બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / Farmers can earn millions of rupees by planting this cash crop in April
Last Updated: 08:09 PM, 4 April 2024
ખેતીની દ્રષ્ટીએ એપ્રિલ મહિનામાં રવિ પાકની લણણી થઈ ગઈ હોય છે. રવિ પાકની લણણી બાદ 50 થી 60 દિવસ સુધી ખેતર ખાલી રહેતા હોય છે. તે સમયગાળા દરમિયાન કેટલાક રોકડિયા પાકોની ખેતી કરી કમાણી કરી શકાય છે. આજે એવા પાકો વિશે જણાવશું જેને તમે એપ્રિલ મહિનામાં ઉગાડીને સારી એવો નફો કરી શકો છો.
ADVERTISEMENT

એપ્રિલ મહિનામાં ખેડૂતો મગની ખેતી કરી શકે છે. કારણ કે મગની ખેતીમાં સમયગાળો વધુ નથી લાગતો. મગનો પાક 60 થી 70 દિવસમાં તૈયાર થઈ જાય છે. જેનાથી ખેડૂતને ટૂંકાગાળામાં વધારે ફાયદો થઈ શકે છે. આ સિવાય ખેડૂતો એપ્રિલ માસમાં મગફળીની ખેતી કરી શકે છે. મહિનાના છેલ્લા અઠવાડિયામાં તેનું વાવેતર કરી શકાય છે.
ADVERTISEMENT
વાંચવા જેવું: વધતું કોલેસ્ટ્રોલ તમારા માટે જોખમી, દિલથી લઈને દિમાગ સુધી શરીરમાં થઈ શકે ગંભીર નુકસાન
રવિ પાકની લણણી બાદ તમે એપ્રિલ મહિનામાં મકાઈની ખેતી કરી શકો છો. સામાન્ય રીતે ઉત્તર ભારતમાં મકાઈની વધુ ખેતી થાય છે. મકાઈમાંથી ખેડૂતોને સારો નફો મળી શકે છે. માર્કેટમાં બેબી કોર્નની માગ વધતા મકાઈની ખેતી આર્થિક રીતે ફાયદાકારક સાબીત થઈ શકે છે. તમે માત્ર 60 જ દિવસમાં નફો કમાઈ શકો છો.
ADVERTISEMENT
રવિ પાકની લણણી બાદ તમારે તમારા સ્થળ અને આબોહવા મુજબ એક્સપર્ટની યોગ્ય સલાહ મુજબ એપ્રિલ મહિનામાં રોકડિયા પાકનું વાવેતર કરવું જોઈએ.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.