બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / હીરણ નદીના કિનારે બ્રહ્મેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર, ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે ભોળાનાથ

દેવ દર્શન / હીરણ નદીના કિનારે બ્રહ્મેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર, ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે ભોળાનાથ

Last Updated: 06:30 AM, 23 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં મહાદેવના સ્ફટિકના શિવલિંગ અનેક જગ્યા પર સ્થાપિત કરવામાં આવ્યા છે. પરંતુ તાલાળાના બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગની સાથે થાળું પણ સ્ફટિકનું સ્થાપિત કરવામાં આવેલું છે. એટલે બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર શિવ ભક્તોમાં અનન્ય આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે.

તાલાળામાં હીરણ નદીના કિનારે બ્રહ્મેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. પહેલા અહિં મહાદેવજીની નાની પતરાની દેરી હતી, મંદિરની સ્થાપના ભાણા પટેલ અને ભીમજીશંકર મહારાજે કરી હતી. વર્ષો પછી શોભરામદાસ મહારાજ અહિં આવ્યા અને તેમણે તપ કર્યું હતુ, ઘણા વર્ષો મહારાજ આ મંદિરે રહ્યા અને ગ્રામવાસીઓના સહયોગથી તેમણે આ મંદિરને મોટુ બનાવડાવ્યુ હતુ. લોકોની મહાદેવજીના મંદિરે અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે.

1

ગીર સોમનાથ જિલ્લાના તાલાળા શહેરમાં બ્રહ્મેશ્વર મહાદેવ દર્શન આપી રહ્યા છે. આ મહાદેવનું મંદિર તેના શિવલિંગને લઈને સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વિશેષ અને અલગ તરી આવે છે. દેશમાં મહાદેવના સ્ફટિકના શિવલિંગ અનેક જગ્યા પર સ્થાપિત કરવામાં આવ્યા છે. પરંતુ તાલાળાના બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગની સાથે થાળું પણ સ્ફટિકનું સ્થાપિત કરવામાં આવેલું છે. એટલે બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર શિવ ભક્તોમાં અનન્ય આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે.

સ્ફટિકના શિવલિંગ જ્યાં બિરાજમાન છે ત્યાં સનાતન ધર્મની પરંપરા અનુસાર માત્ર પુરુષો અને તે પણ ધોતી ધારણ કરીને જ ગર્ભ ગૃહમાં પ્રવેશ કરી શકે છે. જે શ્રદ્ધાળુઓએ સંસારિક વેશ પરિધાન ધારણ કર્યો હોય તે પ્રત્યેક શિવ ભક્તોને ગર્ભગૃહની બહારથી ભોળાનાથના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવે છે. અહીં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવધૂનની સાથે પૂનમના દિવસે શિવ ભક્તો માટે વિશેષ ભોજન પ્રસાદની વ્યવસ્થા મંદિર પરિસરમાં કરવામાં આવે છે.

3

પ્રત્યેક શિવભક્ત સ્થાપિત શિવલિંગની સાથે પાર્થિવ શિવલિંગની પૂજા અને અભિષેક કરતા હોય છે. બરફના પહાડોના પથ્થરોમાંથી મળી આવતા સ્વયંભૂ સ્ફટિકમાંથી બનેલા શિવલિંગની પૂજા-અભિષેકનું ખૂબ જ ધાર્મિક મહત્વ શિવપુરાણ સાથે જોડાયેલા સનાતન ધર્મના ગ્રંથોમાં જોવા મળે છે. સ્ફટિકને બરફના પથ્થર તરીકે પણ ઓળખવામાં આવે છે. જે સ્વયં પ્રકાશિત હોય છે. સ્ફટિક શિવલિંગના દર્શન અને અભિષેક કરવાથી આધ્યાત્મિક શક્તિઓની સાથે પ્રાર્થનાના ઉદ્દેશ્યને પણ વધારનારો માનવામાં આવે છે. શિવલિંગની પૂજાથી આધ્યાત્મિક વૃદ્ધિની સાથે જ્ઞાન પ્રાપ્ત થાય છે અને પ્રત્યેક શિવભક્તને આંતરિક શાંતિનો અનુભવ પણ સ્ફટિકનું શિવલિંગ કરાવે છે. નકારાત્મક શક્તિઓથી દૂર રાખીને સારા નસીબ અને સમૃદ્ધિ તરફ પણ સ્ફટિકનું શિવલિંગ દોરી જાય છે.

5

શ્રાવણ માસ દરમિયાન અહીં પ્રતિદિન શિવલિંગ પર અભિષેક અને વિશેષ પૂજા કરવામાં આવે છે. સ્ફટિકના શિવલિંગના દર્શન અને તેના અભિષેકને પવિત્ર ધાર્મિક વિધિ માનવામાં આવે છે. સ્ફટિકના શિવલિંગની પૂજા કરવાથી કોઈ પણ શિવ ભક્ત શિવ પ્રત્યે કેન્દ્રિત બનતો હોય છે. જેથી સ્ફટિકને શિવના પ્રતિકાત્મક પ્રતિનિધિત્વ તરીકે પણ ધર્મમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શિવપુરાણ સાથે જોડાયેલા સનાતન ધર્મના ગ્રંથોમાં સ્ફટીકના શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરવાની વિશેષ પરંપરા જોવા મળે છે.આ સિવાય કોઈ પણ શિવ ભક્ત પવિત્ર ભસ્મ અને ચંદનનો લેપ કરે તો પણ સ્ફટિકનું શિવલિંગ ખૂબ જ ઉર્જા પ્રદાન કરે છે.સાથે સાથે ફળ ફૂલ અને બિલિ પત્રના અભિષેકને પણ ખૂબ જ પુણ્ય શાળી માનવામાં આવ્યું છે. ચંદનનો લેપ અને ફળ ફૂલની સાથે બિલિપત્રના અભિષેક વખતે કોઈ પણ શિવભક્ત ઓમ નમઃ શિવાયના મંત્રનો જાપ કરે તો પણ દેવાધિદેવ મહાદેવ પ્રત્યેક શિવ ભક્ત પર અતિ પ્રસન્ન થાય છે.

આ પણ વાંચોઃ રક્ષાબંધન પર બહેનોએ કરવા જોઇએ આ 5 કામ, વધી જશે 'વીરા'નું આયુષ્ય!

સ્ફટિકના શિવલિંગને ઘરના પવિત્ર સ્થાનમાં સ્થાપિત કરવું જોઈએ તેવો ઉલ્લેખ ધર્મગ્રંથોમાં જોવા મળે છે સ્ફટિકના શિવલિંગની નિયમિત પૂજા અને સોમવારે ખાસ પૂજા કરવી જોઈએ ભક્તિ ભાવ સાથે એક માત્ર સ્પર્શ કરવાથી પણ આધ્યાત્મિક ઉર્જાનો સંચાર પ્રત્યેક શિવ ભક્તમાં થતો હોય છે.જેને સ્ફટિકના શિવલિંગની પૂજા કરવાથી શિવ સાથે જોડાવાનો એક અનોખો પ્રસંગ પણ સાંપડે છે જે પ્રત્યેક શિવ ભક્તને શક્તિશાળી બનાવે છે. વધુમાં સ્ફટિકના શિવલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો જીવ પણ શિવ સમીપે પહોંચતો જોવા મળે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Famous Shiv Temple Sfatic Shivling Brahmeshwar Mahadev
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ