકો પણ ખુશ જોવા મળી રહ્યા છે.
કોંગ્રેસ અને અન્ય પક્ષ
ADVERTISEMENT
વિપક્ષ વચ્ચે એક બીજા પર દોષારોપણ વધશે.અને વિપક્ષમાં ફાડ હજુ વધશે.કોંગ્રેસ ખુબ જ કમજોર થઈ ગઈ છે.વિપક્ષી પાર્ટીના નેતા બનવા માટે મમતા બેનર્જી અને ચંદ્રશેખર રાવ પછી હવે અરવિંદ કેજરીવાલ આગળ છે.કારણ કે પંજાબમાં આમ આદમી પાર્ટીએ પ્રચંડ બહૂમતિ સાથે જીત મેળવી છે...એવી જીત કે જેમાં મુખ્યમંત્રી ચરણજિતસિંહ ચન્ની, પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુ સહિત અનેક દિગ્ગજોએ હારનો સામનો કરવો પડ્યો છે. કેજરીવાલ પણ હવે વિપક્ષના નેતા બનવા માટે મેદાનમાં આવશે.જેના કારણે ભાજપ સામે વિપક્ષની લડાઈ વધારે કમજોર પડે તો નવાઈ નહીં.
પંજાબ અને કેજરીવાલ
ADVERTISEMENT
તો પંજાબમાં પોતાની સરકાર બન્યા બાદ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ બોલવા લાગ્યા છે કે કેજરીવાલ દેશના આગામી પ્રધાનમંત્રી બની શકે છે. જો કે એકલા પંજાબ અને દિલ્લીથી રાજધાનીની ગાદી મળતી નથી તે સમજી લેવું જોઈએ.અને દિલ્લીની સાત લોકસભા સીટ પર હાલ ભાજપનો કબજો છે. .2014માં પણ ભાજપે આ તમામ બેઠકો જીતી હતી. ભાજપમાં અત્યાર સુધી મોદી-શાહની જોડીની ચર્ચા થતી હતી. હવે તેમાં એક નામ યોગી આદિત્યનાથનું પણ જોડાઈ ગયું છે...હવે આ જોડી મોદી, શાહ અને યોગીની જોડી બની ગઈ છે...યુપીમાં પ્રચંડ જીત પછી યોગી આદિત્યનાથનું કદ વધી ગયું છે. અને આનાથી હિન્દુત્વનો મુદ્દો પણ મજબૂત થયો છે. તો મોદી સરકારની સૌથી પરેશાન ખેડૂત આંદોલનનો મુદ્દો હતો.પરંતુ યુપી જીત પછી એ સ્પષ્ટ થઈ ગયું છે કે હવે આ મુદ્દો પણ રહ્યો નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ જીત સાથે ભાજપના નેતાઓ અને ભાજપ સમર્થકો એવી આશાઓ લગાવીને બેઠા છે કે 2024માં ભાજપ સ્પષ્ટ બહૂમતિ સાથે જીતી જશે...પરંતુ રાજનીતિ એટલી સરળ નથી કે જેટલી આપણે સમજીએ છીએ. દરેક ભવિષ્યવાણી સાચી પડતી નથી.કારણ કે ભારતીય લોકતંત્ર પહેલા પણ આની મિશાલ પેશ કરતું રહ્યું છે.1977માં કોઈએ કલ્પના નહતી કરી કે 1980માં ઈન્દિરા ગાંધી ફરી પાછા આવશેઅને 2009ની લોકસભા ચૂંટણી પછી કોઈ એ કહી શકે તેમ ન હતું કે આગામી પાંચ વર્ષમાં કોંગ્રેસના વજૂદ પર સવાલ ઉઠવા લાગશે. તો 2024નો ઈન્તજાર કરવો જ રહ્યો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.