બ્રેકિંગ ન્યુઝ
જો તમે પણ દિવાળીમાં ખૂબ ઝાપટ્યુ હોય તો તેની અસર દિવાળી પછી ચોક્કસથી જોવા મળશે. જાણતા અજાણતા શરીરમાં ફેટ અને શુગર વધારી દીધી હશે, જોકે તમારે ફરી રૂટિનમાં આવવુ હશે તો અમે તમને જણાવીએ કેટલીક ટિપ્સ
ADVERTISEMENT
- સૌથી પહેલા તમે કસરત કરી શકો છો. કારણ કે તહેવારના દિવસે જે પણ ઝાપટ્યુ હશે તેને બર્ન થઇને શરીરની બહાર નીકળવુ પડશે. તહેવારોમાં તળેલું ખાવું અને દારુ પીવો પણ મોટી માત્રામાં થાય છે. પકવાન અને તળેલી વસ્તુઓ તહેવારનો જ ભાગ છે પરંતુ તમે એ સત્ય ના બદલી શકો કે આ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
- શરીરની ડિટોક્સ કરવા માટે દિનચર્યામાં નાના-મોટા ફેરફાર ચોક્કસથી કરવા પડશે. આ માટે દિવસની શરૂઆત 1 ગ્લાસ ગરમ પાણીથી કરવી જોઇએ. અથવા તો તમારે લેમન ગ્રીન ટી પણ પીવી જોઇએ જેનાથી શરીરમાં ભીનાશ જળવાઇ રહે. આ ઉપરાંત ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવું જોઇએ.
ADVERTISEMENT
- આ સિવાય ગાજર, મૂળી, ખીરા અને ટામેટા સાથેનું સલાડ ખાવુ જોઇએ. આ સિવાય ડ્રાયફ્રૂટ્સનું સેવન કરવુ જોઇએ.
- આ બધા વચ્ચે શ્વાસ સંબંધિત પરેશાનીઓ હોય તો આ વ્યકિતઓએ દિવાળીમાં ખાસ ધ્યાન રાખવું જોઇએ. માત્ર અસ્થમાના દર્દીઓ નહીં પરંતુ સામાન્ય વ્યક્તિઓને પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. દિવાળી દરમિયાન ફૂટતા ફટાકડાઓમાં લેડ, કોપર, ઝિંક, મેંગેનીઝ, સોડિયમ અને પોટેશિયમ જેવી કેમિકલ્સ હોય છે. જેની માત્રા જો વાયુમાં વધી જાય તો દર્દીને અસ્થમાનો એટેક આવી શકે છે. આ ઉપરાંત માથાનો દુખાવો અને શ્વાસ સંબંધિત અન્ય પરેશાનીઓ પણ થઇ શકે છે. આ દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ પડે તો ગરમ પાણીમાં લવેન્ડર ઓઈલ નાખીને સ્ટીમ લો. જેથી બધા જ પ્રકારના બ્લોકેજ દૂર થશે અને તણાવ પણ હળવો થશે. વધારે ઝડપી મ્યૂઝિક અને પછી ફટાકડાના અવાજથી જો શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો છાતી અને કમર પર ગરમ પાણીની કોથળી રાખો. આમ કરવાથી તમને રાહત મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.