બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / do not drink water while eating

સાવધાની / જમતી વખતે વચ્ચે પાણી પીતા હોવ તો ચેતજો, થઇ શકે છે આ ગંભીર બિમારી

Published By: Krupa

Last Updated: 03:17 PM, 6 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલાક લોકોને જમતા જમતા વચ્ચે પાણી પીવાની ટેવ હોય છે. પરંતુ એક રિસર્ચ દ્વારા કહેવામાં આવ્યું છે કે જો તમે જમતા વચ્ચે પાણી પીશો તો તમને ગંભીર નુકસાન થઇ શકે છે. આ રિસર્ચમાં 12 અઠવાડિયા માટે લોકોના ખોરાક પર નજર રાખવામાં આવી હતી.

ઘણા લોકોની આદત હોય છે કે ખાતી વખતે વચ્ચે વચ્ચે પાણી પણ પીતા રહે છે ઘણા લોકોનું માનવું છે કે આ આદત તેમના હેલ્થ માટે જીવલેણ છે. જ્યારે એવા પણ લોકો છે, જે આ વાતને માત્ર અફવા માને છે. 

જમતી વખતે પાણી પીવાથી ખોરાક પચાવતા એન્ઝાઇમ અને ઍસિડ પાણી સાથે મિશ્રિત થઈ જાય છે, જેનાથી ખોરાક પચવામાં વધુ સમય અને એનર્જી લાગે છે. જો કે આ વાતનો સ્પષ્ટ પુરાવો નથી

આ સંદર્ભમાં, એક સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં 12 અઠવાડિયા માટે લોકોના ખોરાક પર નજર રાખવામાં આવી હતી. તેમાં એ જાણવા મળ્યું કે જે લોકોએ ખાતા પહેલાં પાણી પીધું હતું, તેઓ અન્યની તુલનામાં આશરે 2 કિલો વજન ઘટાડવામાં સફળ થયા હતા.

તેમાં એ પણ ખુલાસો થયો કે ભોજન દરમિયાન પાણી પીવાથી ચયાપચયના દરને પણ અસર થાય છે. આપને જણાવી દઈએ કે આહારમાં ખાંડ ધરાવતી ચીજ ખાવાથી કેલરીમાં 8 થી 15 ટકા જેટલો વધારો થાય છે. જો તમે gastroesophageal reflux disease થી પીડાતા હોવ તો, ખાવાના સમયે પ્રવાહીનો ઉપયોગ તમારા માટે નુકસાનકારક છે.

જો જમતી વખતે આલ્કોહોલનું સેવન કરવામાં આવે તો, તેનાથી મોંમાં લાળ બનાવવાની પ્રક્રિયા પર અસર થાય છે. જેથી પાચનતંત્ર પર અસર થાય છે અને ખોરાક યોગ્ય રીતે નથી પચી શકતો.

સંકળાયેલા મુદ્દાઓ

Health Water lifestyle પાણી બિમારી સ્વાસ્થ્ય alert

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ