બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / કાંતારાને પછાડી સતત 18માં દિવસે 'ધુરંધર' બની 2025ની સૌથી હિટ ઇન્ડિયન મૂવી

બોલીવુડ / કાંતારાને પછાડી સતત 18માં દિવસે 'ધુરંધર' બની 2025ની સૌથી હિટ ઇન્ડિયન મૂવી

Vishal Khamar

Last Updated: 03:33 PM, 23 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણવીરસિંહની એક્શનથી ભરપુર થ્રિલર ધુરંધર એ બોક્સ ઓફીસ પર જોરદાર કમાણી ચાલુ રીખી છે. આ ફિલ્મ તેના 18 મા દિવસે પણ કમાણીમાં 2025 ની સૌથી સફળ ભારતીય ફિલ્મ બની છે. ચાલો ધુરંધરની અત્યાર સુધીની કમાણી પર એક નજર કરીએ.

રણવીરસિંહની ફિલ્મ ધુરંધર રિલીઝ થયાના 18 મા દિવસે બોક્સ ઓફીસ પર ઈતિહાસ રચ્યો છે. આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત હાઈ-ઓક્ટેન સ્પાપ થ્રિલર ફિલ્મે માત્ર સ્થાનિક જ નહી પરંતું વિશ્વભરના બોક્સ ઓફીસમાં સારૂ પ્રદર્શન કર્યું છે. કાંતારા-1 અને ચાવા જેવી મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. ધુરંધર 2025 માં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ છે.

ધુરંધરે ત્રીજા અઠવાડિયાના અંતે 95 કરોડની કમાણી કરી હતી. જેમ્સ કેમેરોનની અવતાર ફાયર એન્ડ એશિઝ વચ્ચે પણ બરાબરની ટક્કર જામી હતી. સોમવારે 18 મા દિવસે ફિલ્મનું કલેક્શનમાં 60 ટકાના ઘટાડા સાથે 16 કરોડ પર અટક્યું હતું. તેનો સ્થાનિક કુલ કલેક્શન રૂ. 571.75 કરોડ થયો છે.

આ સોમવારે ધુરંધર અને સ્ત્રી-2 આશરે 857 કરોડ, અને કાંતારા-1 આશરે 852 કરોડના આજીવન કલેક્શનને પાછળ છોડી દીધું છે. આનો મતલબ એ છે કે આ 2025 ની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની ગઈ છે. જેણે રવિવારે છાવા નાં 807 કરોડના કલેક્શનને પણ વટાવી દીધું છે. ધુરંધર હવે આગામી સમયમાં 900 કરોડ અને પછી રૂ. 1000 કરોડને પાર કરશે તેવી શક્યતાો છે.

વિદેશમાં પણ અવતાર 3 ની ફિલ્મ રીલીઝ થઈ છે. તેમજ તેનું પર્ફોર્મન્સ પણ સારૂ છે. 18 મા દિવસ સુધીમાં ધુરંધરે વિદેશમાં $20.5 મિલિયન એટલે કે આશરે 170 કરોડથી વધુની કમાણી કરી છે. વિદેશમાં વ્યાપક કમાણીના કારણે રૂ. 872 કરોડનો આંકડો વટાવી ગઈ છે. વિશ્લેષકો માને છે કે જો ફિલ્મ આ ગતિએ કમાણી કરતી રહેશે તો આગામી બે દિવસમાં એનિમલ અને સિક્રેટ સુપસસ્ટારનો આંકડો વટાવી જશે. અત્યાર સુધીની ટોચની 10 સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મોની યાદીમાં પ્રવેશ કરશે.

આ પણ વાંચોઃ બ્લેક ડ્રેસમાં રકુલ પ્રીતે ફેન્સની ઠંડી ઉડાડી દીધી, Photos જોતા જ ચાહકો દિવાના

ધુરંધર ની સફળતા એ હકીકતથી વધુ નોંધપાત્ર બને છે કે તેણે હોલીવુડના શક્તિશાળી હરીફને હરાવી દીધો છે. સોમવારે નવી હોલીવુડ રિલીઝ થયેલ અવતાર: ફાયર એન્ડ એશિઝ એ રૂ. 8.50 કરોડની કમાણી કરી છે. જે ધુરંધર કરતા લગભગ 50% ઓછી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment Ranveer Singh Bollywood
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ