ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'બાગી 4' પર ભારે પડી આ હોરર ફિલ્મ, ત્રણ દિવસમાં જ કર્યું આટલું કલેક્શન

મનોરંજન / 'બાગી 4' પર ભારે પડી આ હોરર ફિલ્મ, ત્રણ દિવસમાં જ કર્યું આટલું કલેક્શન

Published By: Shilpa Parmar

Last Updated: 09:20 AM, 8 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

The Conjuring Box Office Day 3 : હાલ સિનેમાઘરોમાં ચાલી રહેલી ફિલ્મ બાગી 4 અને ધ બંગાળ ફાઇલ્સ પર એક હૉરર ફિલ્મ ભારે પડી રહી છે. ધ કન્જ્યુરિંગ ફિલ્મે માત્ર ત્રણ જ દિવસમાં જબરદસ્ત કલેક્શન કરી નાખ્યું છે. જાણો બોક્સ ઓફિસના આંકડાઓ.

ADVERTISEMENT

હૉરર ફિલ્મોની લોકપ્રિય ફ્રેન્ચાઇઝી ‘ધ કન્જ્યુરિંગ: લાસ્ટ રાઇટ્સ’ ભારતીય બોક્સ ઑફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મે બોલીવુડ ફિલ્મો બાગી 4 અને ધ બંગાળ ફાઇલ્સને પણ પાછળ છોડી દીધી છે.

5 સપ્ટેમ્બરે ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ હોલીવુડ હૉરર ફિલ્મનો સામનો ટાઇગર શ્રોફની એક્શન થ્રિલર બાગી 4 અને વિવેક અગ્નિહોત્રીની પોલિટિકલ ડ્રામા ધ બંગાળ ફાઇલ્સ સાથે થયો.

શરૂઆતથી જ ‘ધ કન્જ્યુરિંગ’ બધી ફિલ્મો પર ભારે પડી રહી છે. શાનદાર શરૂઆત બાદ ફિલ્મે પોતાના ઓપનિંગ વીકએન્ડમાં પણ સારી કમાણી કરી છે. ચાલો જાણીએ કે રિલીઝના ત્રણ દિવસમાં ફિલ્મે ભારતમાં કેટલું કલેક્શન કર્યું?

ઓપનિંગ વીકએન્ડની કમાણી

મોટી બોલીવુડ ફિલ્મો વચ્ચે ‘ધ કન્જ્યુરિંગ: લાસ્ટ રાઇટ્સ’ બોક્સ ઑફિસ પર છવાઈ ગઈ છે. ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મે માત્ર ત્રણ જ દિવસમાં થિયેટરોમાં નોટોનો વરસાદ કરી દીધો છે.

  • પહેલા દિવસે ફિલ્મની કમાણી : 17.5 કરોડ રૂપિયા
  • બીજા દિવસે ફિલ્મની કમાણી : 17.5 કરોડ રૂપિયા
  • ત્રીજા દિવસે ફિલ્મની કમાણી : 15.5 કરોડ રૂપિયા

રવિવારે કમાણીમાં થોડી ઘટાડો જોવા મળ્યો, છતાં પણ તે બાકીની બધી ફિલ્મો કરતા વધારે કમાણીનો આંકડો છે. આ રીતે ત્રણ દિવસમાં ફિલ્મની કુલ કમાણી 50.50 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

ભાષા મુજબ કલેક્શન

  • અંગ્રેજી વર્ઝનમાં અંદાજે 27.55 કરોડ
  • હિન્દી ડબમાં 18.73 કરોડ
  • તામિલ અને તેલુગુ વર્ઝનને મળીને આશરે 3 કરોડ

સૌથી વધુ કમાણી કરનારી હૉરર ફિલ્મોમાં સ્થાન

‘ધ કન્જ્યુરિંગ: લાસ્ટ રાઇટ્સ’ હવે ભારતની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી હૉરર ફિલ્મ બની ગઈ છે. તે ‘ધ કન્જ્યુરિંગ 2’ (61.80 કરોડ) અને ‘ફાઇનલ ડેસ્ટિનેશન બ્લડલાઇન્સ’ (62.12 કરોડ)થી થોડી જ પાછળ છે. ખાસ વાત એ છે કે ફિલ્મે આ સ્થાન પોતાના પહેલા જ વીકએન્ડમાં મેળવી લીધું છે. હવે જોવાનું એ રહેશે કે વીક ડેઝમાં ફિલ્મ કેટલી કમાણી કરી શકે છે?

બોલીવુડ ફિલ્મોને પાછળ છોડી

ફિલ્મમાં પેટ્રિક વિલ્સન અને વેરા ફાર્મિગાએ ફરી એકવાર એડ અને લોરેન વૉરેનનો રોલ કર્યો છે. આ વખતે તેઓ એક પરિવારમાં રહેતા ભયાનક રાક્ષસનો સામનો કરે છે. દમદાર કહાનીને કારણે ફિલ્મે ‘બાગી 4’ અને ‘ધ બંગાળ ફાઇલ્સ’ જેવી બોલીવુડ રિલીઝને પાછળ છોડી દીધી છે.

બોલીવુડ ફિલ્મોની કમાણી

  • ટાઇગર શ્રોફની ‘બાગી 4’એ ત્રણ દિવસમાં 31.25 કરોડ કમાયા.
  • ‘ધ બંગાળ ફાઇલ્સ’ની ત્રણ દિવસની કમાણી માત્ર 6.65 કરોડ રહી.
  • જ્યારે ‘ધ કન્જ્યુરિંગ: લાસ્ટ રાઇટ્સ’ એ ‘પરમ સુંદરીને પણ પાછળ છોડી દીધી, જેને દસ દિવસમાં 46 કરોડ મળ્યા હતા.

ગ્લોબલ બોક્સ ઑફિસ રેકોર્ડ

  • આંતરરાષ્ટ્રીય સ્તરે તો ‘ધ કન્જ્યુરિંગ’એ ધમાલ મચાવી દીધી છે. ફિલ્મે વિશ્વભરમાં 187 મિલિયન ડૉલરની શાનદાર ઓપનિંગ કરી.
  • અમેરિકામાં ફિલ્મે 83 મિલિયન ડૉલર સાથે વીકએન્ડ ચાર્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું.
  • ગુરુવારના પ્રિવ્યુમાં જ 8.5 મિલિયનનો રેકોર્ડ બનાવ્યો.
  • આ કન્જ્યુરિંગ ફ્રેન્ચાઇઝીના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ છે અને સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં હૉરર ફિલ્મ માટેની ત્રીજી સૌથી મોટી શરૂઆત બની છે.
  • વિદેશી બજારમાં પણ અપેક્ષા કરતાં ઘણી વધુ કમાણી થઈ. જ્યાં અંદાજે 50 મિલિયન ડૉલરની અપેક્ષા હતી, ત્યાં ફિલ્મે સીધા 104 મિલિયન ડૉલર કમાઈ લીધા.

વધુ વાંચો : Bigg Boss 19માં પહેલી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી, આ અભિનેત્રીનો ભાઈ બન્યો 17મો કન્ટેસ્ટન્ટ

ફિલ્મનું પહેલા જ દિવસનું ગ્લોબલ કલેક્શન 187 મિલિયન ડૉલર પર પહોંચી ગયું, જે તેના 55 મિલિયન ડૉલરના પ્રોડક્શન બજેટથી ઘણું વધારે છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મે હૉરર ફિલ્મ ‘ઇટ: ચેપ્ટર ટુ’ (92.5 મિલિયન ડૉલર)ને પાછળ છોડી દીધી છે અને હૉરર ફિલ્મ માટેની અત્યાર સુધીની સૌથી મોટી વિદેશી ઓપનિંગનો નવો રેકોર્ડ બનાવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

The Conjuring Box Office Day 3 The Conjuring Last Rites

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ