બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આ છે પિતૃલોક સાથે જોડાયેલી 7 નિશાનીઓ, ઘરમાં દેખાય તો સમજી લેવું કે પૂર્વજો નારાજ!

માન્યતા / આ છે પિતૃલોક સાથે જોડાયેલી 7 નિશાનીઓ, ઘરમાં દેખાય તો સમજી લેવું કે પૂર્વજો નારાજ!

Shilpa Parmar

Last Updated: 10:00 AM, 9 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pitru Paksha 2025 : ગઈકાલથી પિતૃપક્ષની શરૂઆત થઈ ચૂકી છે. હિન્દુ ધર્મની માન્યતાઓ મુજબ પિતૃપક્ષ દરમિયાન જો તમારા ઘરમાં અમુક વિચિત્ર સંકેતો દેખાય તો તે પૂર્વજોના નારાજ હોવાની નિશાની છે. જાણી લો કયા સંકેતો પિતૃઓની નારાજગી જણાવે છે?

હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ છે. પિતૃપક્ષનો સમય પૂર્વજોને યાદ કરવાનો અને તેમના આશીર્વાદ મેળવવાનો સમય છે. કહેવાય છે કે આ સમયમાં પિતૃઓ ધરતી પર પોતાના વંશજોને મળવા આવે છે. કેટલીકવાર પિતૃપક્ષ દરમિયાન એવા સંકેતો જોવા મળે છે જે પિતૃઓની નારાજગી જણાવે છે.

ધાર્મિક ગ્રંથો અને ગરુડ પુરાણ અનુસાર, જો ઘરમાં પિતૃપક્ષ દરમિયાન કેટલીક ઘટનાઓ વારંવાર થવા લાગે તો સમજવું જોઈએ કે પિતૃ નારાજ છે અને તેમને શ્રાદ્ધ કે તર્પણની જરૂર છે. જાણી લો પિતૃલોક સાથે જોડાયેલા એવા 7 સંકેતો, જેને અવગણવા ન જોઈએ.

કાગડાઓનું સતત કા-કા કરવું

હિંદુ પરંપરામાં કાગડો પિતૃઓનો પ્રતિનિધિ માનવામાં આવે છે. જો પિતૃપક્ષ દરમિયાન ઘરની છત કે આંગણામાં કાગડાઓ વારંવાર આવીને કા-કા કરવા લાગે, તો એ સંકેત છે કે પિતૃઓ ભોજન અને તર્પણની રાહ જોઈ રહ્યા છે.

સપનામાં પિતૃઓ દેખાવા

ગરુડ પુરાણમાં લખાયું છે કે જો સપનામાં વારંવાર પૂર્વજ દેખાય અને ભોજન કે પાણી માંગતા હોય, તો એનો અર્થ એ થાય છે કે તેઓ તૃપ્ત નથી થયા. આ ઘટના સ્પષ્ટ સંદેશ આપે છે કે તેમને તર્પણની જરૂર છે.

PITRU-PAKSH-5

અચાનક આર્થિક મુશ્કેલીઓ આવવી

જો પરિવારમાં કોઈ ગંભીર કારણ વિના ધનની હાનિ થવા લાગે અથવા અચાનક આર્થિક તંગી વધવા લાગે, તો તેને પણ પિતૃઓની નારાજગી સાથે જોડીને જોવામાં આવે છે. માન્યતા છે કે અસંતોષિત પિતૃ માતા લક્ષ્મીની કૃપામાં અવરોધ ઊભો કરે છે.

સતત બીમારીઓ વધવી

જો ઘરના સભ્યો વારંવાર બીમાર પડવા લાગે અને સારવાર છતાં આરામ ન મળે, તો તેને પણ એક સંકેત માનવામાં આવે છે. શાસ્ત્રો કહે છે કે અસંતોષિત પિતૃ પોતાના વંશજોને બીમારી કે દુઃખ દ્વારા સંકેત આપે છે.

દીવો જાતે જ ઓલવાય જવો

જો ઘરના મંદિરમાં કે શ્રાદ્ધકર્મ દરમિયાન પ્રગટાવેલો દીવો કારણ વગર જ ઓલવાય જાય, તો તેને પણ પિતૃઓના નારાજ હોવાનો સંકેત માનવામાં આવે છે. દીવો ઓલવાય જવો એટલે ઉર્જાના પ્રવાહમાં અવરોધનું પ્રતિક છે.

pitru-paksh-2

પૂજા-પાઠમાં વિઘ્ન આવવા

વારંવાર પૂજાના સમયે વિઘ્ન આવવો કે પૂજાની સામગ્રી ગાયબ થઈ જવી, શાસ્ત્રો અનુસાર પિતૃઓનો સંકેત છે. તેઓ પોતાના વંશજોને યાદ અપાવે છે કે તેમનું શ્રાદ્ધ પૂર્ણ થયું નથી.

તુલસીનું સુકાઈ જવું

જો ઘરના આંગણામાં તુલસીનો છોડ અચાનક સુકાઈ જવા લાગે અથવા મંદિરમાં મૂકેલા ફૂલ કરમાઈ જાય, તો તે પણ પિતૃઓના નારાજ હોવાનો સંકેત છે. તેને ખૂબ ગંભીરતાથી લેવો જોઈએ.

આ સંકેતો દેખાય તો આટલું કરો

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો આ સંકેતો વારંવાર દેખાય તો પિતૃઓને તર્પણ કરવું જોઈએ. બ્રાહ્મણ ભોજન, ગૌદાન અને જળતર્પણ દ્વારા પિતૃઓ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ ફરીથી આવી જાય છે.

વધુ વાંચો : ષષ્ઠી પૂર્તિ પુજા શું છે? જાણો 60 વર્ષ પુર્ણ થાય ત્યારે કેમ કરાય છે આ ધાર્મિક અનુષ્ઠાન

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Donation during Pitru Paksha Pitru Paksha 2025 Pitru Paksha Rituals
Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ