ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Entry of Bapuji from Tarak Mehta ka ulta chashma in Badshah song Pani Pani you will be laughing watching VIDEO

Viral / બાદશાહના સોન્ગ 'પાની પાની'માં થઈ તારક મહેતાના 'બાપુજી'ની એન્ટ્રી, વીડિયો જોઈ હસી હસીને બેવડા વળી જશો

Published By: Noor

Last Updated: 09:15 AM, 18 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિંગર અને રેપર બાદશાહનું નવું ગીત પાની-પાની રિલીઝ થતાં જ ધૂમ મચાવી રહ્યું છે. તેના પર ઘણાં મીમ્સ પણ બનાવવામાં આવી રહ્યાં છે. ત્યારે તારક મહેતાના 'બાપુજી'ની આ સોન્ગમાં એન્ટ્રી જોવાલાયક છે.

ADVERTISEMENT

  • સિંગર અને રેપર બાદશાહનું નવું ગીત પાની-પાની થયું હિટ
  • તારક મહેતાના 'બાપુજી'ની આ સોન્ગમાં એન્ટ્રી જોવાલાયક છે
  • વીડિયો આગની જેમ થઈ રહ્યો છે વાયરલ

બાદશાહે તેના ગીત પર બનેલો એક ફની વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ગીત તો બાદશાહે ગાયું છે પરંતુ કલાકાર તરીકે તમને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચંપક ચાચા જોવા મળશે. શોના એક્ટર જેઠાલાલ પોતાના બાપુજીને પાણીથી બચાવતા જોવા મળી રહ્યા છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by BADSHAH (@badboyshah)

સોન્ગમાં બાપુજીની એન્ટ્રી

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો એકદમ ફની છે અને બાદશાહે પોતે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેને શેર કર્યો છે. આ વીડિયોની શરુઆત બાદશાહ અને જેક્લીન જોવા મળે છે, પરંતુ ગીતમાં પાની પાનીની લાઈન આવતા જ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના બાપુજી જોવા મળે છે. રોશનસિંહ સોઢી દ્વારા શરૂ કરાયેલી પાઈપલાઈનને કારણે બાપુજી ફસાયા હતા.

જેઠાલાલે બચાવ્યો બાપુજીનો જીવ

પાણીના જોરદાર પ્રવાહથી જેઠાલાલ બાપુજીને બચાવવાનો પ્રયત્ન કરતા જોવા મળે છે અને અંતે તે બૂમ પાડીને કહે છે કે અરે બંધ કર, બંધ કર. આ સાથે વીડિયો પણ સમાપ્ત થાય છે. જોકે આ ખૂબ જ નાનકડો વીડિયો છે, પરંતુ આ રીતે બાદશાહના ગીતમાં બાપુજીની એન્ટ્રી જોઈ ચાહકોને ખૂબ જ મજા આવી રહી છે. ખુદ જેક્લીને પણ તેને ફની ગણાવીને રિએક્ટ કર્યું છે.

જ્યારે ગોકુલધામમાં થઈ હતી પાણીની તંગી

તમને જણાવી દઈએ કે આ વીડિયો તારક મહેતાના એ એપિસોડનો છે જ્યારે ગોકુલધામ સોસાયટીમાં પાણીની અછત સર્જાઈ હતી. જેના કારણે એકમાત્ર સેક્રેટરી આત્મારામ ભીડે પાણીનું  ટેન્કર મંગાવે છે. પાણી ચાલુ કરવા દરમિયાન ઉત્સાહમાં આવીને બાપુજી પાણીનાં ટેન્કરની પાસે જઈને જોવા લાગેછે, ત્યારે જ સોઢી ઢાકણું ખોલે છે અને બાપુજી પાણીના ફોર્સને કારણે દિવાલમાં ચોંટી જાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Badshah song Pani Pani TMKOC Bapuji Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ