બ્રેકિંગ ન્યુઝ
Shravan Month: શ્રાવણ મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને ઘણા લોકો આખો મહિનો અથવા તો સોમવારે ઉપવાસ કરતા કરતા હશે. ઉપવાસ કરવાનું ધાર્મિક રીતે ઘણું મહત્વ છે, સાથે જ એવું પણ કહેવામાં આવે છે કે ઉપવાસ કરવાથી તબિયત સારી રહે છે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં. પણ સવાલ એ છે કે ઉપવાસ કરવાથી આપના શરીરને ફાયદો થાય છે કે નુકસાન પહોંચે છે?
ADVERTISEMENT
ઉપવાસથી શરીર પર શું અસર થાય છે?
હવે સામાન્ય રીતે ઉપવાસને લોકો આસ્થા, ભક્તિ અને શ્રદ્ધા સાથે જોડે છે અને તેની સામે અત્યારની જનરેશન વજન ઘટાડવા અને ફિટ રહેવા માટે પણ ઉપવાસ રાખે છે પણ સવાલ એ જ છે કે ઉપવાસ કરવાથી શરીર પર શું અસર થાય છે? એક્સપર્ટના મતે દરેક લોકોએ અઠવાડિયામાં એક અથવા બે દિવસ તો ઉપવાસ કરવો જ જોઈએ. જો કે આ ઉપવાસ કરતાં સમયે થોડી વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ADVERTISEMENT
હવે સામાન્ય રીતે ઉપવાસ દરમિયાન ઘઉં ચણાનો લોટ અને અનાજ ખવાતું નથી. આ રીતે ઉપવાસ શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ મળે છે પણ આ દરમિયાન સામાન્ય રીતે લોકો વધુ ફરાળી વસ્તુઓ ખાવાના ચક્કરમાં વધુ તેલવાળું કે તળેલી વસ્તુઓ આરોગવા લાગે છે. જો કે આ ન કરવું જોઈએ. જ્યારે પણ તમે ઉપવાસ કે કોઈ વ્રત રાખો છો ત્યારે તમારે ડ્રાયફ્રૂટ્સ, ફ્રૂટ્સ, જ્યુસ, પાણી, દૂધ વગેરેનું સેવન વધુ કરવું જોઈએ.
ADVERTISEMENT

વધુ વાંચો : દુનિયાનું સૌથી મોટું પુણ્ય અને પાપ કયું? ભગવાન શિવે મા પાર્વતીને જણાવ્યું રહસ્ય
ADVERTISEMENT
ઘણા લોકો નિર્જળા વ્રત કે ઉપવાસ કરતાં હોય છે તેના પર એક્સપર્ટનું કહેવું છે કે પાણી વગરનું વ્રત ક્યારેય ન કરવું જોઈએ, કારણ કે પાણી ન પીવાથી શરીરની અંદર રહેલા વેસ્ટ મટીરિયલ્સ હોય છે એ શરીરમાંથી બહાર નથી આવી શકતા જેના કારણે શરીર અનેક રોગોનો ભોગ બને છે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.