બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Doctor girl committed suicide by injection in Ahmedabad crime branch

આક્ષેપ / અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં જ ડૉક્ટર યુવતીએ ઈંજેક્શન મારી આપઘાત કર્યો: સુસાઇડ નોટમાં પ્રેમી PI ખાચર પર ગંભીર આક્ષેપો

Published By: Vishal Khamar

Last Updated: 09:58 AM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પરિસરમાં ર્ડાક્ટર યુવતી દ્વારા પીઆઈનાં ત્રાસથી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ બાબતે ગાયકવાડ હવેલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પરિસરમાં બાંકડા પર મહિલા તબીબે હાથ પર ઈંજેક્શન મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે તબીબ મહિલાએ કરેલ આત્મહત્યાને લઈ અનેક શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે. આ બાબતે ગાયકવાડ હવેલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તબીબ યુવતીનાં મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો હતો. તેમજ પેનલ ર્ડાક્ટર મારફતે મૃતદેહનું પીએમ કરવામાં આવ્યું હતું. 

ક્રાઈમ બ્રાંચ પરિસરમાં ર્ડાક્ટર યુવતીનો મૃતદેહ મળી આવ્યો
ખેડા જીલ્લાનાં બાલાસિનોરનાં વતની અને અમદાવાદ ખાતે શિવરંજની વિસ્તારમાં રહેતા પીજીમાં રહેતા વૈશાલી જોશીએ જેઓ અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. ગત રોજ બુધવારે 4 વાગ્યા આસપાસ વૈશાલીબેનનો મૃતદેહ ક્રાઈમ બ્રાંચની ઓફીસમાં ઈઓડબ્લ્યુની ઓફીસ બહાર બાંકડા પરથી મળી આવ્યો હતો. તેમજ વૈશાલીબેનનાં હાથમાં વીંગો હતી. તેમજ આજુબાજુમાંથી ઈંજેક્શન પણ મળી આવ્યા હતા. જેથી તેમણે આત્મહત્યા કરી હોવાની પોલીસને શંકા ગઈ હતી. ત્યારે આ બાબતની જાણ ગાયકવાડ હવેલી પોલીસને થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી યુવતીનાં મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. 

મૃતક ર્ડાક્ટરનાં માતા-પિતાને જણ કરતા તેઓ અમદાવાદ આવી પહોચ્યા હતા
આ બાબતે ક્રાઈમ બ્રાન્ચનાં અધિક પોલીસ કમિશ્નર નીરજ બડગુજરે જણાવ્યું હતું કે,વૈશાલીબેન શા માટે ક્રાઈમ બ્રાંચમાં આવ્યા હતા. તે જાણી શકાયું નથી. તેમજ આ ઘટનાં બાબતે વૈશાલીબેનનાં માતા-પિતાને જાણ કરવામાં આવતા તેઓ મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા. તેમજ આ સમગ્ર ઘટના બાબતે તેઓની પૂછપરછ કરવામાં આવશે. 

વધુ વાંચોઃ ઓપરેશન લોટસની અંદરની વાત, વાયા દિલ્લી કનેક્શનથી અંબરીષ ડેરના કેસરિયા થયા, પી.કે બસ નામ જ કાફી છે

PI ખાચરથી કંટાળી યુવતીએ જીવન ટૂંકાવ્યું હોવાનો સ્યુસાઈડ નોટમાં આક્ષેપ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચ પરિસરમાં ર્ડાક્ટર વૈશાલી જોશીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. મૃતક ર્ડાક્ટરનાં પર્સમાંથી 15 પેજની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ બી.કે.ખાચર વિરૂદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા હતા. તેમજ પીઆઈ  ખાચરથી કંટાળી યુવતીએ જીવન ટૂંકાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરજ બજાવતા પીઆઈ તેમજ મૃતક વચ્ચે પ્રેમ સબંધ હોવાનું જાણવા મળી રહ્યું છે. વૈશાલીબેનની મુલાકાત અને આપઘાત બાબતને લઈ પોલીસ દ્વારા મૌન સેવવામાં આવી રહ્યું છે. પોસ્ટમોર્ટમ બાદ આપઘાતનું સાચુ કારણ જાણવા મળી શકે છે. ત્યારે હાલ તો ગાયકવાડ હવેલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Crime Branch Suicide P.I. B.K. Khachar Vaishaliben Joshi ahmedabad અમદાવાદ ક્રાઈમ બ્રાંચ આપઘાત બી.કે.ખાચર ર્ડાક્ટર વૈશાલીબેન જોશી સ્યૂસાઈડ નોટ ahmedabad

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ