બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Do you know the benefits of oats?

Health / ઓટ્સના આ ફાયદા શું તમે જાણો છો ?

Ravi

Last Updated: 10:53 PM, 15 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓટ્સ મતલબ કે જવના દલિયા અથવા ફાડા.. જેમ ઘઉંના દલિયા કે ફાડા હોય છે તેમજ.. આજકાલ બજારમાં અલગ અલગ ઘણા પ્રકારના ઓટ્સ મળે છે. ઓટ્સનો પ્રકાર એક જ હોય છે, પરંતુ તેની ફ્લેવર અલગ અલગ હોય છે. ઓટ્સ આરોગ્ય માટે ખુબ જ સારા માનવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે તમારી ત્વચા માટે અને સૌંદર્ય માટે પણ તે ખુબ જ લાભકારક છે. ઓટ્સના આ ફાયદા જાણવા જેવા છે.

  • કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન-બીથી ભરપુર ઓટ્સ તમારી નર્વસ સિસ્ટમ માટે ખુબ જ ફાયદાકારક છે. તે તમને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.
  • ઓટ્સમાં મળી આવતા ઇનોઝિટોલ લોહીમાં ફેટના સ્તરને નિયંત્રિત કરે છે અને તેને વધવા દેતા નથી. તે શરીરમાં રહેલી વધારાની ચરબીને પણ ઘટાડે છે.
  • ઓટ્સ પેટ સંબંધિત રોગોમાં પણ ખુબ લાભદાયક છે. તે કબજિયાતને દુર કરીને પેટ ખરાબ થવાની સમસ્યામાંથી રાહત આપે છે.
  • રોજ તમારા નાસ્તામાં ઓટ્સને સામેલ કરવાથી ડાયાબિટીસની સમસ્યા ઘટે છે, કેમકે તે ઇંસ્યુલિનના સ્તરને નિયંત્રણમાં રાખવામાં સહાયક છે.
  • તમારી ત્વચાને સુંદર બનાવવામાં પણ ઓટ્સ તમારી મદદ કરી શકે છે. તેનો ફેસપેક બનાવીને ચહેરા પર લગાવવાથી ત્વચા કોમળ અને સ્વસ્થ રહે છે.
  • ઓટ્સના ચોકરમાં પર્યાપ્ત માત્રામાં ફાઇબર હોય છે, જે જલ્દી પેટ ભરવાની સાથે સાથે તમારા શરીરમાં ઉર્જાનો સંચાર કરે છે અને તે વજન ઘટાડવામાં ખુબ જ લાભ આપે છે.
  • કેન્સરથી બચવા માટે ઓટ્સનો પ્રયોગ કરાય છે. તેના પ્રયોગથી હ્રદયરોગનો ખતરો પણ ઘટે છે કેમકે તે હ્રદયની ધમનીઓમાં ચરબીને જમા થતા રોકે છે.
  • શરીરમાં ગરમી વધવાના કારણે થતી સમસ્યાઓ જેવી કે ચક્કર આવવા, ગભરામણ થવી... તેમાં ઓટ્સ ફાયદાકારક છે, કેમકે તેની પ્રકૃતિ ઠંડી હોય છે.
  •  રુક્ષ ત્વચા કે એક્ઝિમાં જેવી તકલીફમાં પણ ઓટ્સ સહાયક છે. ઓટમીલ બાથ લેવાથી ત્વચા બળવાની સમસ્યા સમાપ્ત થાય છે. તેનાથી રુક્ષતા પણ ઘટે છે.
  • ઓટ્સને દુધમાં મિક્સ કરીને બનાવેલા સ્ક્રબના પ્રયોગથી ત્વચાની ચમક વધે છે અને ત્વચા લાંબા સમય સુધી યુવાન અને સુંદર દેખાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Health Health Benefits health tips oats Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ