ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bigg Boss 19માં પહેલી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી, આ અભિનેત્રીનો ભાઈ બન્યો 17મો કન્ટેસ્ટન્ટ

મનોરંજન / Bigg Boss 19માં પહેલી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી, આ અભિનેત્રીનો ભાઈ બન્યો 17મો કન્ટેસ્ટન્ટ

Last Updated: 02:03 AM, 8 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાનના ટીવી રિયાલિટી શો 'બિગ બોસ 19' માં એક નવો સ્પર્ધક જોડાયો છે. આ શોમાં પહેલાથી જ 16 સ્પર્ધકો ભાગ લઈ ચૂક્યા છે. એટલે કે હવે આ શોમાં 17 સ્પર્ધકો છે. ચાલો જાણીએ શોમાં પહેલી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કોણે કરી છે.

ADVERTISEMENT

સલમાન ખાનનો રિયાલિટી શો ‘બિગ બોસ 19’ સતત ચર્ચામાં છે. 24 ઑગસ્ટે શરૂઆત સમયે ઘરમાં 16 સ્પર્ધકો હતા, પરંતુ હવે નવો સભ્ય જોડાયો છે. આ નવા કન્ટેસ્ટન્ટ છે શહબાઝ બદેશા, જે લોકપ્રિય અભિનેત્રી અને ગાયિકા શહનાઝ ગિલના ભાઈ છે. શહબાઝ વ્યવસાયે ગાયક છે અને તેઓએ વીકએન્ડ કા વારના રવિવારના એપિસોડ દરમિયાન ઘરમાં એન્ટ્રી લીધી. ખાસ વાત એ હતી કે તેમની બહેન શહનાઝ જાતે જ તેમને ઘેર છોડવા આવી હતી.

Bigg-boss

શહનાઝે આપી ભાઈને ખાસ સલાહ

શહનાઝે મજાકમાં સલમાન ખાનને કહ્યું – સર, એને થોડીક નોકરી આપજો. સાથે ભાઈને સમજાવ્યું કે, શોમાં સાચા રહેવું, સારો-ખરાબ બંને રૂપ દેખાડજો, પણ કોઈપણ વાતમાં નકલી ન બનવું.

SALMAN KHAN BIGG BOSS

શરૂઆતમાં મોકો ન મળ્યો

શહબાઝને શોમાં શરૂઆતથી જોડાવાનું હતું, પરંતુ મેકર્સે તેમને અને મૃદુલ તિવારીને લઈને દર્શકોમાં મતદાન કરાવ્યું હતું. એ સમયે મૃદુલને વધારે મત મળતા તેઓ સ્પર્ધક બન્યા અને શહબાઝ બહાર રહી ગયા. હવે મેકર્સે તેમને વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી દ્વારા શોમાં સામેલ કર્યા છે.

વધુ વાંચો: VIDEO: ક્રિકેટ પછી હવે ફિલ્મોમાં ધોનીની ધમાકેદાર એન્ટ્રી! 'ધ ચેઝ'નું ટીઝર આઉટ

હવે જોવાનું રહેશે કે શહબાઝનો આ સફર કેટલો લાંબો ચાલે છે અને શું તેઓ પોતાની બહેન શહનાઝની જેમ પ્રેક્ષકોના દિલ જીતી શકશે કે નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BiggBoss19 BiggBoss ShahbazGill
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ