બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / પુરીથી લઇને બદ્રીનાથ સુધી..., આ 7 જગ્યાએ પિંડદાન કરવા પર પિતૃઓને મળે છે મુક્તિ

ધર્મ / પુરીથી લઇને બદ્રીનાથ સુધી..., આ 7 જગ્યાએ પિંડદાન કરવા પર પિતૃઓને મળે છે મુક્તિ

Shilpa Parmar

Last Updated: 02:16 PM, 3 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pindadan religious place : હિન્દુ ધર્મમાં પિતૃપક્ષ દરમિયાન પૂર્વજોની આત્માની શાંતિ માટે તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે. કેટલાક ધાર્મિક સ્થળોને પિંડદાન માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. જાણી લો એ ધાર્મિક સ્થળો જ્યાં પિતૃઓને મળે છે મુક્તિ.

પિતૃ પક્ષ આપણા પૂર્વજો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક પવિત્ર અવસર છે. આ સમય દરમિયાન આપણે આપણી ધાર્મિક સંસ્કૃતિ મુજબ આપણાં પૂર્વજોને યાદ કરીએ છીએ અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ.

શ્રાદ્ધ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ તે આપણા પૂર્વજો પ્રત્યેના આદર અને આભાર વ્યક્ત કરવાની એક રીત છે. આ સમય એવો માનવામાં આવે છે જ્યાં આપણે પિતૃઆત્માને શાંતિ મળે તે માટે તેમનું સ્મરણ અને પૂજા કરીએ છીએ. આ દરમિયાન તર્પણ અને પિંડદાન જેવી ક્રિયાઓ કરવાનું વિશેષ મહત્વ છે.

સનાતન ધર્મ મુજબ અશ્વિન માસના કૃષ્ણ પક્ષ દરમિયાન કરવામાં આવેલું શ્રાદ્ધ સીધું જ આપણા પિતૃ સુધી પહોંચે છે અને તેમની આત્માને શાંતિ આપે છે.

હવે પ્રશ્ન એ થાય છે કે આ પવિત્ર કાર્ય માટે ભારતમાં કયા-કયા ધાર્મિક સ્થળોને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે? ચાલો જાણીએ એવા સ્થળો વિશે જ્યાં પિંડદાન કરવા પર પિતૃઓને મુક્તિ મળે છે.

ગયા , બિહાર

ગયા સ્થળ વિષે માન્યતા છે કે અહીં કરવામાં આવેલ શ્રાદ્ધથી સાત પેઢી સુધીના પિતૃઓને મુક્તિ મળે છે. બિહારના ગયા સ્થળમાં ફાલ્ગુ નદીના કિનારે આવેલ વિષ્ણુપદ મંદિરમાં પિંડદાન અને તર્પણની પરંપરા છે. કહેવામાં આવે છે કે અહીં ભગવાન વિષ્ણુના પગલાંના ચિહ્ન છે. પૌરાણિક માન્યતા અનુસાર, અહીં સીતાજીએ પોતાના પિતૃઓ માટે પિંડદાન કર્યું હતું. તેથી આ સ્થાનને મુક્તિધામ પણ કહેવામાં આવે છે. દર વર્ષે પિતૃ પક્ષમાં અહીં લાખો લોકો ભેગા થાય છે.

varansi

વારાણસી, ઉત્તર પ્રદેશ

કાશી ભગવાન શંકરની નગરી ગણાય છે. માન્યતા છે કે અહીં કરાયેલ કર્મો સીધા જ મુક્તિના દ્વાર ખોલે છે. અહીં મણિકર્ણિકા ઘાટ ઉપરાંત પિશાચ મોચન કુંડ પર પણ શ્રાદ્ધ અને પિંડદાનનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે ગયામાં શ્રાદ્ધ કરવા જતાં પહેલાં કાશીમાં ત્રિપિંડી શ્રાદ્ધ કરવું જોઈએ. અહીં કરેલું શ્રાદ્ધ આત્માને શિવલોક સુધી લઈ જાય છે એવી માન્યતા છે.

પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ

પ્રયાગરાજનું નામ આવતાં જ સૌપ્રથમ ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના સંગમની યાદ આવે છે. અહીં કુંભ અને અર્ધકુંભનો મહોત્સવ યોજાય છે. સંગમ ઘાટ પિતૃ શ્રાદ્ધ માટે અતિ શુભ માનવામાં આવે છે. આ જ કારણે શુભ તિથિ પર અહીં હજારો ભક્તો ગંગાસ્નાન કરી પિંડદાન કરે છે.

haridwar

હરિદ્વાર, ઉત્તરાખંડ

ગંગાના કિનારે આવેલ હરિદ્વારને સદીઓથી મોક્ષદાયિની નગરી કહેવાય છે. અહીં કુશાવર્ત ઘાટ અને નારાયણ શિલા પર પિતૃ શ્રાદ્ધની પરંપરા છે. ખાસ કરીને હરકી પૌડી પર કરવામાં આવેલ તર્પણ અતિ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે જો કોઈ આત્મા પ્રેત યોનીમાં હોય તો નારાયણ શિલા પર કરેલા શ્રાદ્ધથી તેને શાંતિ મળે છે. આ જ કારણે પિતૃ પક્ષ દરમિયાન હરિદ્વારમાં વિશાળ ભીડ એકત્ર થાય છે.

બદ્રીનાથ, ઉત્તરાખંડ

બદ્રીનાથ ધામ માત્ર ચાર ધામોમાંનું એક જ નથી, પરંતુ પિતૃ શ્રાદ્ધ માટે પણ અત્યંત પવિત્ર સ્થાન છે. બદ્રીનાથ મંદિર પાસે બ્રહ્મકપાલ ઘાટ આવેલુ છે. કહેવામાં આવે છે કે અહીં ભગવાન શિવને બ્રહ્મહત્યાના પાપથી મુક્તિ મળી હતી. તેના કારણે ભક્તો અહીં પિતૃઓનું અંતિમ શ્રાદ્ધ કરવાનું શુભ માનતા આવ્યા છે. કહેવાય છે કે અહીં કરેલું શ્રાદ્ધ ગયામાં કરેલા શ્રાદ્ધ કરતાં અનેક ગણું ફળદાયી હોય છે.

dwarka

દ્વારકા, ગુજરાત

ગુજરાતની દ્વારકા નગરી ભગવાન શ્રીકૃષ્ણનું નિવાસ સ્થાન ગણાય છે. દ્વારકાધીશ મંદિરના દર્શન સાથે અહીં પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ અને પિંડદાન કરવાની પરંપરા છે. સમુદ્ર કિનારે આવેલ આ સ્થળને ધાર્મિક અને આધ્યાત્મિક રીતે અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે.

વધુ વાંચો : રાજા બલિની કથા વિના પરિવર્તિની એકાદશીનું વ્રત અધૂરું છે, જાણો તેનું મહત્વ.

પુરી, ઓડિશા

ઓડિશાનું પુરી ધામ પણ ચાર ધામોમાંનું એક છે. અહીં ભગવાન જગન્નાથનું ભવ્ય મંદિર આવેલ છે. પિતૃપક્ષ દરમિયાન અહીં પિંડદાન અને શ્રાદ્ધ કરવાની પરંપરા છે. માન્યતા છે કે અહીં કરાયેલ શ્રાદ્ધ આત્માને સીધું જ મોક્ષ તરફ લઈ જાય છે. એ જ કારણે દર વર્ષે અશ્વિન માસ દરમિયાન હજારો શ્રદ્ધાળુ જગન્નાથ પુરી ધામ પહોંચે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Badrinath Pindadan religious place Varanasi
Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ