બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / જ્યોતિર્લિંગમાં દિવ્ય પ્રકાશ હાજર હોવાની છે માન્યતા, દ. ભારતમાં સ્થપાયું જ્યોતિર્લિંગ, ભગવાન રામે પણ કર્યા હતા દર્શન

શ્રાવણ સ્પેશિયલ / જ્યોતિર્લિંગમાં દિવ્ય પ્રકાશ હાજર હોવાની છે માન્યતા, દ. ભારતમાં સ્થપાયું જ્યોતિર્લિંગ, ભગવાન રામે પણ કર્યા હતા દર્શન

Published By: Jay Bhatt

Last Updated: 08:53 AM, 26 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ જ્યોતિલિંગનું વર્ણન મહાભારતમાં પણ છે. પાંચેય પાંડવો અહીં લિંગ સ્થાપ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને કહેવાય છે કે ભગવાન રામે પણ આ મંદિરના દર્શન કર્યા હતા. તો ધર્મ ગ્રંથોના ઉલ્લેખ મુજબ, ભક્ત પ્રહ્લાદના પિતા હિરણ્યકશ્યપે પણ અહીં શિવની પૂજા કરીને વિશેષ આશીર્વાદ મેળવ્યા હતા તેવી પણ કથા પ્રચલિત છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં જે કોઈ આવે છે અને ભગવાન શિવની પૂજા કરે છે, તો તેને અશ્વમેધ યજ્ઞ સમાન દરજ્જો મળે છે. આ જ્યોતિર્લિંગમાં આવીને પૂજા કરનાર દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે.

Mallikarjun Jyotirling : ગાઢ જંગલોમાં સૂર્યના કિરણો વૃક્ષોના પાંદડામાંથી પસાર થાય છે, ત્યારે એક રહસ્ય ધીમે ધીમે ખુલે છે. ખળખળ વહેતી કૃષ્ણા નદીનો અવાજ અને હરિયાળી વચ્ચે આવેલો શ્રીશૈલમ પહાડ જાણે કોઈ પૌરાણિક કથાનું વર્ણન કરતો હોય તેવો આભાસ થાય છે. અહીં જ ભગવાન શિવનું સ્વરૂપ છે જે પાર્વતી સાથે કૈલાસથી ઉતરીને રહે છે. આજે વાત કરવી છે એ મંદિરની જે ફક્ત યાત્રાધામ નથી પરંતુ શિવ અને પાર્વતીના દૈવી નિર્ણયની અમર સ્મૃતિ છે.

2 MALIKA ARJUN

આ કોઈ સામાન્ય મંદિર નહીં પણ એક એવી જગ્યા છે, જ્યાં શિવ અને પાર્વતીએ તેમના પુત્ર માટે માતાપિતા તરીકે રહેવાનું પસંદ કર્યું હતું. એવું કહેવાય છે કે જો તમે રાતે નિરવ શાંતિમાં ધ્યાનથી સાંભળો, તો મલ્લિકાર્જુનના ઘંટની ગૂંજ વચ્ચે, માતાનો પોકાર સંભળાય છે. મંદિરની દિવાલો, મૂર્તિઓ અને ઘાટ કોઈ જૂના સંવાદનું પુનરાવર્તન કરતું હોય તેવું લાગે છે. અહીંની હરિયાળી અને ઠંડી હવામાં એક અદ્ભુત શાંતિ અનુભવાય છે. નલ્લામાલા પર્વતમાળાનો આવેલું આ સ્થળ પ્રકૃતિના ખોળામાં વસેલું છે. જેનું કુદરતી સૌંદર્ય ભક્તોને આધ્યાત્મિક અને માનસિક શાંતિ પ્રદાન કરે છે.

શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર

શ્રીશૈલમના લીલાછમ પર્વતો વચ્ચે આવેલું એક એવું સ્થળ છે જે સદીઓથી શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર રહ્યું છે. જે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ તરીકે પ્રસિદ્ધ છે, જે શિવના બાર જ્યોતિર્લિંગોમાં એક વિશેષ સ્થાન ધરાવે છે. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ છે, જે સદીઓથી પોતાના દિવ્ય પ્રકાશથી સમગ્ર ભારતમાં ભક્તોને આકર્ષિત કરી રહ્યું છે.

જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થાય છે

આંધ્રપ્રદેશના શ્રીશૈલમમાં સ્થિત મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ભગવાન શિવ અને પાર્વતીનું સંયુક્ત સ્વરૂપ છે. જેમાં મલ્લિકા દેવી પાર્વતી છે અને અર્જુન મહાદેવ છે. તેને દક્ષિણનું કૈલાશ પણ કહેવામાં આવે છે. વેદ અને ઋષિઓ પણ એ વાતનું સમર્થન કરે છે કે શ્રીશૈલમ જેવું કોઈ તીર્થ નથી. શ્રીશૈલ ખંડમમાં લખાયું છે કે ‘श्रीशैल शिखरम् दृष्ट पुनर्जन्म न विध्यते’ આનો અર્થ એ છે કે જે શ્રીશૈલ શિખરના દર્શન કરનારનો પુનર્જન્મ થતો નથી. બીજા શબ્દોમાં કહીએ તો, તે જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થાય છે. એટલે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

Mallikarjun Jyotirling

કાર્તિકેય માતા-પિતા પર ખૂબ ક્રોધિત થઈ ગયા

પૌરાણિક કથા અનુસાર, એક વાર ભગવાન શિવના બંને પુત્રો એટલે કે ગણેશ અને કાર્તિકેય લગ્ન માટે એકબીજા સાથે લડવા લાગે છે. તેઓ 'પહેલા કોના લગ્ન થશે?' એ વાત પર ઝઘડી રહ્યા હતા. ત્યારબાદ ભગવાન શિવે બંનેને એક નિષ્કર્ષ પર પહોંચવા માટે કહ્યું કે, જે પહેલા પૃથ્વીની પરિક્રમા કરીને પાછો આવશે, તેના પહેલા લગ્ન થશે. ભગવાન કાર્તિકેય આખી પૃથ્વીની પરિક્રમા કરવા ગયા. પરંતુ ગણેશજીએ પોતાની બુદ્ધિથી પોતાના માતા-પિતા એટલે કે ભગવાન શિવ અને માતા પાર્વતીની પરિક્રમા કરી હતી. જ્યારે કાર્તિકેય પાછા ફર્યા અને ગણેશજીને પહેલા લગ્ન કરતા જોયા, ત્યારે તેઓ પોતાના માતા-પિતા પર ખૂબ ક્રોધિત થઈ ગયા હતા.

વધુ વાંચો : સોમનાથ મંદિરમાં ગઝનવીએ એવું શું જોયું હતું કે તે ડરી ગયો? સૌરાષ્ટ્રમાં આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ હતું ચમત્કારિક

શિવ તેમના પુત્રના વિયોગથી દુઃખી થયા

આ પછી ક્રોધિત થઈને કાર્તિકેય ક્રોંચ પર્વત પર ચાલ્યા ગયા હતા. બધા દેવતાઓ તેમને કૈલાશ પર્વત પર પાછા ફરવા વિનંતી કરવા લાગ્યા. પરંતુ તેમણે તેમ ન કર્યું. માતા પાર્વતી અને ભગવાન શિવ તેમના પુત્રના વિયોગથી દુઃખી થયા હતા. જ્યારે બંને સહન ન કરી શક્યા, ત્યારે તેઓ પોતે ક્રોંચ પર્વત પર ગયા. પરંતુ કાર્તિકેય તેમના માતા-પિતાને જોઈને ચાલ્યા ગયા. અંતે, તેમના પુત્રને જોવા માટે, ભગવાન શિવે પ્રકાશનું રૂપ ધારણ કર્યું અને માતા પાર્વતી પણ તેમાં બેસી ગયા. આ પછી શિવલિંગ મલ્લિકાર્જુન તરીકે જાણીતું બન્યું. માન્યતાઓ અનુસાર, મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગમાં ભગવાન શિવ અને પાર્વતીના દિવ્ય પ્રકાશ હજુ પણ હાજર છે. ત્યારથી, એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ દરેક અમાસ પર અહીં આવે છે અને દેવી પાર્વતી પૂર્ણિમાના દિવસે અહીં નિવાસ કરે છે.

મહાભારતમાં પાંડવોએ અહીં લિંગ સ્થાપ્યા હોવાનો ઉલ્લેખ

આ જ્યોતિલિંગનું વર્ણન મહાભારતમાં પણ છે. પાંચેય પાંડવોએ અહીં લિંગ સ્થાપ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને કહેવાય છે કે ભગવાન રામે પણ આ મંદિરના દર્શન કર્યા હતા. તો ધર્મ ગ્રંથોના ઉલ્લેખ મુજબ, ભક્ત પ્રહ્લાદના પિતા હિરણ્યકશ્યપે પણ અહીં શિવની પૂજા કરીને વિશેષ આશીર્વાદ મેળવ્યા હતા તેવી પણ કથા પ્રચલિત છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં જે કોઈ આવે છે અને ભગવાન શિવની પૂજા કરે છે, તો તેને અશ્વમેધ યજ્ઞ સમાન દરજ્જો મળે છે. આ જ્યોતિર્લિંગમાં આવીને પૂજા કરનાર દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે.

જ્યોતિર્લિંગમાં શિવની સાથે શક્તિનો પણ મહિમા

મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગમાં શિવની સાથે શક્તિનો પણ મહિમા છે. અહીં શિવની સાથે આદિશક્તિ માતા પાર્વતીના દર્શન પણ સંયુક્ત રીતે પ્રાપ્ત થાય છે. અહીં 51 શક્તિપીઠોમાંથી એક સ્થિત છે. 51 શક્તિપીઠોમાંથી 18 શક્તિપીઠોનું વિશેષ મહત્વ છે. જેમાં 4 શક્તિપીઠો અત્યંત પવિત્ર માનવામાં આવે છે. શ્રીશૈલમ એ ચાર શક્તિપીઠોમાંથી એક છે. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના નામથી માતા પાર્વતીને 'મલ્લિકા' અને ભગવાન શિવને 'અર્જુન' કહેવામાં આવે છે. શ્રાવણ મહિનામાં અહીં દર્શનનો મહિમા અલગ છે. માનવામાં આવે છે કે, જે કોઈ ભોળાનાથના આ જ્યોતિર્લિંગના દર્શન કરે છે, તેનું જીવન સુખ-સમૃદ્ધિથી ભરાઈ જાય છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને પ્રચલિત માન્યતાઓ અને સર્વસામાન્યા જાણકારીને આધારિત છે. VTV Digital તેની પુષ્ટિ કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mallikarjun Jyotirling Shravan Special Dharm

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ