બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / first in the world singapore to ban sugary drink ads

નિર્ણય / ખાંડયુકત પીણાની જાહેરખબર પર સિંગાપોરમાં પ્રતિબંધ મુકાયો

Published By: Mehul

Last Updated: 10:35 PM, 12 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સહિત અનેક દેશોમાં સિગારેટ, દારુ અને તમાકુની પ્રોડકટસની જાહેરખબર પર પ્રતિબંધ છે. જોકે સિંગાપોરે વધુ ખાંડનું પ્રમાણ ધરાવતા કોલ્ડ ડ્રીંકસ અને જયુસની જાહેરખબર પર સંપુર્ણ પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો છે. આવું પગલું ભરનારો સિંગાપોર દુનિયાભરમાં પ્રથમ દેશ છે.

  • વધુ ખાંડ ધરાવતા કોલ્ડ ડ્રીંક્સ અને જ્યૂસની જાહેરાત પર સિંગાપોરનો સંપુર્ણ પ્રતિબંધ
  • મેક્સિકો અને બ્રિટનમાં વધુ ખાંડયુક્ત કે કેલરી ધરાવતી ચીજોની જાહેરાત પર છે પ્રતિબંધ
  • લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને સિંગાપોર સરકારે આ નિર્ણય લીધો

સિંગાપોરની સરકારે લોકો ખાણી પીણીમાં ખાંડનું પ્રમાણ ઓછું કરે તેવા આશયથી આ નિર્ણય લીધો છે. સિંગાપોરની સરકાર હવે વધુ પડતી ખાંડ ધરાવતા પીણાને કોઇપણ રીતે પ્રોત્સાહન આપવા માગતી નથી. દુનિયાભરમાં સૌથી વધુ ડાયાબિટિશના દર્દીઓ ધરાવતા દેશોમાં સિંગાપોરનો પણ સમાવેશ થાય છે.

લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય કરવાની ફરજ પડી છે. જેના પગલે હવે ટીવી, અખબાર સહિત કોઇપણ માધ્યમમાં ખાંડયુકત પીણાની જાહેરખબર પ્રસારિત નહીં કરી શકાય. શહેરમાં બિલબોર્ડ કે અન્ય કોઇ રીતે પણ હવે જાહેરખબર મુકી નહીં શકાય. મેક્સિકો અને બ્રિટનમાં ખાસ કરીને બાળકોને દુર રાખવા વધુ ખાંડયુકત કે કેલેરી ધરાવતી ચીજોની જાહેરખબર પર પ્રતિબંધ છે. જોકે સિંગાપોર તેનાથી એક ડગલું આગળ વધ્યો છે. 

આવા પીણાની જાહેરખબર કોઇ ઓનલાઇન ચેનલ કે વેબસાઇટસમાં પણ નહીં કરી શકાય. સિંગાપોરની સરકાર હવે ખાંડયુકત પીણા બનાવતી કંપનીઓ અને તેની પ્રોડકટસ પર વધુ ટેકસ નાખવા પણ વિચારણા કરી રહી છે. 

આ ઉપરાંત ખાંડવાળા પીણાની બોટલ કે પેકમાં સ્પષ્ટ દેખાય તે રીતે ખાસ કલરમાં કેલેરી, ખાંડનું પ્રમાણ તેમજ ન્યુટ્રિશનની વિગતો દર્શાવવી પડશે. સિંગાપોરમાં બહાર ખાનારો એક મોટો વર્ગ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખાનપાનની આદતોમાં આવેલા બદલાવના કારણે ડાયાબિટિશના દર્દીઓ પણ ઝડપથી વધી રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cold Drinks Health News Health Update lifestyle news singapore ગુજરાતી ન્યૂઝ Decision

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ