બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:10 AM, 15 April 2024
દેવોમાં ભક્તોની ભક્તિથી સૌથી જલ્દી પ્રસન્ન થઈને આશીર્વાદ આપનાર દેવ મહાદેવ છે. તે માત્ર એક લોટા જળથી જ પ્રસન્ન થઈ જાય છે. તેમને મનાવવા ખૂબ જ સરળ છે. સોમવારના દિવસે મહાદેવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે કોઈ પણ ભક્ત શિવલિંગની પૂજા વિધિવિધાનથી કરે તો તેની દરેક મનોકામનાઓ પુરી થઈ જાય છે.
ADVERTISEMENT
શિવલિંગ પર ઘી ચડાવવાના ફાયદા
મહાદેવના નિરાકાર રૂપ એટલે કે શિવલિંગની પૂજા કરવાના અમુક નિયમ જણાવવામાં આવ્યા છે. તે નિયમોમાંથી એક છે ભગવાન મહાદેવના શિવલિંગ પર ઘી ચડાવવું. શિવલિંગની પૂજા કરતી વખતે પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે.
ADVERTISEMENT
તેમાં દૂધ, ઘી, શાકર અને મધનો સમાવેશ થાય છે. માટે શિવલિંગ પર ઘી ચડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. શિવલિંગ પર દરરોજ ઘી ચડાવીને વ્યક્તિનું તેજ વધારી શકાય છે સાથે જ તેના જીવનમાં ઉલ્લાસ આવે છે.
માનસિક મુશ્કેલીઓથી મળે છે રાહત
શિવલિંગની પૂજા કરતી વખતે વ્યક્તિ ભક્તિમય થઈ જાય છે. મહાદેવની પૂજા કરવાથી વ્યક્તિનું મન શાંત થાય છે. તેની સાથે જ શિવલિંગ પર ઘી ચડાવવાથી વ્યક્તિને માનસિક મુશ્કેલીઓથી રાહત મળે છે.
મંત્રોની સાથે ઘી ચડાવવાથી મળશે ડબલ ફળ
ભગવાનની પૂજા કરતી વખતે મંત્રોનો જાપ કરવો ખૂબ જ શુભ હોય છે. મંત્રોના જાપ સાથે ભગવાનને અર્પિત કરવામાં આવેલી વસ્તુ સીધી ભગવાનને ચડે છે અને તેનું ફળ ભક્તોને મળે છે. આ પ્રકારે શિવલિંગ પર મંત્રોનો જાપ કરતા ઘી ચડાવવું જોઈએ.
શિવલિંગ પર ઘી ચડાવતા ॐ नमः शिवाय, और ॐ सोमेश्वराय नमः નો જાપ કરવો જોઈએ. તેની સાથે મૃત્યુંજય મંત્રનો ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्. उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्॥ પણ જાપ કરવામાં આવી શકે છે.
શિવલિંગ પર આ દિવસે ચડાવો ઘી
સોમવારનો દિવસ ભગવાન મહાદેવને સમર્પિત છે. માટે આ દિવસે તમે શિવજીને પ્રસન્ન કરી તેમનો આશીર્વાદ મેળવી શકો છો તો તમે સોમવારના દિવસે આપેલા મંત્રોનો જાપ કરતા શિવલિંગ પર ઘી ચડવો. માન્યતા છે કે જો મનમાં કોઈ ઈચ્છા હોય તો તેની કામના કરતા શિવલિંગ પર ઘી ચડાવવામાં આવે તો વ્યક્તિને સુખ સમૃદ્ધિ મળે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT