ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / સાચી શ્રદ્ધાથી જે માંગો તે મળી જશે, અમદાવાદમાં છે મહાકાળી માતાજીનું ચમત્કારિક મંદિર

દેવ દર્શન / સાચી શ્રદ્ધાથી જે માંગો તે મળી જશે, અમદાવાદમાં છે મહાકાળી માતાજીનું ચમત્કારિક મંદિર

Last Updated: 06:30 AM, 18 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભક્તો કહે છે કે અહીં માતાજીનો એવો મહિમા છે, કે નિઃસંતાનને સંતાનની પ્રાપ્તિ થાય છે, વિઝા માટે લાંબા સમયથી રાહ જોઈ રહેલા યુવાઓને વિઝા મળી જાય છે અને જેઓ નોકરીની આશા લઈને આવે છે, તેમને સારી નોકરી મળી જાય છે

ADVERTISEMENT

શ્રદ્ધા, ભક્તિ અને અખૂટ વિશ્વાસનું એક અનોખું કેન્દ્ર એટલે અમદાવાદના બાપુનગરમાં આવેલું પૌરાણિક મહાકાળી માતાનું મંદિર, માતાજીના આ મંદિરે ભક્તો પોતાની લાગણીઓ સાથે માથું નમાવી ધન્ય થાય છે. અહીં માત્ર ધાર્મિકતા નથી, અહીં છે એવી શક્તિ જે જીવનને નવી દિશા આપે છે, આશા આપે છે.. આ મંદિર કેવળ ઇંટ પથ્થરની દિવાલો નથી, અહિં દરેક ભીંતે લખાયેલી છે ભક્તોની શ્રદ્ધાઓની વાર્તાઓ

6

રવિવાર હોય કે પૂનમ, ભક્તોની અવરજવર સતત હોય છે. પૂનમના દિવસે તો ખાસ 11 કિલો સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. એવો પ્રસાદ કે જેમાં માતાજીનો આશીર્વાદ છલકાય છે. લોકો સવારે વહેલી તકે પધારે છે. કેમ કે કોઈ ખાલી હાથે ગયું જ નથી. કોઈ વાત માગી અને માતાજીએ સાંભળી ન હોય એવું ન બની શકે. બધું જીવંત લાગે છે અહી.

2

ભક્તો કહે છે કે અહીં માતાજીનો એવો મહિમા છે, કે નિઃસંતાનને સંતાનની પ્રાપ્તિ થાય છે, વિઝા માટે લાંબા સમયથી રાહ જોઈ રહેલા યુવાઓને વિઝા મળી જાય છે અને જેઓ નોકરીની આશા લઈને આવે છે, તેમને સારી નોકરી મળી જાય છે. આવો અહિયાંનો મહિમા છે, માનતા રાખો, શ્રદ્ધા રાખો અને જીવન બદલાતું જોઈ લો.

3

મંદિરનો ઇતિહાસ પણ એટલો જ હ્રદયસ્પર્શી છે. કહે છે કે વર્ષો પહેલા અહીં એક નાનકડું સ્થાન હતું. એક આંબલીના વૃક્ષ નીચે નાની દેરીમાં માતાજીનું મૂળ સ્થાન હતું. પણ જેમ જેમ ભક્તોની શ્રદ્ધા વધી, તેમ તેમ આ સ્થાન પવિત્ર ધામમાં બદલાયું. એક પૂજારીએ પોતાની જીંદગીની કમાણી, પોતાનું સોનુ આપી માતાજી માટે ભવ્ય મંદિર બનાવ્યું. આ જે ભવ્યતાની અભિવ્યક્તિ છે, એ પાછળ છે ત્યાગ, સમર્પણ અને સાચા દિલથી કરેલી સેવા. વર્ષ 2016માં મંદિરનું પુનર્નિર્માણ થયું અને આજે આ સ્થાન હજારો લોકો માટે આશાનો તારો બની ગયું છે.

4

આ મંદિર માત્ર પૂજા સ્થાન નથી. આ એક સંસ્થા છે જે સેવાઓથી ભરપૂર છે. કોરોના કાળમાં જ્યારે લોકો બે ટાઈમનું ભોજન શોધી રહ્યા હતા ત્યારે આ મંદિર ટ્રસ્ટે અહિયાં ભોજન, અનાજ અને આર્થિક સહાય પહોંચાડી. વિધવા અને વૃદ્ધ બહેનોને સાડીઓ આપવી હોય, કે જરૂરિયાતમંદ દીકરીઓના વિવાહ માટે સહાય બધું અહીં થાય છે. દિવ્યાંગો માટે અનાજ વિતરણ, સમૂહ લગ્ન કરવામાં આવે છે. ભક્તો અહીંથી આશીર્વાદ નહીં જીવન માટે દિશા લઈને જાય છે.

5

આ પણ વાંચોઃ વાઘેશ્વર મહાદેવનું 800થી વધારે વર્ષ જૂનું પૌરાણિક મંદિર, પાંડવો સાથે જોડાયેલો છે ઈતિહાસ

શ્રદ્ધાનું જે બીજ અહીં રોપાયું હતું, આજે તે ભવ્ય વૃક્ષ બની ચૂક્યું છે. મહાકાળી માતાનું આ મંદિર એ માત્ર ધર્મસ્થળ નથી, પણ લાગણીઓનું આશ્રય છે, જ્યાં દરેક ભક્ત એક નવો આશરો પામે છે. અહીંથી કોઈ ખાલી જતું નથી, અહીંથી મળે છે આશીર્વાદ, શક્તિ અને એક નવુ જીવનદર્શન. આવા સ્થાનોએ જ આપણી સંસ્કૃતિ જીવંત રાખી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Famous Temple Mahakali Mata Fulfills wishes
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ