બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આજે નવરાત્રિનો ત્રીજો દિવસ, તો જરૂરથી કરજો આ કાર્ય, માં ચંદ્રઘંટાની થશે અપાર કૃપા

Navratri 2025 / આજે નવરાત્રિનો ત્રીજો દિવસ, તો જરૂરથી કરજો આ કાર્ય, માં ચંદ્રઘંટાની થશે અપાર કૃપા

Shilpa Parmar

Last Updated: 07:59 AM, 24 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shardiya Navratri 2025 : શારદીય નવરાત્રીના બે દિવસ પૂરા થઈ ચૂક્યા છે અને આજે ત્રીજો દિવસ છે. આજનો દિવસ માતા ચંદ્રઘંટાની પૂજા-અર્ચના માટે સમર્પિત છે. જાણી લો ત્રીજા દિવસે કયા કાર્ય કરવા જોઈએ જેથી મા ચંદ્રઘંટાની કૃપા મળે?

શારદીય નવરાત્રી સોમવાર, 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી. આ સમય દરમિયાન માતા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની આરાધના કરવામાં આવે છે.

આ વર્ષે શારદીય નવરાત્રી 10 દિવસ ચાલનાર છે. તેથી મા ચંદ્રઘંટાની પૂજા 24 સપ્ટેમ્બરે કરવામાં આવશે. આ દિવસે તેમની કૃપા મેળવવા માટે જાણી લો કેટલાક ખાસ ઉપાયો.

મા ચંદ્રઘંટાનો પ્રિય રંગ?

મા ચંદ્રઘંટાની પૂજા દરમિયાન લાલ અથવા પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ. તેમજ પૂજામાં માતાને લાલ ફૂલ અને લાલ ચુંદડી અર્પણ કરવી જોઈએ. આવું કરવાથી ભક્તને માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

pooja

અર્પણ કરો ભોગ

મા ચંદ્રઘંટાની પૂજામાં તેમને ખીરનો ભોગ લગાવવામાં આવે તો ખાસ કૃપા મળે છે. ખીરમાં કેસરનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. તેના સિવાય માતાને લવિંગ, ઈલાયચી, પંચમેવો અને દૂધથી બનેલી મીઠાઈઓનો ભોગ પણ લગાવી શકાય છે. આવું કરવાથી દેવી પ્રસન્ન થાય છે અને સાધકને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.

3 chandraghanta

દાનનું મહત્વ

શારદીય નવરાત્રીના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની કૃપા મેળવવા માટે મંદિર ખાતે પિત્તળની ઘંટીનું દાન કરવું શુભ માનવામાં આવે છે. આવું કરવાથી દેવી પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. તેની સાથે તમારી ક્ષમતા મુજબ ઘઉં, ચોખા જેવા અનાજ કે પછી ધનનું દાન પણ કરી શકાય છે. આવું કરવાથી મા દુર્ગાની વિશેષ કૃપા મળે છે અને સાધકને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

વધુ વાંચો : નવરાત્રિના ત્રીજા દિવસે થાય છે મા ચંદ્રઘંટાની પૂજા, જાણો શુભ મુહૂર્ત, આરતી અને મંત્ર

આ ઉપાય કરો

નવરાત્રીના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પૂજા દરમિયાન “ૐ દેવી ચંદ્રઘંટાય નમઃ” મંત્રનો ઓછામાં ઓછા 11 અથવા 21 વખત જાપ કરવો જોઈએ. આવું કરવાથી દેવી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Navaratri day 3 Navratri day 3 goddess Shardiya Navratri 2025
Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ