બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / VIDEO: 'હું પસ્તાવું છું..', આખરે બચ્ચન સાથે ગેરવ્યાજબી વર્તન કરનાર ગુજરાતી બાળકને પડ્યું ભાન

મનોરંજન / VIDEO: 'હું પસ્તાવું છું..', આખરે બચ્ચન સાથે ગેરવ્યાજબી વર્તન કરનાર ગુજરાતી બાળકને પડ્યું ભાન

Published By: Maulik Patel

Last Updated: 09:13 PM, 20 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

‘કૌન બનેગા કરોડપતિ 17 જૂનિયર’ના સ્પર્ધક ઇશિત ભટ્ટે અમિતાભ બચ્ચન સાથેના વર્તન માટે વીડિયો શેર કરી માફી માંગી. તેણે વચન આપ્યું કે ભવિષ્યમાં વધુ વિનમ્ર અને આદરપૂર્વક વર્તન કરશે.

'કૌન બનેગા કરોડપતિ' (કેબીસી) 17 જૂનિયરના 10 વર્ષના ઇશિત ભટ્ટના હોસ્ટ અમિતાભ બચ્ચન સાથે થયેલા વર્તનએ બધાને અકર્ષ્યા છે. ગુજરાતના ગાંધીનગરના પાંચમા ધોરણના વિદ્યાર્થી ઇશિતે શોમાં અત્યંત આત્મવિશ્વાસ દર્શાવ્યો, પરંતુ તેને 'બદમાશી' તરીકે ગણાવીને સોશિયલ મીડિયા પર તીખી ટીકા થઈ. લોકોએ તેના માતા-પિતાની પરવરિશ પર પણ સવાલ ઉભા કર્યા. આખરે, ઇશિતે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને અમિતાભજી સહિત તમામને માફી માંગી છે, જેમાં તેણે કહ્યું કે તેને તેના વર્તનનો ઘણો અફસોસ છે અને તે ભવિષ્યમાં વધુ વિનમ્ર રહેશે.

ISHIT-COVER

એપિસોડમાં ઇશિતના વર્તનના લીધે વિવાદ વકર્યો હતો. જ્યારે અમિતાભજીએ રુલ્સ સમજાવવાનું શરૂ કર્યું, ત્યારે ઇશિતે તેમને વચ્ચે અટકાવીને કહ્યું, "મને રુલ્સ ખબર છે, તેથી આપને મને અત્યારે રુલ્સ સમજાવવાની જરૂર નથી." પ્રશ્નો પૂછતા પહેલા જ તે જવાબ આપીને 'લોક કરો' કહેવા લાગ્યો. એક પ્રશ્નમાં તેણે કહ્યું, "સર, એક લોક નહીં, તેમાં ચાર લોક લગાડો, પણ લોક કરો." રામાયણ સંબંધિત પ્રશ્ન પર તેણે વિકલ્પો પહેલાં જ માંગ્યા, "અરે, વિકલ્પો આપો." આ વર્તનને દર્શકોએ 'અભદ્ર' અને 'અહંકારી' કહીને ટ્રોલ કર્યું. એક યુઝરે લખ્યું, "જો હું અમિતાભજીની જગ્યાએ હોત, તો તેને બે લાફા મારીને પછી પ્રશ્નો પૂછત."

આ ટીકા વચ્ચે ઇશિતે @ishit_bhatt_official ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો અપલોડ કર્યો, જેમાં તેણે માફી માંગી. વીડિયોમાં તે કહે છે, "બધાને નમસ્કાર, હું 'કૌન બનેગા કરોડપતિ'માં મારા વર્તન માટે માફી માંગવા માંગું છું. મને ખબર છે કે મારા બોલવાના રીતથી ઘણા લોકોને ઠેસ પહોંચી, દુઃખ થયું અને તેમનું અપમાન થયું, અને મને તેનો ઘણો અફસોસ છે. તે ક્ષણે હું ઘબરાઈ ગયોહતો. મારો ઇરાદો રુંડ વર્તન કરવાનો નહોતો.

હું અમિતાભ બચ્ચન સર અને સંપૂર્ણ KBC ટીમનો ખૂબ આદર કરું છું." વધુમાં તેણે લખ્યું, "મેં એક મોટો પાઠ શીખ્યો છે કે શબ્દો અને કાર્યો કેવી રીતે આપણી ઓળખને દર્શાવે છે, ખાસ કરીને આવા મોટા મંચ પર. હું વચન આપું છું કે ભવિષ્યમાં હું વધુ વિનમ્ર, આદરપૂર્વક અને વિચારશીલ રહીશ. તેમના બધાનો આભાર જેઓએ મારો સાથ આપ્યો અને આ ભૂલથી શીખવાનો અવસર આપ્યો. - કેબીસી બોય."

vtv app promotion

આ માફી પર સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ આવ્યા. કેટલાક યુઝર્સે તેની પરિપક્વતાની પ્રશંસા કરી, જેમ કે "એક 10 વર્ષના બાળકે આટલી મોટી ભૂલથી શીખી અને માફી માંગી, આ તો ગૌરવની વાત છે." કેટલાકે તેને સપોર્ટ કરીને કહ્યું, "તે બાળક છે, ઘબરાઈ ગયું હશે. એક વારી માફી માંગી, તો માફ કરી દો." પરંતુ કેટલાકોએ તીખા વ્યંગ કર્યા, જેમ કે "હવે માફી માંગી, પણ વર્તન બદલાશે કે નહીં તે જોવાનું." એક યુઝરે લખ્યું, "અમિતાભજી જેવા મહાનુભાવને આવું વર્તન, આ તો શરમની વાત છે."

વધુમાં વાંચો: શિક્ષણ રાજ્યમંત્રી રિવાબાએ કચ્છમાં કુળદેવી આશાપુરા માતાના કર્યા દર્શન, પતિ રવીન્દ્ર જાડેજા પણ સાથે

આ વિવાદે પરવરિશ અને બાળકોના વર્તન પર પણ ચર્ચા ચાલુ કરી. બાળ મનોવિજ્ઞાનીઓ કહે છે કે આવા મોટા મંચ પર બાળકો ઘબરાઈ જાય છે, અને તેમનું વર્તન ઓવરકોન્ફિડન્સને કારણે આવે છે, જે પેરેન્ટિંગની ભૂલ નથી. અમિતાભજીએ પણ શોમાં કહ્યું હતું, "ક્યારેક બાળકો ઓવરકોન્ફિડન્સમાં ભૂલ કરી દે છે." આ ઘટના કેબીસીના ટીઆરપીને પણ અસર કરી, અને તેને વાઇરલ બનાવ્યું. ઇશિતની માફીએ તેને વધુ પરિપક્વ દેખાવ્યો, અને ઘણા લોકો આશા કરે છે કે આ તેના માટે મોટો પાઠ બનશે. આવા વિવાદો બાળકોને વધુ સારા વર્તન તરફ પ્રેરે, એ જ આશા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ishit Bhatt And Amitabh Bachchan Apology Video KBC 17 Junior

Published by

Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ