બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:25 PM, 15 September 2025
પિતૃપક્ષની વિધિ બ્રાહ્મણોને ભોજન કરાવ્યા વિના અધૂરી ગણાય છે. જો બ્રાહ્મણોને ભોજન ન કરાવવામાં આવે તો શ્રાદ્ધ પૂરું માનવામાં આવતું નથી. સાથે સાથે, જો બ્રાહ્મણ ભોજનમાં કોઈ ભૂલ થઈ જાય તો તે માત્ર બ્રાહ્મણ દેવતાઓને જ નહીં પરંતુ પિતૃઓને પણ રોષિત કરે છે.
ADVERTISEMENT
બ્રાહ્મણ ભોજનનું મહત્વ
હિંદુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્ત્વ છે. આ સમયમાં પિતૃઓની યાદમાં શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે. સાથે બ્રાહ્મણ ભોજન અને દાન-પુણ્ય પણ કરાય છે. આ દિવસોમાં દેવતાઓ, કાગડા, ગાય, કીડી અને કૂતરાને પણ ખાવાનું આપવામાં આવે છે.
ADVERTISEMENT

માન્યતા છે કે આ 15 દિવસ પિતૃો પૃથ્વી પર આવેછે. આ વર્ષે 7 સપ્ટેમ્બરથી પિતૃપક્ષ શરૂ થયો છે અને 21 સપ્ટેમ્બર સુધી રહેશે. 21 સપ્ટેમ્બરે સર્વપિતૃ અમાવસ્યા છે, આ દિવસે સૌથી વધુ શ્રાદ્ધ કરવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન બ્રાહ્મણોને ભોજન કરાવવું અત્યંત શુભ માનવામાં આવે છે. તેનાથી પિતૃ પ્રસન્ન થાય છે અને દેવતાઓની પણ કૃપા મળે છે. પરંતુ બ્રાહ્મણ ભોજન કરાવતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
ADVERTISEMENT
બ્રાહ્મણ ભોજનમાં આટલી ભૂલ ટાળવી
ADVERTISEMENT

બ્રાહ્મણોને ભોજન કરાવવાની યોગ્ય રીત
ADVERTISEMENT
વધુ વાંચો : Pitru Paksha 2025: પિતૃપક્ષમાં અપનાવો આ સરળ ઉપાય, મળશે પિતૃદોષથી મુક્તિ, રહેશે પ્રસન્ન
ADVERTISEMENT
હિન્દુ ગ્રંથોમાં જણાવાયું છે કે, બ્રાહ્મણ દેવતા ભગવાન વિષ્ણુના પ્રતિનિધિ છે. પિતૃના આત્માને શાંતિ મળે તે માટે બ્રાહ્મણોને સન્માનપૂર્વક ભોજન કરાવવું અનિવાર્ય ગણાયું છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.