બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:57 AM, 11 September 2025
હિન્દુ ધર્મમાં સર્વપિતૃ અમાસનું વિશેષ મહત્વ છે. જો કોઈ કારણોસર પિતૃપક્ષ દરમિયાન પૂર્વજોનું શ્રાદ્ધ કરવામાં ન આવે તો આ દિવસે તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કરીને શ્રદ્ધાંજલિ અપી શકાય છે. આ પવિત્ર દિવસ બાદ શારદીય નવરાત્રિ શરૂ થાય છે. પિતૃપક્ષનો છેલ્લો દિવસ એટલે કે, સર્વપિતૃ અમાસ પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે એક ખાસ દિવસ મનાય છે.
ADVERTISEMENT
આ વર્ષે અશ્વિન મહિનાની અમાસ તિથિ 21 સપ્ટેમ્બરના રોજ બપોરે 12:16 વાગ્યે શરૂ થશે. અને 22 સપ્ટેમ્બરના રોજ બપોરે 1:23 વાગ્યે સમાપ્ત થશે. આમ આ વર્ષે સર્વપિતૃ અમાસ 21 સપ્ટેમ્બરના રોજ ઉજવાશે.
ADVERTISEMENT
કુતુપ મુહૂર્ત સવારે 11:50 થી બપોરે 12:38 વાગ્યા સુધી રહેશે. રૌહિણ મુહૂર્ત બપોરે 12:38 થી 1:27 વાગ્યા સુધી અને અપરાહ્ય કાળ બપોરે 1:27 થી 3:53 વાગ્યા સુધીનું છે. એવી માન્યતા છે કે આ મુહૂર્તમાં કરવામાં આવતા તર્પણ અને પિંડદાન સૌથી ફળદાયી હોય છે.
ADVERTISEMENT
શાસ્ત્રો અનુસાર, આ દિવસે કરવામાં આવતા શ્રાદ્ધ અને તર્પણથી દરેક પૂર્વજોની આત્માઓ તૃપ્ત થાય છે. એટલા માટે તેને સર્વપિતૃ અમાસ કહેવામાં આવે છે. મતલબ કે બધા પૂર્વજોને મોક્ષ કરનારી અમાસ.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
સવારે સ્નાન કરીને પૂર્વજોની શાંતિ માટે પ્રાર્થના કરો. જો શક્ય હોય તો આ દિવસે નદીમાં સ્નાન કરો. વિધિ મુજબ તમારા પૂર્વજો માટે તર્પણ અને પિંડદાન કરો. ગાય, કૂતરા, કાગડા, કીડી અને દેવતાઓ માટે ભોજન નીકાળો. બ્રાહ્મણોને ભોજન કરાવો તથા તમારી ક્ષમતા મુજબ દાન આપો. આમ કરવાથી તમારા પૂર્વજોના આશીર્વાદ મળશે અને પરિવારમાં સુખ અને સમૃદ્ધિ રહેશે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.