ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / શ્રીકૃષ્ણને અહીં લાગ્યું હતું ગૌહત્યાનું પાપ, તપ બાદ સજીવન થઈ ગાયો, 6000 વર્ષ જૂનો ઈતિહાસ
Last Updated: 06:34 AM, 19 September 2025
ADVERTISEMENT
સુરતના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામની સીમમાં ગાય પગલાં તીર્થ સ્થાન આવેલું છે જ્યાં 6 હજાર વર્ષથી પણ અતિ પૌરાણિક 6 અલગ અલગ દેવોના મંદિરો આવેલા છે. ગાયપગલા તીર્થ સ્થાને શંખેશ્વર મહાદેવનું અતિપ્રાચીન મંદિર આવેલું છે. શંખેશ્વર મહાદેવ મંદિરે એક સાથે બે શિવલિંગ સ્વયંભુ પ્રગટ થયેલા છે. જેના દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટે છે. ગાય પગલાં તીર્થ સ્થાનનું મહત્વ અને ઇતિહાસ ખૂબ અનેરો છે તેથી જ આ સ્થાનકે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટે છે.
ADVERTISEMENT
બે સ્વયંભુ શિવલિંગ
શંખેશ્વર મહાદેવ મંદિરે એક સાથે બે શિવલિંગ સ્વયંભુ પ્રગટ થયા છે. કહેવાય છે કે આ બંને શિવલિંગની સ્થાપના કૃષ્ણ અને બલરામે કરી હતી. ગાય પગલા તીર્થ સ્થાને આવેલા શંખેશ્વર મહાદેવ મંદિરે બારેમાસ ભક્તોનો ભારે ઘસારો હોય છે અને મંદિરમાં બિરાજમાન શંખેશ્વર મહાદેવના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. શંખેશ્વર મહાદેવના દર્શન માટે ભક્તો દૂરદૂરથી મોટી સંખ્યા માં ઉમટે છે.
ADVERTISEMENT

ગાય પગલા તીર્થ સ્થાનનો ઈતિહાસ
ADVERTISEMENT
ગાય પગલા તીર્થ સ્થાનનો ઈતિહાસ રોચક છે. કૃષ્ણ ભગવાને યમુનાજીના જળમાં પ્રવેશ કરી કાળીયા નાગને જીતી બહાર આવ્યા યુદ્ધ બાદ થાકેલા કૃષ્ણને નિંદ્રા લેવાની ઈચ્છા થઈ એટલે બળદેવજીને પોતાનો પંચજન્ય શંખ સાચવવા આપ્યો.આ એ શંખ હતો જેના નાદથી વન વગડે ગયેલી ગાયો પરત ફરતી હતી. બલરામજીએ સાંજે શંખનાદ કર્યો , પહેલો અવાજ બરાબર નીકળ્યો પરંતુ બીજા શંખનાદનો અવાજ બદલાતા 10 હજાર જેટલી ગાયો યમુના નદીના પ્રવાહમાં તણાવા લાગી આથી બલરામજી પાસે રહેલો હળ તેમજ પંચજન્ય શંખ શ્રાપિત થતા બંને કાળા પડી ગયા. યમુના નદીમાં વહી ગયેલી ગાયોને કારણે કૃષ્ણ અને બલરામ પર ગૌ હત્યાનો દોષ લાગ્યો.. આ દોષ નિવારણની મુક્તિ માટે તેઓ ગર્ગ ઋષિ પાસે જતા તેમને તાપી તટે વૈશાખ સુદ અગિયારસથી વૈશાખ સુદ પૂનમ સુધી એમ પાંચ દિવસનું અખંડ તપ કરવા કહ્યું.ગર્ગ ઋષિના આદેશ મુજબ કૃષ્ણ અને બલરામજીએ પાંચ દિવસ સતત તપ કર્યું અને આ તપના પ્રતાપથી મૃત ગાયો સજીવન થઈ અને પંચજન્ય શંખ તેમજ હળ શ્રાપમાંથી દોષ મુક્ત થયા હતા.

ADVERTISEMENT
મંદિરમાં એક સાથે બે શિવલિંગ સ્વયંભુ પ્રગટ
જે ગાયો જીવીત થઈ હતી તે ગાયોના પગલાં હાલ પણ આ સ્થળ પર જોવા મળે છે. કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામે આવેલા આ અતિ પ્રાચીન ગાય પગલાં તીર્થ સ્થાન પર શ્રદ્ધાળુઓ ભરપૂર આસ્થા ધરાવે છે. મંદિરમાં બિરાજમાન શંખેશ્વર મહાદેવના દર્શન કરતાની સાથે જ ભક્તો ધન્યતા અનુભવે છે અને ભક્તોની જે મનોકામનાઓ છે તે અહીં પૂર્ણ પણ થાય છે. શ્રાવણ માસ અને દર સોમવારે અહીં મોટી સંખ્યામાં શિવભક્તો દુરદુરથી આવે છે અને મંદિરમાં બિરાજમાન શંખેશ્વર મહાદેવના શિવલિંગ પર જળાભિષેક કરી ધન્યતા અનુભવે છે. દર વર્ષે અનેક શ્રદ્ધાળુઓ કાવડ યાત્રા લઈને ગાયપગલા મંદિરે આવે છે. સુરત જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી પગપાળા આવતા શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરે છે. કાવડિયા સ્ત્રીઓ માટે મંદિરના ટ્રસ્ટ દ્વારા વિશેષ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. કાવડ લઈને આવતા શ્રદ્ધાળુઓ માટે ચા પાણી અને ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે સાથે જ જે પગપાળા ચાલીને આવતા શ્રદ્ધાળુઓ છે તેમના માટે આરામની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન અનેક શ્રદ્ધાળુ અહીં આવતા હોવાને કારણે જાહેર ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ સાચી શ્રદ્ધાથી જે માંગો તે મળી જશે, અમદાવાદમાં છે મહાકાળી માતાજીનું ચમત્કારિક મંદિર
ADVERTISEMENT
મોટું મંદિર બનવા જઈ રહ્યુ છે
ગાય પગલા તીર્થસ્થાને અતિ પ્રાચીન શંખેશ્વર મહાદેવ મંદિર, દત્ત ભગવાન મંદિર, બાળ કૃષ્ણ મંદિર, હિમાલયેશ્વર મંદીર, બળીયા કાકાની ડેરી, બાલકૃષ્ણ મંદીર પાસે ગાયના પગલાં, તેમજ ગૌ શાળા આવેલી છે. કામરેજના ગાય પગલાં તીર્થસ્થાને શ્રદ્ધાળુઓ અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને એટલે જ શ્રદ્ધાળુઓ આ તીર્થસ્થાને મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આ સ્થળ પર પહેલા નાના-મોટા મંદિર બનાવ્યા હતા. હાલ ગુજરાત પવિત્ર યાત્રાધામના સહયોગથી અહીં મોટું મંદિર બનવા જઈ રહ્યુ છે. જ્યાં તાપી માતાની મૂર્તિ, શ્રીકૃષ્ણ અને બલરામની પૂજા તપ કરતી મૂર્તિ મુકવામાં આવશે. જેનો અલગથી ગર્ભદ્વાર બનાવવામાં આવશે અને અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે બગીચો, પાર્કિંગ અને જરુરિયાત પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT