બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Father Chotu Vasava upset with Mahesh Vasava who is going to join BJP

નિવેદન / ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર: ભાજપમાં જોડાવવા જઈ રહેલા મહેશ વસાવાથી પિતા છોટુ વસાવા નારાજ

Published By: Vishal Khamar

Last Updated: 09:03 AM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આદિવાસી વિસ્તારમાં વર્ચસ્વ ધરાવતા નેતાએ ભાજપનો ખેસ ધારણ કરવાની જાહેરાતની લઈ પિતા-પુત્ર વચ્ચે હવે ઘમસાણ મચ્યું છે. ત્યારે આ બાબતે પુત્રથી નારાજ થયેલા પિતાનાં નિવેદન આપતા હવે પુત્ર ભાજપમાં જોડાશે કે નહી તેને લઈ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.

મહેશ વસાવાનાં ભાજપમાં જવાનાં સંકેત વચ્ચે મહેશ વસાવાનાં પિતા છોટુ વસાવાએ મોટુ નિવેદન આપ્યું છે. મહેશ વસાવાથી નારાજ થઈ છોટુ વસાવાએ નિવેદન આપતા રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવી જવા પામ્યો હતો. આ બાબતે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે, સમાજ છોડીને કેમ જાય છે. તે મહેશ વસાવાને પૂછો. કોઈ તો કારણ હશે ને તે જવાબ આપશે. તેમજ મહેશ વસાવાની ભાજપમાં જોડાવવાની અટકળો વચ્ચે છોટુ વસાવાએ નારાજગી વ્યક્ત કરી હતી. મહેશ વસાવાની ભાજપમાં જોડાવાની જાહેરાત બાદ બંને પિતા-પુત્ર વચ્ચે ઘમાસાણ મચ્યું છે. 

ગત રોજ મહેશ વસાવાએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે થોડા દિવસ પહેલા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને btp ના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા સાથે બેઠક થઈ હતી ત્યારે બુધવારે મહેશ વસાવાએ ભાજપ જોડાવાનું નક્કી કર્યું છે અને vtv સાથેની વાતચીતમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે 11 માર્ચના રોજ તેઓ કમલમ ખાતે ભાજપમાં કેસરિયો ધારણ કરશે અને ત્યારબાદ મતવિસ્તારમાં શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવશે. 

ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખે BTP અધ્યક્ષ સાથે બેઠક યોજી હતી
ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ મહેશ વસાવા સાથે બેઠક કરી હતી. ત્યારે આ બેઠકમાં ભરૂચ લોકસભા સીટનાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પણ બેઠકમાં જોડાયા હતા. આ બેઠકમાં આગામી દિવસોમાં થનાર કાર્યક્રમો અંગે ચર્ચા થઈ હતી. BTP ના  અધ્યક્ષ મહેશ વસાવા જેઓ છોટુ વસાવાનાં પુત્ર છે. 

ભરૂચ બેઠક પર રાજકીય સમીકરણ
લોકસભાની ચૂંટણી લઈ ભાજપએ ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી ઉમેદવાર ચૈતર વસાવા સામે મજબૂત ટક્કર લેવા માટે રાજકીય ચોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે. જેનો માસ્ટર સ્ટોક પ્રથમ મહેશ વસાવાને ભાજપમાં લઈ જવાનો કહી શકાય. અત્રે જણાવીએ કે, ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે. ત્યારે એક ડેડિપાડા બેઠક પર આપનો પ્રભાવ છે અને જ્યાં ટક્કર લેવા માટે મહેશ વસાવાને ભાજપમાં ભેળવી દેવાશે.

વધુ વાંચોઃ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં જ ડૉક્ટર યુવતીએ ઈંજેક્શન મારી આપઘાત કર્યો: સુસાઇડ નોટમાં પ્રેમી PI ખાચર પર ગંભીર આક્ષેપો

ભરૂચ બેઠક પર કોંગ્રેસ અને આપનું ગઠબંધન
કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની બે લોકસભા સીટ પર ગઠબંધન કર્યું છે. જેમાં ભરૂચ લોકસભા સીટ પર આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવાની ટિકીટ આપવામાં આવી છે. જ્યારે ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટીકિટ આપવામાં આવી છે. ત્યારે બંને આદિવાસી નેતાઓ દ્વારા પુરજોશમાં પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે.  હવે કોણ વિજયી બનશે તે આગામી સમયમાં જ ખબર પડશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Big Statement Lok Sabha Election 2024 Mahesh Vasava chhotu vasava આદિવાસી વિસ્તાર છોટુ વસાવા મહેશ વસાવા મોટુ નિવેદન લોકસભા ચૂંટણી 2024 Lok Sabha Election 2024

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ