બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:00 AM, 3 September 2025
આજે સમગ્ર ભારતમાં પરિવર્તિની એકાદશીનો પાવન તહેવાર ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ઉજવાઈ રહ્યો છે. હિન્દુ પંચાંગ મુજબ ભાદ્રપદ શુક્લ પક્ષની એકાદશીને પરિવર્તિની અથવા પદ્મ એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી માત્ર ઉપવાસ અને પૂજાનો દિવસ જ નથી, પરંતુ ભગવાન વિષ્ણુના યોગનિદ્રામાં પક્ષ બદલવાનો એક મહત્વપૂર્ણ પ્રસંગ પણ છે. માન્યતા છે કે આ દિવસે વિષ્ણુ ભગવાન પોતાની સૂવાની દિશા બદલતા હોવાથી બ્રહ્માંડમાં શુભ શક્તિઓનું સંચાર થાય છે.
ADVERTISEMENT

પૌરાણિક માન્યતા અનુસાર, એક વાર રાજા યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણને આ વ્રતનું નામ, પદ્ધતિ અને મહત્વ વિશે પૂછ્યું હતું. ત્યારે ભગવાન કૃષ્ણે જણાવ્યું કે આ એકાદશી પાપોને નાશ કરે છે અને વામન સ્વરૂપે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી મનુષ્યને ત્રણેય લોકમાં માન પ્રાપ્ત થાય છે. આ વ્રત રાખવાથી અક્ષય ફળ પ્રાપ્ત થાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભગવાન કૃષ્ણે રાજા યુધિષ્ઠિરને રાજા બાલીની કથા સંભળાવી. રાજા બાલી શક્તિશાળી હોવા છતાં ખૂબ જ દાનવીર અને ભક્તિશીલ હતા. તેમણે પોતાની શક્તિથી દેવતાઓને હરાવીને સ્વર્ગલોક પર કબજો કર્યો હતો. દેવતાઓએ વિષ્ણુ પાસે મદદ માંગી ત્યારે તેમણે વામન અવતાર ધારણ કર્યો અને બાલિ પાસેથી દાનમાં ત્રણ પગલાં જમીન માંગી.

ADVERTISEMENT
બાલીએ સહજતાથી સંમતિ આપી, પરંતુ વામન રૂપે ભગવાને વિશાળ સ્વરૂપ ધારણ કરી લીધું. એક પગલામાં પૃથ્વી, બીજા પગલામાં સ્વર્ગ માપી નાખ્યો. ત્રીજું પગલું મૂકવા જગ્યા ન હોવાથી બાલીએ નમ્રતાથી પોતાનું માથું આગળ કર્યું. ત્યારે ભગવાને ત્રીજો પગ તેના માથા પર મૂક્યો અને તેને પાતાળ લોકમાં લઈ ગયા.
ADVERTISEMENT
રાજા બાલીની ભક્તિ જોઈને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યો કે તેઓ હંમેશા પાતાળ લોકમાં તેની સાથે રહેશે. ત્યારથી એક મૂર્તિ પાતાળ લોકમાં અને બીજી ક્ષીર સાગરમાં સ્થાપિત છે. આ રીતે પરિવર્તિની એકાદશીનો દિવસ અત્યંત પાવન માનવામાં આવે છે. જે કોઈ ઉપવાસ કરે, વિષ્ણુની પૂજા કરે અને આ કથા સાંભળે અથવા વાંચે, તેમને ભગવાન શ્રીહરિનો આશીર્વાદ હંમેશા માટે પ્રાપ્ત થાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.