બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Drinking water can cause serious damage to newborns, kidneys can also be damaged
Dinesh
Last Updated: 05:32 PM, 6 April 2024
નવજાત બાળકો માટે તેની માતાનું દૂધ અમૃત સમાન હોય છે. બાળકને માતાના દૂધમાંથી પૂરતું પોષણ મળી રહે છે. દૂધમાં તમામ પોષક તત્વો સામેલ હોય છે. આ સિવાય માતાના દૂધમાં 80 ટકા પાણી હોય છે. જેનાથી બાળકના વિકાસ માટે હાઇડ્રેશન પણ મળી રહે છે. છતાં અનેક માતાઓના મનમાં ઉનાળામાં એક પ્રશ્ન ઉભો થાય છે કે શું આ ઋતુમાં બાળકને તેની તરસ છીપાવવા પાણી પીવડાવી શકાય કે કેમ ? જો તમે તમારા નાના બાળકને પાણી આપવાનું વિચારી રહ્યા છો તો એના પહેલા તમારે કેટલીક બાબતો જાણી લેવી જોઈયે કે તેનાથી શું નુકસાન થઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
એક્સપર્ટ અનુસાર નવજાત શિશુ જ્યાં સુધી 6 મહિનાનું ન થઈ જાય ત્યાં સુધી બાળકને પાણી ન આપવું જેઈયે. બાળક જ્યારે દૂધ સિવાયનો ખોરાક ખાવાનું શરૂ કરે ત્યારે જ તેને પાણી આપવું ફાયદાકારક ગણાય છે. 6 મહિના સુધી શિશુ તેની માતાનું દૂધ પીવે છે જેનાથી તેના શરીરને જરૂરી તમામ પોષક તત્વો મળી જાય છે. દૂધમાંથી બાળકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે જેથી 6 મહિના પહેલા બાળકોને પાણી ન આપવુ જોઈયે. કારણ કે તેનાથી બાળકના વિકાસમાં અવરોધ પેદા થાય છે.
વાંચવા જેવું: તમારે પેટની ચરબી ઘટાડવી હોય તો દરરોજ સવારે પીવો આ 4 હેલ્ધી ડ્રિંક્સ
6 મહિના સુધીના નવજાત શિશુને પાણી પીવડાના કેટલાક ગેરફાયદા છે. એક્સપર્ટના મત મુજબ 6 મહિના સુધીના બાળકને સાદું પાણી પીવડાવવાથી કોઈ શક્તિ નથી મળતી.તેમાં કેલરી પણ ઓછી હોય છે. જેથી પાણી આપવાથી નવજાત શિશુના વિકાસ પર ખરાબ અસર પડી શકે છે. કારણ કે પાણીથી માત્ર તરસ છીપાય છે. તેનાથી શિશુને કોઈ બીજુ પોષણ નથી મળતુ.
બાળકને પાણી પીવડાવાથી શિશુનો વિકાસ રૂંધાઈ શકે છે. જો તમે 6 મહિના પહેલા જ પાણી આપવાનું શરૂ કરી દો છો તો તે બાળક પછી પુરતા પ્રમાણમાં દૂધ નથી પી શકતુ. ઓછુ દૂધ પીવાથી તેને પુરતું પોષણ પણ નથી મળતુ જેનાથી તેના ગ્રોથ પર ખરાબ અસર પડે છે. શિશુંની કિડની પર પણ ખરાબ અસર થાય છે. જેથી નવજાત શિશુને પાણી ન આપવું જોઈએ.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.