બ્રેકિંગ ન્યુઝ
નવરાત્રીની આઠમે મહાગૈરીની પૂજા કરવામાં આવે છે. આ દિવસને દુર્ગા અષ્ટમી અને મહાઅષ્ટમીના નામથી પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2024માં 16 તારીખે મહાઅષ્ટમી છે. મહાગૌરીને બધી મનોકામનાઓ પુરી કરનાર માનવામાં આવે છે. માતાજીની કૃપા જે ભક્તો પર વરસે છે તેમના દરેક કાર્યો પુરા થઈ જાય છે.
ADVERTISEMENT

આઠમના દિવસે કરો આ ઉપાય
નકારાત્મકતા થાય છે દૂર
જો તમને કોઈ પ્રકારની નકારાત્મકતાનો અનુભવ થઈ રહ્યો છે તો આઠમના દિવસે તમારે કપૂરથી માતા મહાગૌરીની આરતી કરવી જોઈએ. તેના બાદ પૂજાની થાળીને આખા ઘરમાં ફેરવો. આ ઉપાય કરવાથી દરેક પ્રકારની નકારાત્મકતા દૂર થાય છે અને જીવનમાં સંતુલન આવે છે.
ADVERTISEMENT
ધન-ધાન્યમાં થશે વધારો
ઘરમાં જો ધન-ધાન્ય અને પ્રગતિ જોઈએ છે તો નવરાત્રીની આઠમે એક ગુલાબનું ફૂલ લેવું જોઈએ અને તેમાં કપૂર સળગાવી માતા દુર્ગાને અર્પિત કરો. તેનો ઉપાય કરવાથી મોટામાં મોટા દેવા ચુકાઈ જાય છે. સાથે જ ઉપાય ઘરમાં પ્રગતિ લાવે છે.

ADVERTISEMENT
સ્વાસ્થ્ય માટે
સ્વાસ્થ્ય લાભ માટે મહાગૌરીની પૂજા વખતે તમારે લાલ ગુલાબની માળા અર્પિત કરવી જોઈએ. આ ઉપાય કરવાથી શારીરિક મુશ્કેલી દૂર થશે અને માનસિક રીતે તમે સશ્કત થઈ જાવ છો.
ધન પ્રાપ્તી
ધન પ્રાપ્તી માટે નવરાત્રીના આઠમાં દિવસે માતાની પૂજા કર્યા બાદ તમે લવિંગ અને કપૂર માતાજીને અર્પિત કરી શકો છો અને તેના બાદ આ બન્નેને પોતાની તિજોરી કે પછી જ્યાં તમે ધન મુકો છો ત્યાં મુકી દો. આ ઉપાય કરવાથી ધન સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે. સાથે જ ધનમાં વૃદ્ધિ પણ થાય છે.
ADVERTISEMENT
દાંપત્ય જીવનમાં આવશે સ્થિરતા
દાંપત્ય જીવનમાં સ્થિરતા અને સુખ શાંતિ માટે વ્રત કરતા લોકોને શણગાર સામગ્રી માતાને અર્પિત કરવી જોઈએ. તેની સાથે જ આ ઉપાય પરિવારીક જીવનમાં સંતુલન લાવવા માટે પણ ખૂબ જ કારગર સાબિત થાય છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.