બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / વાઘેશ્વર મહાદેવનું 800થી વધારે વર્ષ જૂનું પૌરાણિક મંદિર, પાંડવો સાથે જોડાયેલો છે ઈતિહાસ

દેવ દર્શન / વાઘેશ્વર મહાદેવનું 800થી વધારે વર્ષ જૂનું પૌરાણિક મંદિર, પાંડવો સાથે જોડાયેલો છે ઈતિહાસ

Last Updated: 06:30 AM, 15 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના બારડોલી તાલુકાના તાપી નદીના કિનારે આવેલા વાઘેચા ગામે હજારો વર્ષ પૌરાણિક વાઘેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરે રોજ હજ્જારો ભાવિકો મહાદેવજીના દર્શને આવી દર્શન કરી ધન્ય થાય છે

સુરતના બારડોલી તાલુકામાં વાઘેચા ગામે તાપી નદીના કિનારે વાઘેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલુ છે. 800થી વધારે વર્ષ જૂના આ મંદિરનો ઈતિહાસ પાંડવો સાથે જોડાયેલો છે. જ્યારે ભીમે નદીમાં સુઈ જઈને વહેતા પાણીમાં અવરોધ ઉભો કર્યો હતો ત્યારે તે અવરોધ દૂર કરવા શિવ પાર્વતીજીએ યુક્તિ કરી હતી. સુરતના બારડોલી તાલુકાના તાપી નદીના કિનારે આવેલા વાઘેચા ગામે હજારો વર્ષ પૌરાણિક વાઘેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરે રોજ હજ્જારો ભાવિકો મહાદેવજીના દર્શને આવી દર્શન કરી ધન્ય થાય છે. અને દર વર્ષે પવિત્ર શ્રાવણ માસે તો ભાવિક ભક્તોનું ધોડાપુર ઉમટી પડે છે. મંદિરનો મહિમા અનેરો છે એટલે મહાદેવજીના શરણે દુરદુરથી શ્રધાળુઓ મંદિરે દર્શનાર્થે આવે છે. વાઘેશ્વર મહાદેવના મંદિરે ભક્તો મહાદેવને શ્રુંગાર અને જલાભિષેક કરી ભગવાન શિવ ની આરાધના કરે છે ત્યારે મંદિરમાં હરહર મહાદેવના નાદથી વાતાવરણ ભક્તિમય બની જાય છે. પાંડવો પોતાના વનવાસ સમયે અગિયારસના દિવસે વાઘેચા ગામે આવ્યા હતા. જે પહેલા હેડબા વન તરીકે ઓળખાતું હતું. તાપી નદીમાં સ્નાન કરતા ભીમને નદીનું પાણી ઓછું પડતા, સુઈને પાણીનો ઘેરાવો કર્યો હતો એટલે પાણીના અવરોધથી નજીકના જંગલો, ગામડાઓમાં પાણી ફરી વળ્યા હતા. ભગવાનના શિવના મંદિરમાં પણ પાણી પ્રવેશતા શિવજી પણ મુંઝવણમાં મુકાયા હતા. એટલે ભીમને નદીમાંથી ખસેડવા ભગવાન શિવ અને પાર્વતી માતાએ યુક્તિ કરી હતી.

બારડોલીના વાઘેચા ગામે વાઘેશ્વર મહાદેવ બિરાજમાન

વાઘ અને ભીમ વચ્ચે યુદ્ધ થયું, યુદ્ધમાં વાઘે ભીમના ડાબા ખભાના ભાગને ઇજા પહોંચાડી ફાડી નાખ્યો. વધુ પડતી ઇજાથી ગુસ્સે ભરાયેલા ભીમ વાઘને પકડીને પથ્થર પર પછાડવા ગયા ત્યારે ભગવાન શિવ પોતાના અસલ રૂપમાં આવી ગયા અને ભીમને યુદ્ધ કરતા અટકાવી દીધો. ત્યારબાદ ભીમની ઇજાઓને ભગવાન શિવે વરદાન આપીને તે ભાગને અર્ધવ્રજ બનાવી દીધો. તાપી નદીમાં આજે પણ જ્યારે પાણી ઓછું હોય, ત્યારે ભીમના પંજા, વાઘના પંજાના નિશાન જોવા મળે છે. દર વર્ષે શ્રાવણના પવિત્ર માસે બારડોલી તાલુકાના વાઘેચા ગામે આવેલા અતિ પ્રાચીન વાઘેશ્વર મહાદેવના મંદિરે ભક્તોની ભારે ભીડ જામે છે. અને શ્રાવણ માસ દરમિયાન જે કાવડીયા અને શ્રધ્ધાળુ આવે છે તેમને માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. વાઘેશ્વર મહાદેવના મંદિરમાં પ્રગટ શિવલિંગ વાઘમુખી શિવલીંગ હોવાથી વાઘેશ્વર મહાદેવના નામથી ઓળખાય છે અને વાઘેશ્વર મહાદેવ મંદિર નામ હોવાથી ગામનું નામ વાઘેચા રાખવામાં આવેલું છે. વાઘેચા મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન હજારો શ્રદ્ધાળુ ભગવાન શિવના દર્શને આવી પોતાની મનોકામના ભગવાન શિવજી સામે વ્યક્ત કરે છે અને ભગવાન શિવ તમામ લોકોને મનોકામના પૂર્ણ કરે છે. દૂરદૂરથી મંદિરે આવતા ભાવિકો મહાદેવના દર્શન કરી, મંદિર તાપી નદીના કિનારે આવેલું હોવાથી દર્શન બાદ નદીમાં સ્નાન કરી પોતે પવિત્ર થયાની લાગણીનો અહેસાસ કરી ધન્ય થાય છે.

PROMOTIONAL 12

આ પણ વાંચો: અંગ્રેજ હુકૂમત પણ જ્યાં માથું નમાવીને ઝૂકી હતી, ટીલડી ગાય પણ કરતી નમન, એવા ડભોડા હનુમાનજીના કરો દર્શન

શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થાય છે

વાઘેચા મંદિરમાં મોની બાપુ નામના એક સંત વર્ષ સુધી રહ્યા હતા અને તેમણે ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી. મંદિરના ટ્રસ્ટીઓ મોની બાપુના અહીં લાવવામાં આવ્યા હતા. મોની બાપુએ અહીં ભગવાન શિવની વર્ષો સુધી આરાધના કરી હતી. શ્રદ્ધાળુઓ પણ મોની બાપુના દર્શન કરી ધન્યતા અનુભવતા હતા. એક દિવસ મોની બાપુએ આ જ સ્થળે મંદિરની બહાર સમાધિ લઈ લીધી હતી. મોનિબાપુએ જ્યાં સમાધિ લીધી હતી ત્યાં હાલ ભવ્ય પિરામિડ આકારના મંદિરનું સુંદર નિર્માણ કરવામાં આવ્યું છે. મહાદેવજીના દર્શને આવતા ભાવિકો મોની બાપુના પણ દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે. આખા વર્ષ દરમિયાન મંદિરે દર્શને આવતા શ્રદ્ધાળુઓ માટે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ચાલો વિતરણ કરવામાં આવે છે. શિવરાત્રી દરમિયાન હજારો ભક્તો ભગવાન શિવના દર્શન આવે છે દૂરથી આવતા શ્રદ્ધાળુઓ માટે અહીં ધર્મશાળા પણ બનાવવામાં આવી છે. જેથી ભક્તો રાત્રિ રોકાણ કરી શકે. મંદિરે શિવરાત્રીના દિવસે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેનો લાભ વાઘેચા સહિત આજુબાજુના ગ્રામજનો પ્રસાદીરુપે લે છે. દેશની આઝાદી પહેલા અંગ્રેજોના સમય દરમિયાન આ મંદિરે સ્વતંત્ર સેનાનીઓ ભેગા થઈ આઝાદીની ચળવળ ચલાવતા હતા. આઝાદીની ચળવળ દરમિયાન અહીં પત્રિકા છપાવીને વિતરણ કરતા હતા. મંદિરના શિખરમાં એક ભોંયરૂ બનાવવામાં આવ્યું હતું ત્યાં સ્વતંત્ર સેનાનીઓ મળતા હતા એટલે આઝાદીની ચળવળ સાથે પણ મહાદેવજીના મંદિરનો ઇતિહાસ જોડાયેલો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Wagheshwar Mahadev Dev Darshan Surat News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ