બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Doing these mistakes on WhatsApp may result in account ban
WhatsApp એક એવુ માધ્યમ છે જેનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં વિવિધ વીડિયો, ફોટો, ઓડિયો, ટેક્સ્ટ, PDF જેવી ફાઈલો એક બીજાને મોકલવા માટે થાય છે. WhatsAppના માધ્યમથી અનેક લોકો એકબીજાથી જોડાયેલા રહે છે. જેમાં પર્સનલ ચેટ, ગ્રુપ ડિસ્કશન મારફતે લોકો એક બીજાના ટચમાં રહે છે. આ એપના ઉપયોગના વધવાથી તેના સદઉપયોગની સાથે દૂરુપયોગ પણ શરૂ થયો છે. જેથી તેના દુરુપયોગને અટકાવા WhatsAppએ તેના યુઝર્સના એકાઉન્ટ બેન કરવાનું પણ શરૂ કર્યુ છે.
ADVERTISEMENT

WhatsAppનો દુરુપયોગ ન થાય તે માટે મેટા કેટલાક ફીચર્સ અને અપડેટ પણ લાવ્યા છે. WhatsApp મારફતે કોઈ ખોટું કન્ટેન્ટ શેર કે ફોરવર્ડ કરવામાં આવે તો તેવા એકાઉન્ટને બેન કરવાનું પણ શરૂ કરવામાં આવ્યુ છે. WhatsAppએ હમણા જ ભારતમાં 76 મિલિયન એકાઉન્ટ બેન કર્યા હતા. કહેવાય છે કે આ એકાઉન્ટ દ્વારા ફેક ન્યૂઝ ફેલાવવામાં આવતી હતી માટે બેન કરાયા હતા. માટે જો તમારે પણ તમારુ WhatsApp એકાઉન્ટ બેન થતા રોકવુ હોય તો કેટલીક ભૂલો ક્યારેય ન કરવી.
ADVERTISEMENT
તમારા WhatsApp એકાઉન્ટને બેન થતા બચાવવુ હોય તો તમારે ઑટોમેટેડ મેસેજ ન કરવા જોઈયે, તે ફીચરનો ઉપયોગ ટાળવો. આ સિવાય કોઈ પણ એવો મેસેજ જેને તમે ક્રોસ વેરીફાઈ ન કર્યો હોય કે વિશ્વાસપાત્ર વ્યક્તિ કે સ્ત્રોત દ્વારા ન આવ્યો હોય તેવા મેસેજને ફોરવર્ડ ન કરવો. જે મેસેજથી કોઈની ધર્મ/જાતિની ભાવના આહત થતી હોય તેવા મેસેજ પણ શેર કે ફોરવર્ડ ન કરવા, એવુ કરવાથી તમારુ એકાઉન્ટ બેન થઈ શકે છે.

ADVERTISEMENT
WhatsApp પરથી ફેક ન્યૂઝ ફેલાવવાનું પ્રમાણ ખૂબ વધ્યુ હતુ. જેની મોટી સંખ્યામાં ફરિયાદો સમગ્ર વિશ્વમાંથી ઉઠી રહી હતી. આથી WhatsAppએ તેને રોકવા કેટલાક પગલા હાથ ધર્યા છે. સંપૂર્ણ રીતે આ સમસ્યાથી છુટકારો મેળવવુ કઠીન છે પરંતુ WhatsAppએ આ અંગેના કેટલાક ફીચર પર કામ શરૂ કર્યુ છે. જેથી તમારે કોઈ મેસેજ ફોરવર્ડ કરતા વિચારવું જોઈએ.
વધુ વાંચો: સ્માર્ટફોનને ચાર્જિંગમાં મૂકતા પહેલા આ 5 બાબતોનું ખાસ ધ્યાન રાખજો, નહીંતર...! જુઓ Video
ADVERTISEMENT
જો તમારા મેસેજને કોઈ વ્યક્તિ દ્વારા રિપોર્ટ કરવામાં આવે અને WhatsAppની તપાસમાં તમારો મેસેજ ફેક ન્યૂઝ છે તેવુ સાબિત થાય તો તમારા વોટ્સએપ એકાઉન્ટને બેન કરવામાં આવી શકે છે. તમારે વિવાદીત કન્ટેન્ટને શેર કરતા પણ બચવું. તમે તમારા બેન થયેલા એકાઉન્ટને ફરી શરૂ કરવા અરજી કરી શકો છો, WhatsAppને યોગ્ય લાગે તો તમારું એકાઉન્ટ ફરી શરૂ કરી શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.