બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Eating these seeds on an empty stomach has amazing benefits for the body
Sanjay Vibhakar
Last Updated: 10:00 AM, 19 January 2024
ADVERTISEMENT
કોળાના બીજ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તમારી ખાવાની આદતો હંમેશા એવી હોવી જોઈએ કે તે તમારા શરીરને સ્વસ્થ રાખે અને તમારી ફિટનેસ પણ જાળવી રાખે. સારું સ્વાસ્થ્ય જાળવવા માટે, તમારે દરરોજ આ બીજનું સેવન કરવું જોઈએ. ઘણા લોકોને કોળાનું શાક ખૂબ જ ભાવે છે. તમે તેને ઘરે પણ બનાવીને ખાય શકો છો.
ADVERTISEMENT
સ્થૂળતા
કોળાના બીજ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન, પ્રોટીન, ઓમેગા 3 અને ઓમેગા 6 જેવા પોષક તત્વો હોય છે. જો તમારું વજન વધી ગયું હોય અથવા તમે તમારી સ્થૂળતાથી ચિંતિત હોય તો પણ તમે તેનું રોજ સેવન કરી શકો છો. તમારે તેને રોજ ખાલી પેટ ખાવું જોઈએ.
ઊર્જા સ્તર
દરરોજ કોળાના બીજનું સેવન કરવાથી શરીરમાં ઊર્જાનું સ્તર વધે છે અને તમને શરીરમાં ક્યારેય નબળાઈનો અનુભવ થતો નથી. તે મેમરી લોસમાં પણ ખૂબ જ ઉપયોગી છે. મગજના વિકાસ માટે પણ તમે તેનું સેવન કરી શકો છો.
ડાયાબિટીસ
વધેલા ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે તમે કોળાનું સેવન કરી શકો છો. આ હ્રદય રોગનાં દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. આ બીજને ધોયા અને સાફ કર્યા પછી અલગ-અલગ રીતે પણ ખાઈ શકાય છે.
વાંચવા જેવું: નાસ્તામાં વાસી રોટલીના મળે છે ગજબ ફાયદા! જાણો 6 કારણ
કોલેસ્ટ્રોલ
તમારે તમારા આહારમાં કોળાના બીજનો સમાવેશ કરવો જ જોઈએ. તમે તેનું પાણી પણ પી શકો છો. તેના બીજનું પાણી પણ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાને દૂર રાખવામાં તે ખૂબ જ ફાયદાકારક છે.
સાંધાનો દુ:ખાવો
સાંધાનાં દુ:ખાવાથી લોકો ખૂબ જ પરેશાન છે. આ દુ:ખાવો એટલો વધી જાય છે કે સહન કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. તમે દરરોજ કોળાના બીજને તમારા આહારનો ભાગ બનાવી શકો છો. કોળાના બીજનાં સેવનથી સાંધાનાં દુ:ખાવામાં રાહત મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.