બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / 2 જ કલાકાર, સોંગ 4 મિનિટ ને 57 સેકન્ડનું, છતાંય ફિલ્મ મેકરે પાણીની જેમ રૂપિયા વહાવ્યાં

મનોરંજન / 2 જ કલાકાર, સોંગ 4 મિનિટ ને 57 સેકન્ડનું, છતાંય ફિલ્મ મેકરે પાણીની જેમ રૂપિયા વહાવ્યાં

Published By: Shilpa Parmar

Last Updated: 02:37 PM, 13 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Most Expensive Bollywood Song : શું તમને કોઈ એવું સોંગ ખબર છે જે માત્ર 2 જ સ્ટાર્સ સાથે બનાવવામાં આવ્યું છે? 4 મિનિટ 57 સેકન્ડનું ખૂબ જ મોંઘું એક ગીત જેમાં ફિલ્મમેકરે પાણીની જેમ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો હતો. જાણો કયું છે તે સોંગ? (ફોટો ક્રેડિટ : @SonyMusicIndia )

ફિલ્મો બનાવવામાં મેકર્સ કરોડો રૂપિયાનો ખર્ચ કરી નાખે છે. માત્ર એટલું જ નહીં, 3 થી 4 મિનિટના ગીત પર પણ તેઓ પાણીની જેમ પૈસા વાપરી નાખે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આજે ફિલ્મોના ગીત પર જેટલો ખર્ચ થાય છે એટલામાં પહેલાં આખી ફિલ્મ તૈયાર થઈ જતી હતી.

શાહરૂખ અને કાજોલની 10 વર્ષ પહેલાં આવેલી એક ફિલ્મનું સોંગ શૂટ કરવા માટે પણ મેકર્સે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તે સોંગને બોલીવુડનું સૌથી મોંઘું સોંગ કહેવામાં આવે છે.

‘દિલવાલે’નું સૌથી મોંઘું સોંગ

શાહરૂખ ખાન અને કાજોલ અભિનીત ફિલ્મ દિલવાલે બોક્સ ઓફિસ પર ખાસ ચાલી શકી ન હતી, પરંતુ આ ફિલ્મનું ગીત ગેરુઆ ખૂબ જ હિટ બન્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે આ ખાસ ગીત શૂટ કરવામાં ફરાહ ખાનના પસીના છૂટી ગયા હતા.

આ 4 મિનિટ 57 સેકન્ડનું ગીત બનાવવા ફરાહ ખાને કરોડો રૂપિયા પાણીની જેમ વાપરી નાખ્યા હતા. આ વાતનો ખુલાસો ખુદ ફિલ્મમેકરે કર્યો છે.

SHARUKH-KAJOL-SONG

ફરાહ ખાન પોતાના કુક અને વ્લોગિંગ પાર્ટનર દિલીપ સાથે ઉદ્યોગપતિ અશનીર ગ્રોવર અને તેમની પત્ની માધુરીને મળવા દિલ્હીમાં ગઈ હતી. રાઈઝ એન્ડ ફોલના હોસ્ટ સાથેની વાતચીત દરમિયાન ફરાહ ખાને આઈસલેન્ડમાં પસાર કરેલી રજાઓનો ઉલ્લેખ કર્યો હતો.

આ દરમિયાન ફરાહ ખાને જણાવ્યું કે આઈસલેન્ડમાં માત્ર એક જ મોટું હિન્દી સોંગ શૂટ થયું હતું અને તે હતું દિલવાલેનું ગેરુઆ. તેણે એ ઠંડા હવામાનમાં થયેલી મુશ્કેલીઓ યાદ કરી હતી, જ્યાં કલાકારો માટે સામાન્ય હલનચલન કરવું પણ મુશ્કેલ બનતું હતું. છતાં પણ, ફરાહે કહ્યું કે,

'આ ગીત ફિલ્મમાં મેઇન એટ્રેકશનનું એક કારણ બની ગયું હતું, કારણ કે તેમાં શાહરૂખ અને કાજોલની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી ખૂબ જ સુંદર હતી.'
SHAHRUKH-KAJOL

ગેરુઆના શૂટિંગનો કરોડોનો ખર્ચ

અશનીર અને માધુરીને સૌથી વધારે આશ્ચર્ય ત્યારે થયું જ્યારે ફરાહે આ ગીતની કિંમત અંગે ખુલાસો કર્યો. ફરાહે કહ્યું,

“આઈસલેન્ડ સૌથી મોંઘી જગ્યા છે.”

ત્યારબાદ તેમણે જણાવ્યું કે,

"ગેરુઆનું બજેટ 7 કરોડ રૂપિયા હતું. અને એ પણ માત્ર એક ગીત માટે. માત્ર બે કલાકારો અને ક્રૂ સાથે શૂટિંગ કરવાને કારણે, લોકેશનના ઊંચા ખર્ચને લીધે ગીતનો કુલ ખર્ચ ખૂબ વધી ગયો હતો. આઈસલેન્ડ કેટલું મોંઘું છે!”

વધુ વાંચો : ફિલ્મો નહીં સંજય દત્ત દારૂથી કરે છે બમ્પર કમાણી, ચાર મહિનામાં છાપ્યા 150 કરોડ રૂપિયા

ગેરુઆ છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી લોકપ્રિય રોમેન્ટિક સોંગમાંથી એક બન્યું છે. પરંતુ ફિલ્મ દિલવાલે બોક્સ ઓફિસ પર ચાલી શકી નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kajol and Shah Rukh Khan Gerua Song From Dilwale Most Expensive Bollywood Song

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ