બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:30 AM, 24 July 2025
અમદાવાદના સોલામાં બાલા બહુચરાજી માતાજીનું મંદિર આવેલુ છે. બાલા બહુચરાજી મંદિરમાં અમાસના દિવસે માતાજીના આશીર્વાદ લેવા મોટી સંખ્યામાં ભાવિકો મંદિરે આવે છે. અમાસના દિવસે દર્શન કરવાથી ભાવિકોની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે અને જીવનની અનેક સમસ્યાના સમાધાન થવાની માન્યતા છે. એટલે જ આ મંદિર માઈ ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે. વર્ષો પહેલા પગપાળા મોટા બહુચરાજી જતા લોકો રસ્તામાં વિસામો કરી શકે તે માટે સ્વ.નારણભાઈ બેચરદાસ પ્રજાપતિ અને સ્વ.પરસોત્તમદાસ બેચરદાસ પ્રજાપતિ, આ બંને ભાઈઓએ તેમના વીસમા માટે ૫૦૦૦ મીટર જેટલી જગ્યામાં માતાજીનું મંદિર બનાવ્યુ. અને પગપાળા બહુચરાજી જતા ભાવિકો વિસામો કરી શકે અને તેમના જમવા રહેવાની વ્યવસ્થા કરવામાં આવી. 1981 માં દાતાઓના આ દાનથી આશરે એક વિઘા જેટલી જગ્યામાં શ્રી બાલા બહુચરાજી મંદિરની સ્થાપના કરવામાં આવી.
ADVERTISEMENT

દર અમાસના દિવસે મહાપ્રસાદનું આયોજન
ADVERTISEMENT
મંદિરમાં બહુચરાજી માતાની સાથે અંબાજી, મહાલક્ષ્મીને પણ બિરાજમાન કરવામાં આવ્યા છે. મંદિરની બાજુમાં એક શિવાલય પણ બનાવવામાં આવ્યું છે. જેમાં ભગવાન ભોળાનાથની સ્થાપના કરવામાં આવી છે. માતાજીના દર્શને આવતા તમામ ભક્તો મહાદેવના દર્શન કરી ધન્ય થાય છે. સોમવતી અમાસ અને પૂનમના દિવસે મંદિરમાં આનંદનો ગરબો રાખવામાં આવે છે. દર માગશર સુદ બીજના દિવસે માતાજીની પાદુકા પૂજન સાથે અન્ન્કુટ કરવામાં આવે છે. અને દર અમાસના દિવસે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે.
નવજાત શીશુને દર્શન કરાવવાની પરંપરા
ADVERTISEMENT
ભક્તો નિષ્ઠાપૂર્વક પૂજા કરી માતાજીને પ્રાર્થના કરે છે. અને તેમની મનોકામના મા બહુચર અવશ્ય પૂરી કરે છે. લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે માતાજી સમક્ષ શ્રદ્ધાપૂર્વક અમાસે ઉપવાસ કરે છે. ભાવિકો ૧૦ અમાસ, ૫ અમાસ અથવા 12 અમાસ કરે છે. 40 વર્ષ જૂના મંદિરમાં લોકોને અતૂટ આસ્થા છે. 40 વર્ષ જુના મંદિરમાં અમાસ અને ખાસ કરીને સોમવતી અમાસના દિવસે શ્રદ્ઘાળુઓ દર્શન કરવા આવે છે. ત્યારે મંદિરમાં ઉત્સવનું વાતાવરણ ઉભુ થાય છે. જે દંપતિને ઘરે પારણું બંધાયુ હોય તે તેમના નવજાત શીશુને માતાજીના મંદિરે અચૂક લાવે છે અને તેના સુખી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે.

ADVERTISEMENT
પુનમના દિવસે મગજના લાડુનો પ્રસાદ
અમાસના દિવસે મહાઆરતી કરવામાં આવે છે. મહાઆરતી બાદ આનંદનો ગરબો કરવામાં આવે છે અને માતાજીને મહાપ્રસાદ અર્પણ કરવામાં આવે છે. આરતી અને આનંદના ગરબા બાદ ભક્તો શ્રદ્ધાપૂર્વક માના દર્શન કરી ધન્ય થાય છે. મંદિરે છેલ્લા ૨૨ વર્ષથી માતાજીનો મહાપ્રસાદ બનાવવામાં આવે છે. અને પુનમના દિવસે મગજના લાડુનો પ્રસાદ બનાવવામાં આવે છે. તથા ટ્રસ્ટ તરફથી ભંડારો કરવામાં આવે છે. વર્ષોથી માતાજીના દર્શને આવતા શ્રદ્ધાળુઓ દર્શન કર્યા બાદ મંદિરમાં સેવાકાર્ય કરી ખરી ભક્તિનો અહેસાસ કરે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ હીરણ નદીના કિનારે બ્રહ્મેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર, ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે ભોળાનાથ

ADVERTISEMENT
ભક્તોની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે
માતાજીના દર્શને આવતા ભક્તોની તમામ ઈચ્છાઓ અહીં આવવાથી પૂરી થાય છે. શ્રી બાલા બહુચરાજી ટ્રસ્ટ તરફથી વર્ષ દરમ્યાન અનેક તહેવાર ઉજવવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે. માતાજીના પ્રાગટય દિવસે અન્ન્કુટ કરવામાં આવે છે. ત્યારે આશરે પાંચ હજાર લોકોનો ભંડારો કરવામાં આવે છે. ચેત્રીઆઠમના દિવસે માતાજીનો હવન કરવામાં આવે છે.. મંદિરમાં બનાવવામાં આવેલો હોલ જરૂરીયાત મંદ લોકોને રાહત દરે ભાડે આપવામાં આવે છે. અને તેમાંથી જે આવક થાય છે. તેમાંથી મેડીકલ કેમ્પ, ગૌ દાન જેવા સેવાકીય કાર્યો કરવામાં આવે છે. બાલા બહુચરાજી માતાનું રૂપ અત્યંત તેજોમય છે. કહે છે કે દેવીના આ દિવ્ય રૂપના નિત્ય દર્શન કરવાથી પરમશાંતિની અનુભૂતિ થાય છે. એટલું જ નહીં, માન્યતા અનુસાર અહીં આસ્થા સાથે આવનારને મા ક્યારેય નિરાશ કરતા નથી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.