બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

VTV / ભારત / 'Didn't Get Parole For My Mother's Last Rites During Emergency': Rajnath Singh Hits Back At 'Tanashahi' Charge

કિસ્સો / 'માના અંતિમ સંસ્કાર માટે પણ પેરોલ નહોતા મળ્યાં', ભાવુક બન્યાં રાજનાથ, વિપક્ષ પર વાર

Hiralal

Last Updated: 05:43 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકાર પર તાનાશાહીનો સતત આરોપ લગાડનાર વિપક્ષને જવાબ આપતાં કેન્દ્રીય રાજનાથ સિંહે મોટો પલટવાર કર્યો છે.

વિપક્ષ મોદી સરકાર પર સતત તાનાશાહીનો આરોપ લગાવી રહ્યો છે. વિપક્ષના તાનાશાહીના આરોપ પર હવે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે 1975ની ઈમરજન્સીની ઘટનાનો ઉલ્લેખ કરીને પલટવાર કર્યો હતો. રાજનાથ સિંહે કહ્યું કે ઇમરજન્સી દ્વારા દેશ પર તાનાશાહી થોપનારા અમારા પર આ આરોપ લગાવે છે. તેમણે પોતાની માતાના મોતનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે હું ત્યારે જેલમાં હતો અને અંતિમ સંસ્કાર માટે પેરોલ પણ મળ્યાં નહોતા. આ આખી ઘટના વર્ણવતાં રાજનાથ ખૂબ ભાવુક જોવા મળ્યાં હતા. 

રાજનાથે કહ્યું કે હું મારી માતાના અંતિમ દર્શન પણ કરી શક્યો નહોતો. 
રાજનાથ સિંહે કહ્યું, 'હું ઇમરજન્સી દરમિયાન જેલમાં હતો. મારી માતા બીમાર હતા અને તેમને વારાણસીની માતા અમૃતાનંદમયી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મારી માતા 27 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યાં બાદ બ્રેઈન હેમરિજને કારણે તેમનું અવસાન થયું હતું. મારી માતાના અંતિમ સંસ્કાર માટે મને પેરોલ પણ આપવામાં આવી ન હતી. જો તમે સ્વસ્થ લોકતંત્રની વાત કરો છો તો એવા લોકો હોવા જોઇએ જે તેના માટે મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવે. જો તમે બધાને જેલમાં નાખો છો, તો તેઓ ક્યાંથી આવશે? આના પર રાજનાથ સિંહે કહ્યું કે તેઓ ભ્રષ્ટાચારના કારણે ગયા છે.

વધુ વાંચો : 'જો પાકિસ્તાન આતંકવાદને ખતમ ન કરી શકે તો અમે મદદ કરવા તૈયાર' રાજનાથ સિંહે આપી ઓફર

મોદી ત્રીજી વાર નહીં ચોથી વાર પીએમ બનશે 
રાજનાથ સિંહે કહ્યું કે, નરેન્દ્ર મોદી માત્ર ત્રીજી વાર નહીં પરંતુ ચોથી વખત પણ પીએમ બનશે. જ્યાં સુધી તેઓ સ્વસ્થ અને સક્ષમ હશે ત્યાં સુધી તેઓ વડા પ્રધાન રહેશે. એટલું જ નહીં રાજનાથ સિંહે આ દરમિયાન પાકિસ્તાન પર પણ હુમલો કર્યો અને કહ્યું કે આજે તે આતંકવાદનો સામનો પોતાના દમ પર નથી કરી શકતો. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન સક્ષમ નથી તો પાડોશી દેશે ભારતની મદદ લેવી જોઈએ. અમે આતંકવાદનો સામનો કરવામાં મદદ કરીશું. ચીને ભારતની જમીન પર કબજો કર્યો હોવાના આક્ષેપો અંગે તેમણે કહ્યું હતું કે એક ઇંચ જમીન પર કબજો કરવામાં આવ્યો નથી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ