બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આ છે નેપાળનું મુક્તિનાથ ધામ, જ્યાં લોકો ભારતથી છેક પિંડદાન કરવા જાય છે, જાણો મહત્વ

આસ્થા / આ છે નેપાળનું મુક્તિનાથ ધામ, જ્યાં લોકો ભારતથી છેક પિંડદાન કરવા જાય છે, જાણો મહત્વ

Shilpa Parmar

Last Updated: 03:58 PM, 11 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pind daan in Nepal : પિતૃપક્ષમાં લોકો અનેક ધાર્મિક સ્થળોએ જઈને પિતૃઓની મુક્તિ માટે તર્પણ અને પિંડદાન જેવી વિધિ કરે છે. પણ શું તમને ખબર છે નેપાળમાં પણ એક ધાર્મિક સ્થળે ભારતથી લોકો પિંડદાન કરવા જાય છે. જાણો કયું છે તે સ્થળ?

જ્યારે પણ પિતૃઓની આત્માની શાંતિ અને મોક્ષ માટેના કોઈ સ્થળની વાત થાય છે, ત્યારે આપણે સૌપ્રથમ ભારતનું "ગયા" યાદ કરીએ છીએ, પરંતુ શું તમને ખબર છે કે નેપાળમાં હિમાલયની ગોદમાં પણ એક એવું પવિત્ર ધામ છે, જ્યાં પિંડદાન અને શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્વ છે?

આ સ્થાનનું નામ છે મુક્તિનાથ ધામ, જે હિંદુ અને બૌદ્ધ બંને ધર્મના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે. માન્યતા છે કે અહીં પિંડદાન કરવાથી પિતૃઓને સીધો મોક્ષ મળે છે અને શ્રદ્ધાળુઓને પુણ્યની પ્રાપ્ત થાય છે. આ જ કારણસર દૂર દૂરથી લોકો કઠિન માર્ગ પાર કરી આ ધામની મુલાકાતે આવે છે.

MUKTINATH-NEPAL

ધરતી પર સ્વર્ગનો અનુભવ

મુક્તિનાથની યાત્રાનું માત્ર ધાર્મિક મહત્વ તો છે જ , પરંતુ એ એક એવો અનુભવ આપે છે જે તમારા તમામ થાક અને સાંસારિક ચિંતાઓને દૂર કરી દે છે. આ યાત્રા દરમિયાન નેપાળના હરિયાળા જંગલો, સુંદર ખીણો, નદીઓ અને ઊંચાં-ઊંચાં પહાડોમાંથી પસાર થવાનો લ્હાવો મળે છે.

માર્ગમાં અન્નપૂર્ણા અને ધૌલાગિરી જેવા વિશાળ શિખરો નજરે પડે છે, જે યાત્રાને યાદગાર બનાવી દે છે. સમુદ્ર સપાટીમાથી આશરે 3760 મીટરની ઊંચાઈ પર આવેલું મુક્તિનાથ સાચા અર્થમાં ભગવાન વિષ્ણુનું નિવાસ સ્થાન માનવામાં આવે છે. અહીં પહોંચીને એવું લાગે છે કે જાણે તમે ધરતી પર જ સ્વર્ગમાં આવી ગયા છો.

પિંડદાન અને મોક્ષનું વિશેષ મહત્વ

મુક્તિનાથ યાત્રા દરમિયાન એક મહત્વપૂર્ણ સ્થળ કાગબેની ગામ આવે છે. આ સ્થળ પવિત્ર નદીના કિનારે સ્થિત છે. જ્યાં ભક્તો પોતાના અવસાન પામેલા સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા માટે પિંડદાન કરે છે. ધાર્મિક માન્યતા મુજબ, અહીં પિંડદાન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ અને મુક્તિ મળે છે.

જ્યારે મુક્તિનાથ મંદિર પોંહચીએ છીએ, ત્યારે અહીં આવેલા 108 પવિત્ર નળોમાં સ્નાન કરવાનો અત્યંત મહિમા છે. એવું માનવામાં આવે છે કે આ નળોમાં સ્નાન કરવાથી માણસ પોતાના બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને પુનર્જન્મના ચક્રમાંથી પણ મુક્તિ મેળવે છે. એ જ કારણ છે કે દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ મોક્ષની શોધમાં અહીં આવે છે.

MUKTINATH-TEMPLE

કેવી રીતે જઈ શકાય મુક્તિનાથ?

મુક્તિનાથની યાત્રા માટે શ્રેષ્ઠ સમય માર્ચથી જૂન અને સપ્ટેમ્બરથી નવેમ્બર ગણાય છે, જ્યારે અહીંનું હવામાન રમણીય રહે છે. યાત્રાની શરૂઆત કાઠમંડુ અથવા પોખરા પરથી કરી શકાય છે. પોખરા પરથી હવાઈ માર્ગે જોમસોમ પહોંચી શકાય છે, જે મુક્તિનાથનું સૌથી નજીકનું એરપોર્ટ છે. ત્યાંથી આગળ જીપ કે પગપાળા રસ્તાથી મંદિર સુધી જઈ શકાય છે.

વધુ વાંચો : ક્યારે છે સર્વ પિતૃ અમાવસ્યા? જાણો શુભ સમયથી લઇને ધાર્મિક મહત્વ-તારીખ

સાહસપ્રેમી યાત્રાળુઓ માટે પોખરાથી જોમસોમ સુધીનું ટ્રેકિંગ પણ એક અનોખો અનુભવ છે, જેમાં નેપાળની કુદરતી સુંદરતા અને સંસ્કૃતિને નજીકથી અનુભવી શકાય છે. આ યાત્રા તમામ વયના લોકો માટે અદ્ભુત અનુભવ બની રહે છે અને આધ્યાત્મિક તથા માનસિક શાંતિ આપે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Muktinath Temple pilgrimage Muktinath Dham Nepal Pind daan in Nepal
Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ