ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આજથી FASTagના નિયમોમાં મોટો ફેરફાર, આ લોકોને 5 વર્ષ સુધીનું ટેંશન સમાપ્ત

photo-story

5 ફોટો ગેલેરી

કામની વાત / આજથી FASTagના નિયમોમાં મોટો ફેરફાર, આ લોકોને 5 વર્ષ સુધીનું ટેંશન સમાપ્ત

Last Updated: 11:51 AM, 2 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજથી દિવ્યાંગજનોના ફાસ્ટેગની માન્યતા દિવ્યાંગતાના ટકા પ્રમાણે 3 કે 5 વર્ષની થઈ ગઈ છે. જેમાં હવે દર વર્ષે રિન્યુઅલની ઝંઝટ મુક્ત થઈને ટોલ છૂટનો લાભ વધુ સરળ બન્યો છે.

1/5

photoStories-logo

1. ફાસ્ટેગના નિયમો

આજથી, 2 ઓક્ટોબર 2026થી સરકારે દિવ્યાંગજનો અને પર્સન વિથ ડિસેબિલિટીઝ (PwD) માટે ટોલ છૂટવાળા એક્સેમ્પ્ટેડ ફાસ્ટેગના નિયમોમાં મહત્વના ફેરફાર કર્યો છે. અગાઉ દર વર્ષે ફાસ્ટેગ રિન્યુ કરાવવું પડતું હતું પરંતુ હવે તેની માન્યતા દિવ્યાંગતાના ટકાવારીના આધારે નક્કી થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. નવા નિયમ

નવા નિયમ મુજબ, જેમની દિવ્યાંગતા 70 ટકાથી 100 ટકા સુધી નોંધાયેલી છે, તેમના ફાસ્ટેગની માન્યતા પાંચ વર્ષની રહેશે. જ્યારે જેમની દિવ્યાંગતા 40 ટકા કે તેથી વધુ પરંતુ 70 ટકાથી ઓછી છે તેમના ફાસ્ટેગની માન્યતા ત્રણ વર્ષની રહેશે. આને કારણે પાત્ર લાભાર્થીઓને દર વર્ષે રિન્યુઅલની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. દરેક વાહન માટે નથી

આ છૂટવાળું ફાસ્ટેગ દરેક વાહન માટે નથી મળતું. તે માત્ર એવા વાહનો માટે ઈશ્યુ થાય છે જે શારીરિક દિવ્યાંગતા ધરાવતા લોકોના ઉપયોગ માટે ખાસ ડિઝાઇન અને તૈયાર કરવામાં આવ્યા હોય કે ‘દિવ્યાંગજન’ ઓનરશિપ કેટેગરીમાં રજિસ્ટર્ડ વાહનો માટે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કેમ કરાયો ફેરફાર?

સરકારે આ ફેરફાર એટલા માટે કર્યો છે કે અગાઉની વ્યવસ્થામાં દર વર્ષે ડોક્યુમેન્ટ અને પ્રક્રિયા પૂરી કરવી પડતી હતી જે ઘણા દિવ્યાંગજનો માટે મુશ્કેલીનું કારણ બનતું હતું. હવે દિવ્યાંગતાના ટકાના આધારે લાંબી વેલીડીટી મળતાં વારંવાર રિન્યુઅલની જરૂરિયાત દૂર થઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ડોક્યુમેન્ટ

વેલીડીટી પૂરી થયા પછી ફરીથી રિન્યુ કરાવવું પડશે. તે સમયે લાભાર્થીની પાત્રતા, માન્ય દિવ્યાંગતા પ્રમાણપત્ર, યુનિક ડિસેબિલિટી આઈડેન્ટિટી કાર્ડ (UDID) અને બીજા જરૂરી ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવશે. તેથી લાભાર્થીઓએ પોતાના ડોક્યુમેન્ટ માન્ય રાખવા જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

disabilities rules changes FASTag
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ