બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Food and Recipe / Fast Science And Research Says Fasting Has Health Benefits

સ્વાસ્થ્ય / ભગવાનની શ્રદ્ઘા માટે કરેલુ વ્રત સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, રિસર્ચમાં થયો ખુલાસો

Published By: vtvAdmin

Last Updated: 04:05 PM, 22 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રાવણ મહિનો શરૂ થવાનો છે ત્યારે ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે. ભોળનાથ અને દેવાના દેવને ખુશ કરવા માટે મહિનો સાત્વિક જીવન જીવવાનો પ્રયત્ન કરે છે.

પરંતુ શું તમે જાણો છો કે ઉપવાસ કે વ્રત ફકત આસ્થાના કારણે જ રાખવામાં આવે તેવુ નથી. આ વ્રત અને ઉપવાસના ફાયદા પણ છે અને તેના વૈજ્ઞાનિક આધાર માટે અનેક રિસર્ચ પણ થયા છે. તો જર્મનીની 2 સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી સંયુક્ત શોધમાં ઉપવાસ સંબંધિત અનેક માહિતીઓ સામે છે. 

વ્રત રાખવાથી કે પછી જમવા વચ્ચે લાંબો સમય ખાલી પેટ રાખવાથી અનેકગણા ફાયદા થાય છે. તો આપણે એક દિવસ ઉપવાસ રાખીએ અને ફક્ત પાણી પીને રહીએ છીએ તો આપણુ જીવન બીજાના કરતા 5% વધારે હોઇ શકે છે. જે લોકો નિયમિત રૂપે ભોજન લે છે, તેમની ઉંમર વધતા ચાલ ધીમી પડી જાય છે. જ્યારે ઉપવાસ કરતા લોકોમાં વૃદ્ઘાવસ્થામાં પણ સતર્કતા વધી જતી હોય છે. વૈજ્ઞાનિકોએ આ માટે વૃદ્ધાવસ્થા સાથે જોડાયેલ 200 જેટલી સમસ્યાઓ પર પણ ધ્યાન  આપ્યુ હતુ. 

શોધમાં સામે આવ્યુ છે કે, જે લોકો ઓછું ખાય છે તેમનુ શરીર લાંબા સમય સુધી ફિટ રહે છે, તો બીજી તરફ જે લોકોનો ખોરાક વધુ હોય છે તેમનું શરીર જલ્દીથી જવાબ આપી દેતું હોય છે. શરૂઆતમાં ઉપવાસ કરવામાં સમસ્યા ઉભી થઇ શકે છે. પરંતુ સમય સાથે શરીરને ભૂખ્યા રહેવાની આદત પડી જાય છે. જે લોકો સતત 12 કલાક સુધી કંઇ જ નથી ખાતા તેમના શરીરમાં ઓટોફાગી માની સફાઇ પ્રક્રિયા શરૂ થઇ જાય છે. ભૂખ અને ઉપવાસ શરીરમાં નવી કોશિકાઓનુ નિર્માણ માટે ફાયદારૂપ છે. ઓટોફાગીની શોધ માટે 2016માં જાપાની વૈજ્ઞાનિક યોશિનોરી ઓસુમીને નોબલ પુરસ્કાર મળ્યો હતો. 

હાલના દિવસોમાં કેન્સરના કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે. પરંતુ જણાવી દઇએ કે, સાત્વિક ભોજન અને ઉપવાસનો ફરાળ કરવાથી, તેમજ કાંદા-લસણ, માંસાહાર અને તળેલા પદાર્થોથી દૂર રહીને ફકત ફળ સાથે ઉપવાસ કરવાથી આરોગ્ય તો સુધરશે સાથે જ કેન્સર થવાની શક્યતા પણ ઘટી જશે. આ સાથે જ વ્રત કરવાવાળાને શરીર પણ ખૂબ જ હળવુ અનુભવાય છે. 

વ્રત રાખવાથી શરીરમાં એવા હોર્મોન્સ નીકળે છે. જે ફેટી ટિશ્યૂઝને મદદ કરે છે. એટલે કે તમારું વજન ઓછુ થઇ શકે છે. રિસર્ચમાં સામે આવ્યુ છે કે, શોર્ટ ટમ ફાસ્ટિંગ એટલે કે થોડા સમય સુધીની ઉપવાસથી શરીરનું મેટાબોલિઝમ ઝડપી થઇ જાય છે, જેથી શરીર ઉતારવામાં મદદરૂપ થાય છે. 

વ્રત કરવાથી શરીર શુદ્ઘ થાય છે. શરીરમાંથી ઝેરીલા તત્વો બહાર નીકળે છે. પરંતુ શરત એટલી છે કે આ વ્રત દરમિયાન તમારે ફક્ત ફળ  અને શાકભાજીનું સેવન કરવાનું હોય છે. આર્યુવેદ અનુસાર, વ્રત રાખવાથી શરીરમાં જઠરાગ્રિ વધે છે. તેનાથી પાચન ખૂબ સારી રીતે થાય છે અને ગેસની સમસ્યા પણ દૂર થાય છે. 

વ્રત આપણા શરીરને હળવુ કરવામાં મદદ કરે છે અને સાથે સાથે મગજને પણ વધુ ફ્રેશ રાખે છે. વ્રતની સકારાત્મક અસર આરોગ્ય પર પડે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Fast Health Benefits lifestyle આરોગ્ય Health

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ