બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:42 PM, 6 August 2025
ભારત દેશ એક આસ્થા અને શ્રદ્ધાથી ભરેલો દેશ છે. ભારતીય લોકોના જીવનમાં ભગવાનની ભક્તિ અને ભાવનું સ્થાન મોખરે રહ્યું છે. એવું કહેવાય છેકે ભારત દેશના કણ કણમાં શિવ એટલે કે ભગવાન વસે છે. આજે લોકો અલગ અલગ ભગવાનને તેના ઇષ્ટદેવ માની અને તેની પૂજા કરતાં હોય છે. પરંતુ ભગવાન શિવએ બધાના ઇષ્ટદેવ તરીકે ઓળખાય છે.
ADVERTISEMENT

ભગવાન શિવની પૂજા અને નામજપ કરવાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે. તેના ભક્તોનઆ આદિ, વ્યાયાદી અને ઉપાદી આ ત્રણેયનઆ દુખ ભાંગી ને ભુક્કો કરે છે. ભગવાન શિવને શ્રાવણ મહિનો અતિપ્રિય છે તેથી શિવભક્તો શ્રાવણ મહિનામાં શિવોપાસના કરતાં જોવા મળે છે. આવો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જે શિવલિંગ પર ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.
ADVERTISEMENT
ગંગા જળ
હિંદુ ધર્મમાં ગંગાજળને અત્યંત પવિત્ર અને દિવ્ય ગણવામાં આવે છે. કહેવામાં આવે છે છે કે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર ગંગા જળ ચઢાવવાથી ભગવાન શિવ દરેક મનોકામનાઓ પૂરી કરે છે.
ADVERTISEMENT
ગાયનું દૂધ
હિન્દુ ધર્મમાં ગાયને માતા ગણવામાં આવે છે અને તેનું દૂધ શુદ્ધતાનું પ્રતિક માનવામાં આવે છે. શિવલિંગ પર દૂધ ચઢાવવાથી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
ADVERTISEMENT
બીલીપત્ર
ત્રણ પાંદડાવાળું બીલીપત્ર માતા પાર્વતીનું પ્રતિક છે. શિવલિંગ પર 'ઓમ નિલકંઠાય નમઃ' મંત્ર ઉચ્ચારણ સાથે બીલીપત્ર ચઢાવવાથી આરોગ્ય અને દીર્ઘાયુ જીવન પ્રાપ્ત થાય છે.
ADVERTISEMENT

શેરડીનો રસ
ADVERTISEMENT
શિવજીને મીઠાશ અતિ પ્રિય છે. શિવલિંગ પર શેરડીનો રસ ચઢાવવાથી જીવનમાં મીઠાશ અને સુખ મળે છે. સાથે ‘ઓમ શંકરાય નમઃ’ મંત્રનો જાપ કરવો.
ધતૂરો
'ઓમ મહાકાલય નમઃ’ મંત્રનો જાપ કરીને સાથે ધતૂરો ચઢાવવાથી દુઃખોનો નાશ થાય છે અને નકારાત્મક ઊર્જાથી મુક્તિ મળે છે.
આકડાનું ફૂલ
આકડાનું ફૂલ શિવજી માટે પવિત્ર માનવામાં આવે છે. શિવલિંગ પર ‘ઓમ રુદ્રાય નમઃ’ મંત્રના જાપ સાથે આકડાનું ફૂલ ચઢાવવાથી દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે.

ભાંગના લીલા પાન
શિવલિંગ પર 'ઓમ ત્ર્યંબકાય નમઃ’ મંત્ર સાથે ભાંગની પાંદડીઓ ચઢાવવાથી મન શાંત થાય છે અને શિવજીની કૃપા મળે છે.
વધુમાં વાંચો: ઈલેક્ટ્રિસિટી વગર સૂર્યના તાપથી મોબાઈલ ચાર્જ થઈ જશે, સાથે રાખો આ સસ્તુ ડિવાઈસ
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.