બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / easy tips to improve eyesight try these tips to improve eyesight fast and naturally eyesight improvement tips

ગભરાશો નહીં / આંખોની રોશની વધારવા માટે ખૂબ મદદરૂપ થાય છે આ ટિપ્સ, આરામથી હટાવી શકાય છે ચશ્મા

Premal

Last Updated: 01:48 PM, 25 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ આંખના નંબર વધવા સામાન્ય વાત થઇ ગઇ છે. પછી તે બાળક, યુવાન અને વયોવૃદ્ધ વ્યક્તિ હોય. દરેક લોકોને આંખમાં નંબર વધવાથી આંખોના તેજમાં નબળાઈ આવે છે. ખરાબ જીવનશૈલી જેનું સૌથી મોટું કારણ છે.

  • આંખના નંબર વધવાથી આંખોના તેજમાં આવે છે નબળાઈ
  • જો આંખોનું તેજ વધારવુ છે તો અપનાવો આ ટીપ્સ
  • આ વસ્તુઓનું સેવન કરતા ચશ્મા પહેરવામાંથી મળશે છૂટકારો

ફાસ્ટ જીવનશૈલી

આજના દોડધામભર્યા જીવનમાં લોકો પોતાના આહાર પર ધ્યાન કેન્દ્રીત કરતા નથી. જેના કારણે આંખો નબળી પડે છે અને તેના કારણે આંખમાં નંબર આવે છે. જો તમારે આંખમાં ચશ્મા છે અને તમે ચશ્મા પહેરવાથી છૂટકારો મેળવવા ઈચ્છો છો તો તમારે કેટલીક ટીપ્સને અનુસરવી પડશે.

આમળાના અથાણાનુ કરો સેવન

આમળા આરોગ્ય માટે સારા હોય છે. જોકે, ઘણાં લોકો આમળા ખાઈ શકતા નથી. આ સ્થિતિમાં તમે આમળાના અથાણાનું સેવન કરી શકો છો. જેનાથી તમારી આંખોને ફાયદો થશે. પ્રયાસ કરો કે એક દિવસમાં ઓછામાં ઓછો એક થી બે વખત અથાણુ ખાવો. જો તમે ડાયાબીટીસના દર્દી છો તો તમે આમળાના અથાણાનુ સેવન ના કરશો. તેના બદલે તમે કાચા આમળા ખાઈ શકો છો.

તાંબાના વાસણમાં પીવો પાણી

તાંબાના વાસણમાં પાણી પીવુ આરોગ્ય માટે ખૂબ સારું છે. આ આંખો માટે ખૂબ ફાયદાકારક રહે છે. તમારે દરરોજ ફક્ત સવારે ઉઠતી વખતે ખાલી પેટે તાંબાના વાસણમાં રાખેલુ પાણી એક ગ્લાસમાં પીવુ. ત્યારબાદ એવો આગ્રહ રાખવો કે તમે તાંબાના વાસણમાં રાખેલુ પાણી પીવો. આ તમારી આંખો માટે ખૂબ ફાયદાકારક નીવડશે.

વરિયાળી, બદામ અને ખાંડને મિક્સ કરી ખાવો

જો તમે આંખોનું તેજ વધારવા માંગો છો તો 1 ચમચી વરિયાળી, 2 બદામ અને અડધી ચમચી ખાંડ મિક્સ કરીને તેને વાટી નાખો. આ મિશ્રણને દરરોજ રાત્રે દૂધની સાથે લો. આમ કરવાથી તમારી આંખોનું તેજ વધશે.

ત્રિફલા પાવડર અને ખાંડનું મિશ્રણ

100 ગ્રામ ત્રિફલા પાવડર અને 100 ગ્રામ ખાંડ મિક્સ કરીને તેને લો. જો તમે તે ખાઈ શકતા નથી તો તેની સાથે ગરમ દૂધ અથવા મધ લો. દરરોજ તેનું સેવન કરવાથી તમને ફાયદો થશે.

જીરું અને ખાંડ પણ કરશે અસર

આંખોનું તેજ વધારવા માટે જીરું અને ખાંડનું સેવન કરવુ તમારા માટે ફાયદાકારક રહેશે. જેના માટે તમારે યોગ્ય માત્રામાં જીરુ અને ખાંડને વાટી લેવી જોઈએ. આ મિશ્રણનું એક ચમચી દેશી ઘીની સાથે સેવન કરવુ જોઈએ. જેનાથી આંખોનું તેજ વધશે.

સંકળાયેલા મુદ્દાઓ

Eyes Eyesight Fitness Health Eyesight improvement Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ