બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / VTV વિશેષ / Even a marginal relief in petrol-diesel will ultimately benefit the public

મહામંથન / પેટ્રોલ-ડીઝલમાં નજીવી રાહત પણ સરવાળે જનતાને આ ફાયદો તો થવાનો જ? ઓછામાં ઘણું

Dinesh

Last Updated: 09:37 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: પેટ્રોલ-ડીઝલના ભાવમાં 2 રૂપિયાના થયેલા ઘટાડાને પણ ચૂંટણીલક્ષી નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે, સ્વભાવિક રીતે સરકાર તરફથી પણ પોતાના તર્ક આપવામાં આવ્યા છે

સામાન્ય માણસ માટે જ્યારે રાહત આપતી કોઈ જાહેરાત સરકાર તરફથી થાય ત્યારે તેને મોટેભાગે ચૂંટણી સાથે જોડવામાં આવે છે. જેની લાંબા સમયથી અટકળો હતી એ પેટ્રોલ-ડીઝલના ભાવમાં 2 રૂપિયાના થયેલા ઘટાડાને પણ ચૂંટણીલક્ષી નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે. સ્વભાવિક રીતે સરકાર તરફથી પોતાના તર્ક આપવામાં આવ્યા. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાની ચર્ચા એટલી હદે થતી હોય છે અને આ ગણિત એટલું પેચીદું છે કે સામાન્ય માણસ માટે ભાવમાં નજીવો ઘટાડો પણ મોટી રાહત આપનારો છે. અત્યારે બે મુદ્દા મહત્વના છે. પહેલો મુદ્દો એ કે ચૂંટણીની જાહેરાતને હવે ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે આ ભાવ ઘટાડો ચૂંટણીલક્ષી છે કે નહીં. બીજુ એ કે 95 રૂપિયા આસપાસ પેટ્રોલ મળે અને બે કે ત્રણ રૂપિયા ઘટે તો સરવાળે સામાન્ય માણસને 92 કે 93 રૂપિયામાં પેટ્રોલ મળવાનું છે, આ જ ભાવની આસપાસની સ્થિતિ ડીઝલની રહેવાની છે. હવે દેશમાં ઈંધણ સસ્તું થાય તો સરવાળે અન્ય ચીજવસ્તુઓના ભાવ ઘટે કે નહીં?. ધારો કે ડીઝલમાં ભાવ ઘટ્યા તો સરવાળે ટ્રાન્સપોર્ટેશન ઉપર આધાર રાખતી જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ ઘટે કે નહીં, સામાન્ય માણસને ફકત પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાનો જ ફાયદો મળે કે એકંદરે વધુ ફાયદો થવો જોઈએ. ભાજપ શાસિત રાજ્યોએ વેટ ઘટાડ્યા ત્યારે અન્ય પક્ષ દ્વારા શાસિત જે રાજ્યો છે તેમના અને ભાજપ શાસિત રાજ્યો વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કેટલું અંતર છે. 

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સરકારે ઘટાડો કર્યો
કેન્દ્ર સરકાર તરફથી વધુ એક રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સરકારે ઘટાડો કર્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો ઘટાડો થયો છે, અગાઉ સરકારે રાંધણ ગેસના ભાવ ઘટાડ્યા હતા. સરકારે LPGના ભાવમાં 100 રૂપિયા ઘટાડ્યા હતા.  સવાલ એ છે કે ભાવમાં ઘટાડાનો ફાયદો સામાન્ય માણસને મળે છે કે નહીં? પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાનો ફાયદો સામાન્ય માણસને થશે? ભાવ ઘટે છે તો તેનો એકંદરે તમામ સ્તરથી ફાયદો કેમ નથી થતો?

ભારતમાં પેટ્રોલ-ડીઝલનો સરેરાશ ભાવ
પેટ્રોલ
94/લીટર

ડીઝલ
87/ લીટર

ભારતની સાપેક્ષે અન્ય દેશમાં પેટ્રોલના ભાવ
ઈટાલી
168.01
79% વધુ

ફ્રાંસ
166.87
78% વધુ

જર્મની
159.57
70% વધુ

સ્પેન
145.13
54% વધુ

ભારતની સાપેક્ષે અન્ય દેશમાં ડીઝલના ભાવ
ઈટાલી
163.21
88% વધુ

ફ્રાંસ
161.57
86% વધુ

જર્મની
155.68
79% વધુ

સ્પેન
138.07
59% વધુ

પેટ્રોલિયમ મંત્રીએ શું કહ્યું?
અન્ય દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 50 થી 72%નો વધારો થયો. 1973 પછી 50 વર્ષમાં સૌથી ગંભીર ઓઈલ સંકટ છે. ભારતમાં છેલ્લા અઢી વર્ષમાં ઈંધણના ભાવ 4.65% ઓછા થયા તેમજ ભારતમાં પેટ્રોલ-ડીઝલનો સપ્લાય અવિરત રહ્યો છે. મોદી સરકારના કાર્યકાળ પહેલા આપણે 27 દેશ પાસેથી ઓઈલ ખરીદતા હતા.  હાલ 39 દેશ પાસેથી પેટ્રોલ-ડીઝલ, અને ગેસ ખરીદી રહ્યા છીએ. ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા કે તુરત જ સરકારે સ્થાનિક સ્તરે રાહત આપી છે. ભાજપ શાસિત સિવાયના રાજ્યોએ હજુ વેટ ઘટાડ્યો નથી

ભાજપ શાસિત રાજ્યોના વખાણ
પેટ્રોલિયમ મંત્રીએ ભાજપ શાસિત રાજ્યોમાં વેટ ઘટાડાની વાત કરી છે. તાજેતરમાં જ રાજસ્થાન સરકારે પેટ્રોલ-ડીઝલમાં વેટ ઘટાડ્યો છે. પેટ્રોલ-ડીઝલમાં 2% જેટલા વેટના ઘટાડાથી ભાવમાં પ્રતિ લીટર 5 રૂપિયા જેટલો ઘટાડો થયો છે. હરદીપસિંહ પુરીએ કહ્યું કે વિપક્ષી રાજ્યો પણ વેટ ઘટાડે છે. ભાજપ શાસિત રાજ્યો અને અન્ય રાજ્યો વચ્ચે પેટ્રોલના ભાવમાં 15 જેટલો તફાવત

છેલ્લા અઢી વર્ષમાં ઘટ્યા ભાવ
નવેમ્બર 2021 અને મે 2022માં સરકારે એક્સાઈઝ ડ્યુટી ઘટાડી છે. ભાજપ શાસિત રાજ્યોને કેન્દ્રએ વેટ ઓછો કરવા કહ્યું છે. ભાજપ શાસિત રાજ્યો અને અન્ય રાજ્યો વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર થયો છે. એક્સાઈઝ ડ્યુટી ઘટવાથી પેટ્રોલ પ્રતિ લીટર 13 રૂપિયા જેટલું સસ્તું થયું હતું. એક્સાઈઝ ડ્યુટી ઘટાડાથી ડીઝલ લગભગ 15 રૂપિયા પ્રતિ લીટર જેટલું સસ્તું થયું. નવેમ્બર 2022થી અત્યાર સુધી પેટ્રોલના ભાવમાં આશરે 15 રૂપિયાનો ઘટાડો થયો છે.  ડીઝલના ભાવ નવેમ્બર 2022થી અત્યાર સુધીમાં 17 રૂપિયા જેટલા ઘટ્યા છે

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 
અમદાવાદ
પેટ્રોલ- 94.50
ડીઝલ- 90.11        

સુરત            
પેટ્રોલ- 94.30
ડીઝલ- 89.99

વડોદરા            
પેટ્રોલ- 94.07
ડીઝલ- 89.74

રાજકોટ            
પેટ્રોલ- 94.24
ડીઝલ- 89.93

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ