બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / થિયેટર બાદ હવે OTT પર ધમાલ મચાવશે 'Saiyaara', જુઓ ક્યારથી

મનોરંજન / થિયેટર બાદ હવે OTT પર ધમાલ મચાવશે 'Saiyaara', જુઓ ક્યારથી

Priyankka Triveddi

Last Updated: 12:34 PM, 12 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વિકેન્ડ પર જો થિયેટરમાં મૂવી જોવા જવા માંગતા હોય તો એક તમિલ ફિલ્મ 'મિરાઈ' રીલીઝ થઈ છે. સાથે એક ગુજરાતી ફિલ્મ 'મૈયરમાં મનડું નથી લાગતું' પણ 25 વર્ષ પછી રી-રીલીઝ થઈ છે. પણ જો તમે ઘરે રહીને જ ચીલ કરવા માંગો છો તો હાલની અતિ લોકપ્રિય બનેલી લવ સ્ટોરી OTT પર રીલીઝ થઈ છે. જેની મજા તમે માણી શકો છો.

Saiyaara OTT Release: આખરે ઇન્તઝાર થયો ખતમ જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આ વર્ષની બ્લોક બસ્ટર લવ સ્ટોરી એટલે કે અહાન પાંડે અને અનિત પડ્ડાની 'સૈયારા' થિયેટરમાં ધૂમ મચાવ્યાં પછી હવે OTT પર ધૂમ મચાવવા આવી ગઈ છે. આ ફિલ્મને OTT પર રીલીઝ કરી દેવાઈ છે. તો જો તમે પણ હજુ આ ફિલ્મ ના જોઈ હોય કે જોઈ હોય અને ફરી જોવા માંગતા હોવ તો આ વિકેન્ડને રોમેન્ટિક બનાવવા માટે જાણી લો કે ક્યાં અને કયા OTT પ્લેટફોર્મ પર તમે સૈયારા જોઈ શકશો.

saiyaara-film,

યુવાનોને ખૂબ પસંદ આવેલી આ ફિલ્મ

ડિરેક્ટર મોહિત સૂરીની મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ 'સૈયારા' યંગસ્ટરને સૌથી વધુ પસંદ પડેલી અને લોકપ્રિય બનેલી ચર્ચિત ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મે નવોદિત કલાકારો અહાન પાંડે અને અનિત પડ્ડાને રાતોરાત સ્ટાર બનાવી દીધા. 'સૈયારા' 18 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે યંગસ્ટરમાં એક અલગ જ ક્રેઝ ઊભો કર્યો હતો. અને આ ફિલ્મે થિયેટરમાં રેકોર્ડ બ્રેક કમાણી પણ કરી હતી. યંગસ્ટરની લાગણીને રજૂ કરતી આ ફિલ્મના સોંગ્સ અને સીન સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. જો કે એ વાત પણ છે કે આ ફિલ્મને લઇ લોકોમાં અલગ જ ક્રેઝ જોવા મળ્યો હતો અને જેના વીડિયો પણ વાયરલ થયા હતા જેમાં લોકો થિયેટરમાં જોર જોરથી રડતાં હતો. તો ક્યાંક લોકો બેહોશ થઈ ગયા હતા તો વળી કોઈક તો હાથમાં બોટલ ચડતી હોય તે હાલતમાં પણ મૂવી જોવા ગયા હતા. આ ફિલ્મમાં લોકો થિયેટરમાં ચીસો પાડતા અને બુમાબૂમ કરતાં નજર આવ્યા હતા.

ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન

આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ ઘણી કમાણી કરી હતી. વિશ્વભરમાં 'સૈયારા' એ 500 કરોડથી વધુ કમાણી કરી હતી. ભારતમાં પણ તેનું કલેક્શન ઘણી બીજી મોટા બજેટની ફિલ્મો કરતાં વધારે થયું હતું. તેણે ફક્ત ભારતમાં જ લગભગ 330 કરોડની કમાણી કરી હતી.

વધુ વાંચો: ચાલુ ટ્રેને કૂદી ગઇ બોલીવુડ એક્ટ્રેસ! થઇ ઘાયલ, પોસ્ટ કરીને લખ્યું '...અને હું કૂદી ગઇ'

Vtv App Promotion 2

OTT રીલીઝ

દર્શકો સૈયારા ફિલ્મ OTT પર આવે તેની આતુરતાથી રાહ જોઈને બેઠા હતા. જે આખરે સમાપ્ત થઈ ગઈ છે. બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા પછી હવે તેને ઓનલાઈન સ્ટ્રીમ કરવામાં આવ્યું છે. 'સૈયારા' આજે એટલે કે 12 સપ્ટેમ્બરના રોજ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. જો તમે હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી અથવા ફરીથી જોવા માંગતા હો તો તમે આ ફિલ્મ ઘરે બેઠા જોઈ શકો છો. નેટફ્લિક્સે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. પોસ્ટમાં લખ્યું હતું કે,

Krish aur Vaani ki kahaani ab aapki - forever and ever and ever ✨
Watch Saiyaara, out now on Netflix.
" ક્રિશ અને વાણીની કહાણી હવે થઈ તમારી"

'સૈયારા'માં અહાન પાંડેએ ક્રિશ કપૂરની ભૂમિકા ભજવી છે અને અનિતા પદ્દાએ વાણી બત્રાની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. તેનું દિગ્દર્શન મોહિત સુરી દ્વારા કરવામાં આવ્યું છે. આ શુક્ર, શનિ કે રવિમાં તમે આ ફિલ્મ જોવો એ પહેલા ઘરે જતાં જતાં કે ઓફિસમાં કાનમાં હેડફોન પહેરીને સૈયારાનું આ અતિ લોકપ્રિય ગીત સાંભળી લે જો, મૂડ સારો થઈ જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Saiyaara OTT Release Saiyaara on Netflix Entertainment
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ