ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
કરવાચોથ 2022 :
વિવાહિત સ્ત્રીઓ દરવર્ષે આ વ્રત રાખે છે. અને આ વર્ષે આ વ્રત 13 ઑક્ટોબરનાં રોજ ઉજવવામાં આવશે. આ દિવસે તમામ વિવાહિત સ્ત્રીઓ પોતાના પતિની મંગલકામના માટે નિર્જળા ઉપવાસ કરે છે. કરવાચોથનો વ્રત દરવર્ષે કાર્તિકમાસનાં કૃષ્ણપક્ષની ચતુર્થીને દિવસે રાખવામાં આવે છે. પતિની લાંબી ઉંમર માટે આ વ્રત રાખવામાં આવે છે. કરવાચોથના દિવસે સુહાગણ રાત્રીના સમયે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરીને ઉપવાસ તોડે છે.
ADVERTISEMENT
આ વખતે બન્યો છે શુભ સંયોગ
આ વર્ષે 12 ઑક્ટોબરનાં રાત્રે 2 વાગ્યાંથી ચતુર્થીની શરૂઆત થાય છે અને 13 ઑક્ટોબરના રાત્રે 3:09 વાગ્યે સમાપ્ત થાય છે. આ દિવસે સાંજનાં 6 : 41 મીનિટ સુધી કૃતિકા નક્ષત્ર રહેશે. ત્યારબાદ રોહિણી નક્ષત્રની શરૂઈઆત થશે. કરવાચોથ વ્રતના દિવસે ચંદ્ર વૃષ રાશીમાં સંચાર કરશે. તેના પર રોહિણી નક્ષત્રનો સંયોગ મળી જવાથી કરવાચોથનો વ્રત સુહાગણો માટે અતિ શુભ છે.
પતિ-પત્નીનો સંબંધ મજબૂત થાય છે
ધાર્મિક માન્યતાઓ અનુસાર, કરવાચોથનું વ્રત કરવાથી વિવાહિત મહિલાઓને અખંડ સૌભાગ્યવતીનાં આશીર્વાદ મળે છે. કરવાચોથના દિવસે મહિલાઓ ભગવાન શિવ, માતા પાર્વતીની સાથે ગણેશ અને કાર્તિકની પૂજા પણ સંપૂર્ણ વિધિથી કરે છે. જેનાથી પતિ-પત્નીનો સંબંધ ગાઢ થાય છે.
ADVERTISEMENT
કરવાચોથ 2022 ના શુભ મૂહુર્ત
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો