ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / EPFO નો મોટો નિર્ણય: ₹25,000 સેલેરી મર્યાદાથી પેન્શનમાં થશે અધધ વધારો
7 ફોટો ગેલેરી
Last Updated: 04:35 PM, 24 September 2026
1/7
કેન્દ્ર સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના નિયમોમાં મોટો સુધારો કર્યો છે. ઈપીએફ કવરેજ માટેની બેઝિક સેલેરીની લિમિટ (Wage Ceiling) ને ₹15,000 થી વધારીને ₹25,000 કરવામાં આવી છે. સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા અંદાજે 51 લાખ નવા કર્મચારીઓ સીધા EPFO ની વિવિધ સુરક્ષા યોજનાઓનો લાભ મેળવતા થશે.
2/7
ADVERTISEMENT
3/7
4/7
ADVERTISEMENT
5/7
કર્મચારીના મૂળ પગાર (Basic Salary) ના 12% હિસ્સો PF ખાતામાં જમા થાય છે, અને એટલી જ રકમ (12%) કંપની દ્વારા પણ યોગદાન આપવામાં આવે છે. કંપનીના આ 12% યોગદાનમાંથી 8.33% હિસ્સો EPS (પેન્શન ફંડ) માં જાય છે: જૂના નિયમ મુજબ ₹15,000 ની મર્યાદા પર કંપની દર મહિને વધુમાં વધુ ₹1,250 પેન્શન ફંડમાં જમા કરતી હતી. હવે ₹25,000 ની નવી લિમિટ અમલી બનતા દર મહિને ₹2,088 પેન્શન ફંડમાં જમા થશે. 3.67% હિસ્સો EPF ખાતામાં જમા થાય છે.
6/7
જે કર્મચારીઓએ 20 વર્ષથી વધુ સમય સેવા આપી છે, તેમના પેન્શનની ગણતરીમાં 2 વર્ષનો 'બોનસ સર્વિસ પિરિયડ' ઉમેરવામાં આવે છે. જો કોઈ કર્મચારીએ 35 વર્ષ નોકરી કરી હોય અને 2 વર્ષનો બોનસ પિરિયડ ગણવામાં આવે તો કુલ ગણતરી માટે 37 વર્ષ ધ્યાનમાં લેવાશે. જૂની મર્યાદા (₹15,000) મુજબ: (15,000 X 37) / 70 = ₹7,928 પ્રતિ માસ પેન્શન. નવી મર્યાદા (₹25,000) મુજબ: (25,000 X 37) / 70 = ₹13,224 પ્રતિ માસ પેન્શન. દર મહિને સીધો ફાયદો: કર્મચારીને દર મહિને ₹5,296 નો વધારાનો ચોખ્ખો લાભ થશે.
ADVERTISEMENT
7/7
હવેથી જે કર્મચારીઓનો બેઝિક પગાર ₹25,000 સુધીનો છે, તેઓ આપમેળે અને ફરજિયાતપણે EPFO હેઠળ આવરી લેવામાં આવશે. ₹25,000 ના બેઝિક પગાર પર કર્મચારી અને માલિક બંને તરફથી માસિક ₹3,000 નું યોગદાન આપવામાં આવશે. આ ફેરફાર કર્મચારીઓ માટે નિવૃત્તિ પછીની આર્થિક સુરક્ષા વધુ મજબૂત બનાવશે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ